AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AHMEDABAD : 3 દિવસ પહેલા નવજાત બાળકને તરછોડ્યું, બાળકની યાદ આવતા પાછી ફરી માતા

AHMEDABAD : 3 દિવસ પહેલા નવજાત બાળકને તરછોડ્યું, બાળકની યાદ આવતા પાછી ફરી માતા

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 10:08 AM
Share

20 સપ્ટેમ્બરે શહેરની એલજી હોસ્પિટલમાં નવજાત બાળકને ત્યજીને માતા ફરાર થઈ ગઈ હોવાની ઘટના સામે આવી હતી.

AHMEDABAD : અમદાવાદની એલ.જી. હોસ્પિટલના લેબર વૉર્ડમાં ગત 20 સપ્ટેમ્બરના રોજ નવજાત બાળકને મુકી જતી રહેલ માતા પરત ફરી છે. હોસ્પિટલ આવેલ માતાએ આ અંગે જણાવ્યું હતું કે ત્રણ દિવસ અગાઉ તે CTM પાસે ફળ લેવા માટે ગયા બાદ બે દિવસ સુધી બેભાન રહ્યા બાદ ભાન આવતા બાળકની યાદ આવી હતી. તેથી તે હોસ્પિટલ પરત આવી છે. એવું પણ જાણવા મળ્યું છે કે મહિલાના CCTV વાયરલ થતાં પડોશીઓએ આ અંગે મહિલાને જાણ કરતા તે હોસ્પિટલ આવી હતી. મણિનગર પોલીસે આ મામલે મહિલાની સઘન તપાસ હાથધરી છે.

આ ઘટના 20 સપ્ટેમ્બરની છે. 20 સપ્ટેમ્બરે શહેરની એલજી હોસ્પિટલમાં નવજાત બાળકને ત્યજીને માતા ફરાર થઈ ગઈ હોવાની ઘટના સામે આવી હતી. આ મામલે હોસ્પિટલના સ્ટાફે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ 16મી સપ્ટેમ્બરે ખુરસીદાબેન રંગરેજ નામની મહિલા દાખલ થઈ હતી, જે દરમિયાન મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો અને 20 મી સપ્ટેમ્બરે સાંજના સમયે 4 દિવસના બાળકને હોસ્પિટલમાં જ મૂકી મહિલા ફરાર થઈ ગઈ હતી.

હોસ્પિટલ સ્ટાફ દ્વારા આસપાસમાં મહિલાની શોધખોળ કરતા મહિલાની કોઈ ભાળ મળી ન હતી. અંતે હોસ્પિટલ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.મહિલાના હોસ્પિટલમાંથી બહાર નીકળતા CCTV પણ સામે આવ્યા હતા, જે બાદ પોલીસે મહિલાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. મહિલાએ હોસ્પિટલના રેકોર્ડમાં પોતાનું સરનામું રામોલ જનતાનગર હોવાની જણાવતા પોલીસે ત્યાં પણ તપાસ કરી હતી. પોલીસે આસપાસમાં વિસ્તારમાં મહિલાને શોધવા અને CCTVની મદદથી તેને ટ્રેસ કરવા તજવીજ હાથ ધરી હતી.

આ પણ વાંચો : ત્રીજી લહેરની વાતો વચ્ચે ICMRના સર્વેમાં મોટો ખુલાસો, 75 ટકા એન્ટિબોડી સાથે ગુજરાત દેશભરમાં ચોથા ક્રમે

આ પણ વાંચો : AHMEDABAD : ફરજિયાત રસીકરણના કારણે AMCને રોજનું 5 થી 7 લાખ રૂપિયાનું નુકસાન

Published on: Sep 24, 2021 09:55 AM
g clip-path="url(#clip0_868_265)">