Ahmedabad: મેલેરિયા વિભાગના કર્મચારીઓએ 10 મુદ્દા અંગે કરી રજુઆત, માંગ નહીં સંતોષાય તો ઉચ્ચારી આંદોલનની ચીમકી

|

Aug 02, 2021 | 11:16 PM

હેલ્થ મેલેરીયા જનરલ કર્મચારી એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી કે કર્મચારી ઝેરી દવા વચ્ચે કામ કરે છે તો કર્મચારીને કઈ થાય તો તેઓને વારસાઈ હક આપવામાં આવે.

Ahmedabad: મેલેરિયા વિભાગના કર્મચારીઓએ 10 મુદ્દા અંગે કરી રજુઆત, માંગ નહીં સંતોષાય તો ઉચ્ચારી આંદોલનની ચીમકી
Malaria department

Follow us on

વર્ષ 2023 સુધીમાં કોર્પોરેશને શહેરને મેલેરિયા મુક્ત કરવા માટેનો નિર્ણય કર્યો છે. પરંતુ કોર્પોરેશનમાં મેલેરિયા વિભાગમાં (Malaria department) કામ કરવા માટે માણસો જ નથી. આ અમે નહીં પણ ખુદ કર્મચારીઓ જ કહી રહ્યા છે. જેને લઈને આજે શહેરમાં 48 વોર્ડમાં કામ કરતા કર્મચારીઓએ ડીવાયએમસીને રજુઆત કરવા પહોંચ્યા હતા. તેમજ પોતાના પડતર પ્રશ્નો જેવા કે વારસાઈ આપવી, પેટ્રોલ એલાઉન્સ વધારવું, તેમજ બીજા નાના મોટા 10 પ્રશ્નોનોની રજૂઆત પણ કરવામાં આવી હતી.

 

હેલ્થ મેલેરીયા જનરલ કર્મચારી એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી કે કર્મચારી ઝેરી દવા વચ્ચે કામ કરે છે તો કર્મચારીને કઈ થાય તો તેઓને વારસાઈ હક આપવામાં આવે. તેમજ જૂથ વિમાની યોજના લાવી છે, શહેરમાં 48 વોર્ડ આવેલા છે. આ વોર્ડ દરેકની અંદર 10 મજુર તેમજ એક સુપરવાઈઝર મેલેરીયા વિભાગના હોવો જોઈએ.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

પરંતુ હાલ દરેક વોર્ડની અંદર બે મજૂર તેમજ 3થી 4 સુપરવાઈઝર છે. સમયસર ભરતી કરવામાં આવતી ન હોવાના લીધે કામનું ભારણ વધ્યું છે. પેટ્રોલ એલાઉન્સ અને વોસિંગ એલાઉન્સ વધારવામાં આવે તેમજ પ્રમોશન સહિતની 10 માંગ કરવામાં આવી છે.

 

મેલેરિયા વિભાગમાં કામ કરતા કર્મચારીઓએ જણાવ્યું હતું કે દરેક નવા ડીવાયએમસીને પોતાની જૂની માંગણી અંગે વારંવાર રજૂઆત કરવામાં આવે છે, પરંતુ તેઓની માંગણીઓનું નિરાકરણ આવી નથી રહ્યું માટે આગામી દિવસોમાં જો તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો તેઓ આ કામથી અળગા રહીને પોતાનું હડતાલનું શસ્ત્ર ઉગામશે અને ઉગ્ર આંદોલન કરશે.

 

ત્યારે જોવાનું એ રહે છે કે મલેરિયા વિભાગના કર્મચારીઓની માંગ પર હેલ્થ વિભાગ અને AMC શું નિર્ણય કરે છે કે પછી રોગચાળા વચ્ચે AMC કર્મચારી અને શહેરીજનોને રઝળતા મૂકી દે છે.

 

 

આ પણ વાંચો : Jamnagar : 57 વિવિધ સરકારી યોજનાની કામગીરી એક સ્થળ પર, મોટી સંખ્યામાં લોકોએ લાભ મેળવ્યો

 

Next Article