
રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમવાની છે. આ મેચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અન્ય મંત્રીઓ, કલાકારો, સેલિબ્રિટી, નેતાઓ સહિત ઉદ્યોગપતિ અને વીવીઆઈપી મહેમાનો હાજર રહેવાના છે.
જેને લઈને સ્ટેડિયમ અને સ્ટેડિયમનો આસપાસ નો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાશે. તો સાથે જ વર્લ્ડ કપની ફાઇનલ મેચ હોવાને લઈને સ્ટેડિયમ ફુલ જોવા મળી રહ્યું છે. આ પરિસ્થિતિ વચ્ચે જો કોઈને મેડિકલ સારવાર જરૂર હોય તો તે તાત્કાલિક મળી રહે તે પ્રકારનું આયોજન તંત્ર દ્વારા અને 108 ઇમરજન્સી સેવા દ્વારા કરવામાં આવ્યું છે.
મેચ દરમિયાન ક્રિકેટ રસિકોને મેડિકલ સારવાર મળી રહે તે પ્રકારનું 108 ઇમરજન્સી વિભાગ દ્વારા આયોજન કરાયુ છે. જ્યાં સ્ટેડિયમ પરિસરની અંદર 8 જેટલી એમ્બ્યુલન્સ રાખવામાં આવી. જ્યારે સ્ટેડિયમ ની પાસે નજીકના પોઇન્ટ પર 7 જેટલી એમ્બ્યુલન્સ રખાઇ. કુલ 15 જેટલી એમ્બ્યુલન્સ અને 50થી વધારે સ્ટાફ મેચ દરમિયાન ફરજ બજાવશે. જે 15 એમ્બ્યુલન્સ માંથી ત્રણથી વધુ એમ્બ્યુલન્સ આઈસીયુ ઓન વિલ રખાઈ. તો સ્ટેડિયમમાં કેટલાક બેસ સાથે ની નાની મીની હોસ્પિટલ પણ બનાવાશે.
ઉલ્લેખનીય છે કે અગાઉ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલ ભારત અને પાકિસ્તાનની મેચ દરમિયાન ગરમી, બેભાન થવા અને હદયને લગતી એમ કુલ 500 થી વધારે ઈમરજન્સી જોવા મળી હતી. જે સિવાય તેની પહેલાની મેચમાં પણ ઇમરજન્સી રહી હતી. જોકે આ વખતે ગરમી ઓછી થઈ છે એટલે કેસ ઘટશે અથવા નહિવત કેસ રહી શકે છે. પણ જો આ વખતે કેસની શક્યતા ને જોતા સ્ટેડિયમ ખાતે તમામ પ્રકારની તૈયારી કરવામાં આવી છે. સાથે જ સ્ટાફ ને જરૂરી સૂચનો પણ અપાયા છે. જેથી ખરી પરિસ્થિતિ વચ્ચે તે કામ આવે અને લોકોને હાલાકી ન પડે લોકોના જીવ બચાવી શકાય.
Published On - 5:01 pm, Sat, 18 November 23