Ahmedabad Gujarati Video: ઉત્પાત મચાવનારા અસામાજિક તત્વોને કાજલ હિન્દુસ્તાનીની ચેતવણી
વડોદરા-ભરૂચમાં પથ્થરમારાને લઇ કાજલ હિન્દુસ્તાનીનું મોટું નિવેદન સામે આવ્યું છે. કાજલ હિન્દુસ્તાનીએ સુન્ની મુસ્લિમ સમાજને ચેતવણી આપી છે. હિન્દુ તહેવારમાં તોફાન મચાવનાર તત્વોને સાચવો તેમ કહ્યું. જોકે I.N.D.I.A આવા તત્વોને સહકાર આપી રહ્યું છે. તેમ જણાવ્યુ.
કાજલ હિન્દુસ્તાની એ ફરી મુસ્લિમ સમાજને ચેતવણી આપી છે. વડોદરા અને ભરૂચમાં યાત્રા પર થયેલા પથ્થરમારાને લઈ કાજલ હિન્દુસ્તાની આકરા પાણીએ જોવા મળ્યાં. કાજલ હિન્દુસ્તાનીએ કહ્યું કે હિન્દુ તહેવારમાં તોફાન મચાવનાર તત્વોને મુસ્લિમ સમાજ સાચવીને રાખે તેવી ચેતવણી આપી.
આ પણ વાંચો : Jamnagar: બે દિવસમાં બે વાનગી માંથી નીકળી જીવાત, પિત્ઝામાં જીવાત દેખાતા ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video
આવા ઉત્પાત મચાવનારા અસામાજિક તત્વોનો બહિષ્કાર કરવા પણ સલાહ આપી. સાથે જ કાજલે દાવો કર્યો કે છેલ્લા થોડા મહિનામાં રાજ્યમાં 18 ટાર્ગેટ કિલિંગની ઘટના બની છે. I.N.D.I.A અસામાજિક તત્વોને સહકાર આપતું હોવાનો પણ આરોપ લગાવ્યો છે. તેમણે ટકોર કરી હતી કે આવા તત્વોને મુસ્લિમ સમાજ ઘરમાં પૂરીને રાખે. વડોદરા-ભરૂચમાં પથ્થરમારાને લઇ મોટું નિવેદન આપ્યું હતુ.
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
