Ahmedabad : AMC ની સ્ટેન્ડિંગ કમિટીનો મોટો નિર્ણય, ટૂંક સમયમાં શરૂ થશે VS હોસ્પિટલનું કામ

Ahmedabad : AMC ની સ્ટેન્ડિંગ કમિટીનો મોટો નિર્ણય, ટૂંક સમયમાં શરૂ થશે VS હોસ્પિટલનું કામ

| Edited By: | Updated on: Nov 05, 2021 | 9:53 PM

ટૂંકસમયમાં VS હોસ્પિટલનું કામ શરૂ થશે તેમજ હોસ્પિટલની સ્પેશિયાલિટી સેવા પણ યથાવત રહેશે. આ નિર્ણય આવતા જ કોંગ્રેસે લાભ ખાટવાનો કર્યો પ્રયાસ કર્યો હતો.

આખરે AMC એ અમદાવાદની સૌથી જૂની વી.એસ. હોસ્પિટલમાં સ્પેશિયાલિટી સેવાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે અને ટૂંક સમયમાં વી.એસ. હોસ્પિટલના નવા ઇમારતનું કામ શરૂ થશે. મહત્વપૂર્ણ છે કે વી.એસ. હોસ્પિટલને કાર્યરત કરવાનો મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો અને વિપક્ષે આ મુદ્દે ભારે વિરોધ પણ નોંધાવ્યો હતો. AMC એ સ્ટેન્ડિંગ કમિટીમાં વી.એસ. હોસ્પિટલના કામને મંજૂર કરતા જ કોંગ્રેસે વાહવાહીની તક ઝડપી લીધી છે અને પોતાના વિરોધને પગલે ન્યાય મળ્યો હોવાનો મત કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વ્યક્ત કર્યો છે.

AMC ના આ નિર્ણયથી VS હોસ્પિટલને નવજીવન મળશે. ટૂંક સમયમાં VS હોસ્પિટલનું કામ શરૂ થશે તેમજ હોસ્પિટલની સ્પેશિયાલિટી સેવા પણ યથાવત રહેશે. આ નિર્ણય આવતા જ કોંગ્રેસે લાભ ખાટવાનો કર્યો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે અમારી લડત આખરે રંગ લાવી.

 

આ પણ વાંચો : છેતરપિંડીના કેસમાં કોર્ટે કિરણ ગોસાવીને 8 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો, આર્યન ખાન ડ્રગ્સ કેસમાં છે સાક્ષી

Follow Us
Loading...
Unable to load recommendations.