Ahmedabad: દેશભરમાંથી મોબાઇલ ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ,35 ચોરીના મોબાઇલ સાથે મુંબઈના 6 આરોપીની ધરપકડ

|

Mar 18, 2023 | 6:18 PM

દેશભરમા મોબાઇલ ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ થયો છે. અમદાવાદ રેલ્વે પોલીસે 35 ચોરી ના મોબાઇલ સાથે મુંબઈના 6 આરોપી ની ધરપકડ કરી છે.. આરોપી પાસેથી પોલીસે 8.52 લાખ ના મોબાઇલ કબ્જે કર્યા છે.. સાથે જ દેશભરમા થયેલા મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો છે. મહત્વનું છે કે આરોપીએ અમદાવાદ સહીત ચાલુ ટ્રેને પણ સંખ્યા બંધ ચોરી કરી હોવાનુ સામે આવ્યું છે

Ahmedabad: દેશભરમાંથી મોબાઇલ ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ,35 ચોરીના મોબાઇલ સાથે મુંબઈના 6 આરોપીની ધરપકડ
Ahmedabad Police Arrest Mobile Theft Accused

Follow us on

દેશભરમા મોબાઇલ ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ થયો છે. અમદાવાદ રેલ્વે પોલીસે 35 ચોરી ના મોબાઇલ સાથે મુંબઈના 6 આરોપી ની ધરપકડ કરી છે.. આરોપી પાસેથી પોલીસે 8.52 લાખ ના મોબાઇલ કબ્જે કર્યા છે.. સાથે જ દેશભરમા થયેલા મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો છે. મહત્વનું છે કે આરોપીએ અમદાવાદ સહીત ચાલુ ટ્રેને પણ સંખ્યા બંધ ચોરી કરી હોવાનુ સામે આવ્યું છે. અમદાવાદ સરખેજ પોલીસની કસ્ટડીમાં રહેલા આ 6 આરોપી મૂળ મુંબઈના છે. અને દેશભરમા માત્ર મોબાઇલ ચોરીને અંજામ આપે છે. કોઈ પણ જગ્યાએ ભીડ ભેગી થતી હોય ત્યાં પહોચી જાય છે અને ભીડનો લાભ લઈ મોબાઇલ ચોરી ને અંજામ આપે છે. ઝડપાયેલ આરોપી તારીક પટેલ, સુનિલ કનોજીયા, પપ્પુ વૈશ્ય, જાવેદ શેખ, મોહમદ ખતીફ શેખ અને સાહિલ સૈયદ છે.

ચાલુ ટ્રેને ધક્કા મૂકી કરી  મોબાઇલની ચોરી કરતા હતા

આ તમામ આરોપી પાસેથી પોલીસે 8.52 લાખ ની કિંમતના 35 મોબાઇલ કબ્જે કર્યા છે. આરોપી એ અમદાવાદ ના સરખેજ વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટ માં લાઈવ ઈન કોન્સર્ટ દરમિયાન 20 જેટલા ફોન ચોરી કર્યા હોવાનુ સામે આવ્યુ છે. જેમાથી કેટલાક મોબાઇલ કબ્જે કર્યા છે. જેમાં ઝડપાયેલા છ આરોપીની મોડસ ઓપરેન્ડી પર નજર કરીએ તો, આરોપી ટ્રેનમાં મુંબઈથી અમદાવાદની મુસાફરી કરતા અને ચાલુ ટ્રેનમાં તથા કોઈપણ જગ્યાએ ભીડ ભેગી થઈ હોય, ત્યાં ધક્કા મૂકી કરી ફરિયાદી પાસે રહેલા મોબાઇલની ચોરી કરતા હતા.

અમદાવાદના પાર્ટી પ્લોટમા 20થી વધુ મોબાઇલની ચોરી કરી હોવાનુ સામે આવ્યુ

રેલવે પોલીસે ઝડપેલા આરોપીની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે આરોપી, મુંબઈ થઈ માત્ર ચોરી કરવા માટે જ દેશ ભરની મુસાફરી કરતા હતા અને ચોરીનો મુદ્દામાલ પરત મુંબઈ જઈ વેચી દેતા હતા. સાથે જ અમદાવાદના પાર્ટી પ્લોટમા 20થી વધુ મોબાઇલની ચોરી કરી હોવાનુ સામે આવ્યુ છે.

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

મોબાઈલ ચોરીના ગુનામાં ઝડપાયેલા મુંબઈના છ આરોપીઓની પૂછપરછ પોલીસે શરૂ કરી છે, આરોપીઓ પ્રાથમિક ચાર ગુનાની કબુલાત કરી રહ્યા છે પરંતુ પોલીસને આશંકા છે. કે આરોપીની પૂછપરછ માં અમદાવાદ. ગુજરાત સહિત અન્ય રાજ્યના પણ ગુનાઓ સામે આવશે.જેથી પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવી શરૂ કરી છે.. તારે પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે તે જોવું મહત્વનું છે..

આ પણ વાંચો : Gujarati Video: આજે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની સંભાવના, હજુ બે દિવસ ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ

Published On - 6:12 pm, Sat, 18 March 23

Next Article