Education: ધોરણ-8 ના વિદ્યાર્થીઓ માટે લેવાયેલી પરીક્ષામાં મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓને જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ યોજનાનો લાભ આપવામાં આવશે. ન.પ્રા.શિ.સમિતિ, અમદાવાદની જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ યોજનામાં 1006 વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે તેમજ જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપ યોજનામાં 1220 વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓ રાજય સરકારની આ યોજનાઓનો લાભ મેળવી શકે તેમજ અન્ય વિદ્યાર્થીઓ તેમજ વાલીગણને આ યોજનાઓ લાભ મળી શકે તે હેતુથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ હસ્તકની 449 શાળાઓમાં આજરોજ વાલી મિટિંગ યોજાઇ.
શાળાઓમાં પ્રવેશ મેળવશે તેવા વિધાર્થીઓને સ્કોલરશીપનો લાભ ધોરણ 6 થી શરૂ કરી ધોરણ 12 પૂર્ણ કરે ત્યાં સુધી નીચે મુજબ મળવા પાત્ર રહેશે.
જે વિધાર્થીઓ સસ્કારી અથવા કોઈપણ અનુદાનિત શાળાઓમાં ધોરણ માં પ્રવેશ મેળવીને ધોરણ 6થી 12નો અભ્યાસ આ શાળાઓમાં વિનામૂલ્યે મેળવવાનું ચાલુ રાખે તેવા વિદ્યાર્થીઓને ની:શુલ્ક અભ્યાસ ઉપરાંત નીચે મુજબની વધારાની સ્કોલરશીપ આપવામાં આવશે.
જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ અંતર્ગત મળતા લાભ
A જે વિદ્યાર્થીઓ રાજ્ય સરકાર દ્વારા નિયત ધારાધોરણ મુજબ પસંદ કરેલ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ ૯માં પ્રવેશ મેળવશે તેવા વિદ્યાર્થીઓને સ્કોલરશીપનો લાભ ધોરણ હથી શરૂ કરીને ધોરણ ૧૨ પૂર્ણ કરે ત્યાં સુધી નીચે મુજબ મળવા પાત્ર રહેશે,
જે વિધાર્થીઓ સરકારી અથવા કોઈપણ અનુદાનિત શાળાઓમાં ધોરણ 9માં પ્રવેશ મેળવીને ધોરણ હથી 12નો અભ્યાસ આ શાળાઓમાં વિનામૂલ્યે મેળવવાનું ચાલુ રાખે તેવા વિધાર્થીઓને નોંશુલા અભ્યાસ ઉપરાંત નીચે મુજબની વધારાની સ્કોલરશીપ આપવામાં આવશે.
સ્કૂલ બોર્ડના અધિકારીઓ, શાળાના મુખ્ય શિક્ષક દ્વારા 14000 જેટલા વાલીગણને હાજર રાખી આ બન્ને યોજનાઓની માહિતી આપવામાં આવી. આ ઉપરાંત વાલીગણને બાલવાટિકા, રાજય સરકારના સ્કૂલ્સ ઓફ એકસલન્સ, વિદ્યાદિપ યોજના, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદની સ્માર્ટ શાળા યોજના વગેરેની માહિત આપવામાં આવી.
આ પણ વાંચો : સરદાર સરોવરમાં પાણીની આવક1.35 લાખ પહોંચી, 124 મીટરની જળસપાટી વટાવી
ગુજરાત સરકારે શિક્ષણ માટે ગરીબ અને મધ્યમવર્ગના વાલીના બાળકો પણ ઉચ્ચ શિક્ષણ લઇ શકે તે માટે રાજય સરકારની કરોડો રૂપિયાની યોજનાઓ જાહેર કરી છે ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓએ રાજયસરકારની આ યોજનાઓ માટે સારા પ્રતિસાદ આપી યોજનાઓને આવકારી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો