Ahmedabad: ATM ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઇ,ચોરીના ગુનાને અંજામ આપવા આરોપીઓ ફ્લાઇટથી મુસાફરી કરીને આવતા અને હાઇફાઈ હોટલમાં રોકાણ કરતા,જે બાદ ઓનલાઈન બાઇક અને ગેસ કટરની ખરીદી કરી ચોરી કરવા રેકી કરતા,જ્યાં સિક્યુરિટી ગાર્ડ વગરના ATM મશીનને ટાર્ગેટ કરી ચોરી કરી ફ્લાઈટથી ફરાર થઇ જતા કોણ છે આ ATM ચોર જેણે દેશભરના અનેક રાજ્યોના ATM મશીન તોડીને ચોરીને અંજામ આપ્યો છે.
પોલીસ પકડમાં રહેલ કાળા બુરખામાં ઉભો આરોપી સમરજીતસિંઘ અરોડા અને રવિન્દ્રસિંઘ ગીલ ATM ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. બન્ને આરોપી પૈકી આરોપી સમરજેતસિંઘ અરોડાએ દેશભરમાં અનેક રાજ્યોના ATM ચોરી કરી ચુક્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ઝોન 4 ડીસીપીનો LCB સ્કોર્ડએ બન્ને આરોપી પંજાબથી ધરપકડ કરવામાં આવી છે.
બન્ને આરોપી ATM ની ચોરી કરવા ફ્લાઇટ મારફતે અમદાવાદ આવ્યા હતા. જ્યાં એરપોર્ટ પાસે એક હોટલમાં રોકાયા હતા ત્યાં આરોપીઓ બનાવટી આધાર કાર્ડ આપી હોટલમાં રોકાણ કર્યું. જે બાદ આરોપી OLX પરથી બાઇક ખરીદ્યું અને ઓનલાઈન ગેસ કટર શોપ પરથી ગેસ કટર સહિતનો સમાન ખરીદ્યો હતો. બાદમાં આરોપી સિક્યુરિટી ગાર્ડ વગરના ATM મશીન ગુગલ આધારે અલગ અલગ વિસ્તારમાં રેકી કરી હતી.
જેમાં મેઘાણીનગરના ભાર્ગવ રોડ પર ઇન્ડસ બેન્કના ATM મશીન ટાર્ગેટ કર્યું. જ્યાં બન્ને આરોપી 17 સપ્ટેમ્બરની રાત્રીના ATM મશીનમાં પ્રવેશ કરી CCTV પર સ્પ્રે છાંટી દીધું અને ગેસ કટરથી ATM મશીન તોડીને 10 લાખથી વધુની રોકડ લઈ આરોપી ફરાર થઈ ગયા હતા. બન્ને આરોપી ચોરી કરી પરત ફ્લાઈટથી દિલ્હી જતા રહ્યા હતા.
પકડાયેલ આરોપીઓની તપાસ કરતા સામે આવ્યું કે ATM ચોરીનો મુખ્ય આરોપી સમરજેતસિંઘ અરોડા છે. જે મૂળ પંજાબનો રહેવાસી છે અને ATM ચોરી કરવા અલગ અલગ સાગરીતો સાથે લઈને દેશભરમાં અન્ય રાજ્યોમાં ATM ચોરી કરવા લઈ જતો હતો. જેથી આરોપી સમરજેતસિંધના મહારાષ્ટ્ર, કર્ણાટક, ઓડીસા, પંજાબ અને રાજસ્થાનમાં પણ ATM તોડી ચોરી કર્યાના ગુના નોંધાઇ ચુક્યા છે. આમ માત્ર ATM ચોરી નહિ પરંતુ આરોપી વિરુદ્ધ હત્યા અને હત્યાના પ્રયાસ,મારામારીના ગુના પણ દાખલ થઈ ચૂક્યા છે.
પોલીસે બન્ને આરોપી વિરુદ્ધ વધુ એક ગુનો નોંધ્યો છે કારણકે બનાવટી આધાર કાર્ડ બનાવ્યું હતું. જેથી આરોપી કોની પાસે ડુપ્લીકેટ આધાર કાર્ડ બનાવ્યું હતું. ત્યારે આરોપી સમરજેતસિંઘ અરોડા ક્રિકેટના સટ્ટો રમવાની લત હોવાથી ATM તોડી પૈસાની ચોરી કરેલ પૈસા ક્રિકેટ સટ્ટામાં લગાવતો હતો. મેઘાણીનગર ATM માં ચોરી કરેલા 6 લાખથી વધુ પૈસા ક્રિકેટ સટ્ટામાં લગાવ્યા હોવાનું કબૂલાત કર્યું છે. ત્યારે આ ગેંગમાં અન્ય કેટલા સાગરીત છે જેને લઈ તપાસ શરૂ કરી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો