Ahmedabad : કબૂતરબાજી રેકેટમા વધુ નવા ખુલાસા, રેકેટનો માસ્ટર માઇન્ડ ચંદ્રજીતસિંહ હજુ ફરાર

|

Mar 04, 2022 | 9:52 PM

ખોટા દસ્તાવેજથી ડુપ્લીકેટ પાસપોર્ટ ઈશ્યુ કરાવી ભારતીય નાગરિકોને ગેરકાયદે યુ.એસ બોર્ડરથી ઘૂસણખોરી કરાવવાના રેકેટમાં સંડોવાયેલા ચાર આરોપીઓ પ્રજાપતિ રાજુ,હરેશ પટેલ, હાર્દિક પટેલ તથા રજત ચાવડાની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે

Ahmedabad : કબૂતરબાજી રેકેટમા વધુ નવા ખુલાસા, રેકેટનો માસ્ટર માઇન્ડ ચંદ્રજીતસિંહ હજુ ફરાર
Master Mind Of Illegal Immigration Racket Absconding Chandrajit Singh

Follow us on

અમદાવાદ(Ahmedabad)  ક્રાઇમ બ્રાંચે(Crime Branch)પકડેલ કબૂતરબાજી રેકેટ( Illegal Immigration)માં વધુ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે.જેમાં પકડાયેલ આરોપીઓ અન્ય 15 લોકો ને તુર્કી અને 1 પરિવાર તાંઝાનિયા મોકલ્યા હોવાનું સામે આવ્યું છે પરંતુ આ રેકેટનો માસ્ટર માઈન્ડ દિલ્હીનો ચંદ્રજીતસિંહ ઉર્ફે  જીમ્મી ક્રાઇમ બ્રાંચની પકડમાં આવ્યો નથી. ત્યારે આ રેકેટમાં ક્રાઇમ બ્રાંચે અલગ-અલગ એમ્બેસીને પણ આ બાબતની જાણ કરી વધુ તપાસ શરૂ કરી છે. કબૂતરબાજીના કૌભાંડના પર્દાફાશ કરવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓપરેશન મેકલા ની શરૂઆત કરી છે.જે ઓપરેશન મેકલાની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.અગાઉ આરોપી પાસેથી મળેલ 78 પાસપોર્ટ ઓરીજનલ છે કે કેમ જેની પાસપોર્ટ કચેરીમાં તપાસ ચાલી રહી છે.બીજી બાજુ પકડાયેલ આરોપી એજન્ટોની પુછપરછ માં 15 લોકોને તુર્કી અને 1 પરિવાર તાંઝાનિયા મોકલ્યા હોવાનું કબૂલી રહ્યા છે.

માસ્ટર માઈન્ડ ચંદ્રજીતસિંહ ઉર્ફે જીમ્મી ફરાર

જેમને પણ ગેરકાયદે બોર્ડર ક્રોસ કરી અમેરિકા મોકલવાના હતા.જો કે કબૂતરબાજી રેકેટ મુખ્ય બે આરોપી ફરાર છે જેમાંનો એક અમદાવાદ નો બોબી અને દિલ્હીનો માસ્ટર માઈન્ડ ચંદ્રજીતસિંહ ઉર્ફે જીમ્મી ક્રાઇમ બ્રાંચની પકડમાં નથી આવ્યા.જેમાં ફરાર આરોપી ચંદ્રજીતસિંહ ઉર્ફે જીમ્મી દ્વારા ભારતથી મોકલેલ પરિવારને તુર્કી અને તાંઝાનિયા સહિત દેશમાં રહેવાની વ્યવસ્થા કર્યા બાદ ગેરકાયદે બોર્ડર પાસ કરવાનું કામ કરતો હતો.જેની સાથે જ અમદાવાદનો બોબી નામનો એજન્ટ પણ સંકળાયેલો છે.હાલ બન્ને ફરાર આરોપી પકડવા ક્રાઇમ બ્રાંચે અલગ અલગ ટિમ બનાવી તપાસ શરૂ કરી છે..ઉલ્લેખનીય છે કે આ રેકેટમાં અગાઉ ક્રાઇમ બ્રાંચે ચાર આરોપી ધરપકડ કરી હતી જેમાં બોગ્સ પાસપોર્ટ બનાવવાનું કામ રજત ચાવડા કરતો હતો અને હરેશ પટેલ એજન્ટ તરીકે કામ કરતો હતો.જો કે ફરાર આરોપી ક્રાઇમ બ્રાંચ હાથે ઝડપાયા બાદ વિદેશના અનેક એજન્ટો નામ બહાર આવશે.

ક્રાઇમ બ્રાંચે મેકલા ઓપરેશન હેઠળ તપાસ શરૂ કરી

ખોટા દસ્તાવેજથી ડુપ્લીકેટ પાસપોર્ટ ઈશ્યુ કરાવી ભારતીય નાગરિકોને ગેરકાયદે યુ.એસ બોર્ડરથી ઘૂસણખોરી કરાવવાના રેકેટમાં સંડોવાયેલા ચાર આરોપીઓ પ્રજાપતિ રાજુ,હરેશ પટેલ, હાર્દિક પટેલ તથા રજત ચાવડાની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે.મહેસાણાના આરોપી હરેશ પટેલ અને તેનો પુત્ર હાર્દિક પટેલ છેલ્લા 3 વર્ષથી પાસપોર્ટ એજન્ટ તરીકે કામ કરે છે અત્યાર સુધીમાં 30 જેટલા ભારતીય નાગરિકોને પાસપોર્ટ તથા વિઝા કઢાવી વિદેશ મોકલી આપેલ છે.જ્યારે આરોપી રાજુ પ્રજાપતિ અને શિલ્પા પટેલને યુ.એસ જવું હોવાથી તેઓ આરોપી પિતા-પુત્રનો સંપર્ક કર્યો હતો.જો કે યુ.એસ જવા માટે ફેમેલી ગ્રૂપ રીતે વિઝા પ્રોસીઝર કરવા માટે આરોપીઓ આરોપી રજત ચાવડાએ રાજુ પ્રજાપતિનો રાજેન્દ્ર ભીખાભાઈ પટેલ અને શિલ્પાનો રાજેન્દ્રની પત્ની કામિની પટેલ નામનો ખોટો પાસપોર્ટ બનાવીને બન્નેને પતિ-પત્ની તરીકે દર્શાવ્યા હતા.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

નાઇઝેરીયાથી મેક્સિકો ઓન અરાઈવલ વિઝા

જે આધારે બન્ને નાઇઝેરીયા વિઝા માટે દિલ્હી ખાતે જઇ અરજી કરેલ હતી તે આધારે નાઇઝેરીયાથી મેક્સિકો ઓન અરાઈવલ વિઝા કરાવી યુ.એસ મેક્સિકો બોર્ડર થી યુ.એસ રેફ્યુઝી કેમ્પમાં મોકલી હંગામી અમેરીકન સિટીઝનશીપ અપાવી સ્થાયી કરવાની ફિરાકમાં હતા.જો કે ક્રાઇમ બ્રાંચ ધ્યાન પર આવતા આખા રેકેટનો પર્દાફાશ કર્યો.જે બાદ ક્રાઇમ બ્રાંચે મેકલા ઓપરેશન હેઠળ તપાસ શરૂ કરી છે.

આ  પણ વાંચો : Ahmedabad : ખોખરા બ્રિજ ઉપર રેલવેએ 92 મીટરનો ઓપનવેવ ગર્ડર લોન્ચ કર્યો

આ પણ વાંચો :   Rajkot : પ્રેમિકાની હત્યા કરી યુવક કલાકો સુધી લાશ પાસે બેસી રહ્યો, આત્મહત્યાની કોશિશ કરી

Published On - 9:48 pm, Fri, 4 March 22

Next Article