Ahmedabad: પ્રેમલગ્ન પર માતા-પિતાની મંજૂરીવાળા CMના નિવેદન પર નેતાઓ આવ્યા સમર્થનમાં, કોંગ્રેસના MLA ઈમરાન ખેડાવાલાએ કહ્યું, બીલ આવશે તો કરીશ સમર્થન

|

Aug 02, 2023 | 10:12 AM

Ahmedabad: પ્રેમલગ્ન કરનારા યુગલ અંગે મુખ્યમંત્રીએ આપેલુ એક નિવેદન આજકાલ ઘણુ ચર્ચામાં છે. પ્રેમ લગ્નમાં માતા-પિતાની સહમતી અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવેદનના સમર્થનમાં હવે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પણ આવ્યા છે. અને તેમણે આ બાબતે સરકારના નિર્ણયનું સમર્થન કર્યુ છે.

Ahmedabad: પ્રેમલગ્ન પર માતા-પિતાની મંજૂરીવાળા CMના નિવેદન પર નેતાઓ આવ્યા સમર્થનમાં, કોંગ્રેસના MLA ઈમરાન ખેડાવાલાએ કહ્યું, બીલ આવશે તો કરીશ સમર્થન

Follow us on

Ahmedabad: ગુજરાતમાં પ્રેમ લગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત બનાવવાની માંગ વધુ એકવાર પ્રબળ બનતી જોવા મળી રહી છે. મહેસાણાના નુગર ગામ ખાતે સરદાર પટેલ સેવા દળ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બંધારણ ના નડે એ રીતે પ્રેમ લગ્ન બાબતે અભ્યાસ કરીશું એવું નિવેદન આપ્યા બાદ કોંગ્રેસના મુસ્લિમ ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ મુખ્યમંત્રીને સમર્થન આપતા જાહેરાત કરી કે જો ભાજપ વિધાનસભામાં આ અંગેનો કાયદો લાવશે તો હું એમને સમર્થન આપીશ.

બંધારણ ન નડે તે રીતે દીકરીઓના પ્રેમલગ્ન બાબતે ચોક્સ વ્યવસ્થા કરીશુ- CM

વ્યક્તિ અને વિચાર સ્વતંત્રતાના યુગમાં પ્રેમલગ્ન કરવામાં માતાપિતાની મંજૂરી જરૂરી હોવાનું માનવાવાળો વર્ગ વધી રહ્યો છે. એક બાદ એક રાજકીય આગેવાનો આ અંગે ખુલીને વાત કરી પ્રેમલગ્નમાં માતાપિતાની મંજૂરી અંગેનો કાયદો લાવવાની હિમાયત કરી રહ્યા છે. મહેસાણા જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે દીકરીઓ ભાગીને પ્રેમલગ્ન કરે છે, તે બાબતે માતા-પિતાની સંમતિ થાય તે અંગે વિચારવું જોઈએ તેમ સૂચન કર્યા બાદ મુખ્યમંત્રીએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે આ અંગે સ્ટડી કરીશું અને બંધારણ ના નડે તે રીતે દીકરીઓના પ્રેમલગ્ન બાબતે કોઈ ચોક્કસ વ્યવસ્થા કરીશું. મુખ્યમંત્રીની આ હકારાત્મક હામી બાદ ગુજરાતના એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા એ પણ ટ્વીટ કરી વીડિયો જારી કરતા મુખ્યમંત્રીની વાતને સમર્થન જારી કર્યું છે.

 

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

ખેડાવાળાએ કેમ કહ્યું કે હું ભાજપને સમર્થન આપીશ !

ઇમરાનખેડાવાળાએ જણાવ્યું કે ગુજરાતમાં પ્રેમ લગ્નમાં વાલીની મંજૂરી ફરજિયાત બનાવવામાં આવે એ આજના સમયની તાતી જરૂરત છે. કેમકે 18-20 વર્ષ સુધી માતા-પિતા દીકરીનો ઉછેર કરે અને પ્રેમમાં પાગલ યુવતી કોઈપણ બેરોજગાર, વ્યસની કે અન્ય યુવક સાથે લગ્ન કરી જિંદગી બરબાદ કરે છે. લવ મેરેજમાં વાલીની મંજૂરી ફરજિયાત કરવા અંગે અભ્યાસ કરવાની મુખ્યમંત્રી વાત કરી રહ્યા છે, ત્યારે લગ્નમાં મા-બાપની સંમતિનો કાયદો લાવવામાં આવશે તો હું વિધાનસભામાં સરકારને સમર્થન આપીશ.

ફતેહસિંહ અને ગેનીબેન ઠાકોરે પણ માતાપિતાની મંજૂરીનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવ્યો હતો

વિધાનસભા ચૂંટણી બાદ ફેબ્રુઆરી માર્ચ 2023 ના બજેટ સત્રમાં ભાજપના કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે પણ કાયદા મંત્રી સમક્ષ વિધાનસભા ગૃહમાં કોર્ટ મેરેજમાં માતા-પિતાની સહી ફરજિયાત બનાવવા માંગ કરી હતી. તેમજ જ્યાં જન્મ થયો હોય ત્યાં જ લગ્નની નોંધણી થવી જોઈએ કારણ કે કેટલાક લવ મેરેજ કરનાર અન્ય જિલ્લાની કોર્ટમાં જઈ લવ મેરેજ કરતા હોય છે. આ સિવાય કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ સહકાર આપતા પ્રેમલગ્નમાં પંચ કે માતાપિતાની સાહિની હિમાયત કરી હતી. એ પૂર્વે પણ ઠાકોર સમાજના સંમેલનમાં પ્રેમલગ્ન અંગે કાયદાની માંગ ગેનીબેન ઠાકોરે જ ઉઠાવી હતી.

આ પણ વાંચો: Ahmedabad : કોંગ્રેસ જિલ્લા પ્રમુખોની બેઠકમાં શક્તિસિંહે કરી સ્પષ્ટ વાત, સક્રિય ન હોય એ સ્વેચ્છાએ પદ પરથી ઉતરી જાય

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:37 am, Tue, 1 August 23

Next Article