Ahmedabad: આધુનિક સાવિત્રી ! બ્રેઈનડેડ પતિના અંગોના અંગદાન થકી ત્રણ લોકોને બક્ષ્યુ નવજીવન

|

Jul 10, 2023 | 10:55 PM

Ahmedabad:હજુ હમણા તો લગ્ન થયા હતા.સજોડે પ્રેમ, લાગણીઓ,વિશ્વાસના બંધન થી બંધાયા હતા. આ કબીરા દંપતિએ કેટ-કેટલાક સ્વપ્ન જોયા હશે. ભાવી આયોજન ઘડ્યું હશે અને એવામાં! તારીખ 7મી જુલાઇનો એ દિવસ કબીરા પરિવાર માટે ગોઝારો બની રહ્યો. પરંતુ આ ગોઝારા દિવસમાં પણ જન કલ્યાણ અને જન સેવાનું ઉમદા કાર્ય કરીને એક મિસાલ પ્રસ્થાપિત કરી છે

Ahmedabad: આધુનિક સાવિત્રી ! બ્રેઈનડેડ પતિના અંગોના અંગદાન થકી ત્રણ લોકોને બક્ષ્યુ નવજીવન

Follow us on

Ahmedabad: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા 35 વર્ષના રસીકભાઈ કબીરાનું  7મી જુલાઈના રોજ બ્લડપ્રેશર એકાએક વધી જવાથી ઇન્ટ્રાવેન્ટ્રીક્યુલર હેમરેજ (IVH) એટલે કે બ્રેઇનહેમરેજ થયું. પરિવારજનો ચિંતિત બનીને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા.

અમદાવાદ સિવિલ હોસ્ટિલમાં જરૂરી તમામ ટેસ્ટ અને સઘન સારવાર શરૂ કરવામાં આવી. હોસ્પિટલમાં બે દિવસની સઘન સારવારના અંતે રસીકભાઇને તબીબોએ બ્રેઇનડેડ જાહેર કર્યા. પતિના બ્રેઇનડેડ થયાની જાણ થતા તેમના પત્નિ હિનાબહેન સહિત સમગ્ર પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યુ.

પરિવારે જનસેવાર્થે અંગદાનનો નિર્ણય કર્યો

સ્વજન ગુમાવવાનું સમગ્ર પરિવારને દુ:ખ હતુ. પરંતુ પત્ની હિનાબહેનનું જીવન અંધકારમય બનવા જઇ રહ્યું હતું. તેઓને હરહંમેશ સથવારો અને સધિયારો આપનાર દેવલોક પામી રહ્યાં હતા. કદાચ આ ક્ષણે હિનાબહેનને તેમના બે પુત્રો અને એક પુત્રીના ભવિષ્યની પણ ચિંતા થઇ રહી હશે. આવી ભાવુક ક્ષણે પણ હિનાબહેન એ જનસેવાર્થે જનકલ્યાણનો એક હ્રદયસ્પર્શી નિર્ણય કર્યો. આ નિર્ણય હતો અંગદાનનો.

આજનું રાશિફળ તારીખ : 23 જાન્યુઆરી, 2025
Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક

બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં મળી સફળતા

અમદાવાદ સિવિલ હોસ્પિટલના કાઉન્સેલર્સની 6 થી 7 કલાકની મહેનતના અંતે બ્રેઇનડેડ પતીના અંગદાનનો નિર્ણય કર્યો. મૃત્યુ બાદ પણ મારા પતિ અન્ય કોઇના જીવમાં જીવંત રહેશે કોઇનું જીવન કાર્યક્ષમ અને સ્વસ્થ બનાવશે તેવા ઉમદા ભાવ સાથે તેઓએ પતિના અંગદાન કરવાનો નિર્ણય કર્યો. અંગદાનની સમગ્ર પ્રક્રિયાના અંતે બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી છે. જેને જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરાશે.

આ પણ વાંચો : Ahmedabad: પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારા સામે કોર્પોરેશનની ઝીરો ટોલરન્સની નીતિ, મિલકતને ટાંચમાં લઈ સીલ કરવા સહિતની થશે કામગીરી

48 કલાકમાં બે અંગદાતા પરિવાર દ્વારા અંગદાન થકી 6 લોકોને નવજીવન મળ્યુ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 48 કલાકમાં દાનની સરવાણી વહી. આ 48 કલાકમાં બે અંગદાતા પરિવારજનોએ તેમના બ્રેઇનડેડ સ્વજનનું અંગદાન કર્યું. આ અંગદાનથી 6 લોકોને નવજીવન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમા સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જોષીએ કહ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સતત બે દિવસ અંગદાનની વિરલ ઘટના બની. આ અગાઉ પણ 10 થી 12 વખત સતત બે દિવસમાં બે અંગદાતા પરિવારજનો દ્વારા સ્વજનનું અંગદાન કરવાની ઘટના બની છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article