
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મહાનગર સેવાસદન પૂર્વઝોન ઇજનેર વિભાગ દ્વારા ઈ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. અમદાવાદ પૂર્વઝોનના ઇજનેર ખાતાના જુદા-જુદા વોર્ડમાં સ્વર્ણિમ જયંતી-મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ખાનગી સોસાયટીઓમાં વિવિધ કામોની એમ- પેનલ માટેનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.
આ પણ વાંચો- Gandhinagar: ડુંગળી-બટાકાના ખેડૂતો માટે રાહતના સમાચાર, કૃષિમંત્રી રાઘવજી પટેલ કરશે મહત્વપૂર્ણ જાહેરાત
પૂર્વઝોનમાં ખાનગી સોસાયટીઓમાં આર.સી.સી રોડ, ફુટપાથ અને પેવર બ્લોક, ડ્રેનેજ નેટવર્ક તથા પાણીનું નેટવર્ક નાખવાના કામો માટેના કોન્ટ્રાક્ટર્સની એમ-પેનલ નક્કી કરવા માટેનું ટેન્ડર જાહેર કર્યુ છે. ઓનલાઇન ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 27 માર્ચ 2023 સાંજે 6 કલાક સુધીની છે. ટેન્ડર વિશેની વિસ્તૃત માહિતી http://amcnprocure.com અથવા www.nprocure.com વેબસાઇટ પરથી મળી રહેશે.