Ahmedabad : દસક્રોઈના મેશ્વો નદી પરના મેજર બ્રિજનું શનિવારે લોકાર્પણ, ચાર જિલ્લાના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે

|

Mar 04, 2022 | 6:15 PM

મેશ્વો નદી પર બ્રિજ બનવાથી હીરાપુર, હરણીયાવ, ભુવાલ, મામાકાના, ઉન્દ્રેલ તેમજ ચાંદિયલ, રણોદરા, ચવલજ તથા અન્ય આસપાસના  ગામોના અંદાજે  32  હજારથી વધુ નાગરિકોને લાભ મળશે.

Ahmedabad : દસક્રોઈના મેશ્વો નદી પરના મેજર બ્રિજનું શનિવારે લોકાર્પણ, ચાર જિલ્લાના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે
Gujarat River Bridge (File Image)

Follow us on

અમદાવાદ(Ahmedabad)  જિલ્લાના દસક્રોઈ(Daskroi)  તાલુકાના ચાંદીયલ રણોદરા ચવલજ રોડથી ભાવડા ઉન્દ્રેલ ભીતીયાને જોડતા મેશ્વો નદી(Meshwo River Bridge)  પરના મેજર બ્રિજનું  શનિવાર 5  માર્ચ-2022 ના રોજ કેન્દ્રીય રાજય કક્ષાના મંત્રી દેવુસિંહ ચૌહાણ અને રાજયના માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે લોકાર્પણ કરાશે અને બ્રિજ ઉદઘાટન સ્થળેથી બે ઈલેક્ટ્રિક બસને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવશે.આ બ્રિજથી અમદાવાદ, મહીસાગર, ખેડા તથા અન્ય જિલ્લાના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે. વર્ષ 2017-18 માં આ બ્રિજ માટે અંદાજિત રૂ. 11  કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ બ્રિજ આર.સી.સી. સોલિડ સ્લેબ પ્રકારનું સ્ટ્રક્ચર ધરાવે છે. બ્રિજની કુલ લંબાઈ 132  મીટરની તથા પહોળાઈ 7.50  મીટર છે, જેમાં 12  મીટરના કુલ 11  ગાળાનો સમાવેશ થાય છે. તદુપરાંત બન્ને બાજુના ગામોને જોડતા કુલ 2  કિમી એપ્રોચ રસ્તાનુ વાઈડનીંગનુ ડામર કામ પૂર્ણ થયું છે.

બ્રિજ ઔદ્યોગિક વિકાસ  અને આંતરિક વાહન વ્યવહાર માટે અગત્યનો

આ બ્રિજ બનવાથી હીરાપુર, હરણીયાવ, ભુવાલ, મામાકાના, ઉન્દ્રેલ તેમજ ચાંદિયલ, રણોદરા, ચવલજ તથા અન્ય આસપાસના  ગામોના અંદાજે  32  હજારથી વધુ નાગરિકોને લાભ મળશે. વધુમાં આ બ્રિજ અમદાવાદ-ઈન્દોર નેશનલ હાઈવે, અમદાવાદ રીંગરોડ તથા અમદાવાદ મહેમદાવાદ હાઈવેથી અમદાવાદ, મહીસાગર, ખેડા તથા અન્ય જિલ્લા અને તાલુકાને જોડતો અગત્યનો રસ્તો છે. આ બ્રિજ ઔદ્યોગિક વિકાસ માટે તથા આંતરિક વાહન વ્યવહાર માટે ખૂબ જ અગત્યનો પુરવાર થશે.

25 કિલોમીટરનું અંતર હવે માત્ર 1 કિલોમીટર નુ જ રહ્યુ

મહત્વપૂર્ણ છે કે, આ બ્રિજના નિર્માણ પહેલા ચવલજથી ભીતીયા જવા માટે ચાંદિયલ-રણોદરા-ચવલજ રોડ થઈ અમદાવાદ-ઈન્દોર રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ભાવડા-ઉન્દ્રેલ-મામાકાના રોડથી મામાકાના-ભીતીયા રોડ 25 કિલોમીટરનું અંતર કાપવુ પડતુ હતુ, જે હવે માત્ર 1 કિલોમીટરનુ જ રહ્યુ છે. આ હાઈ લેવલ સબમર્સિબલ બ્રિજ એપ્રોચ રસ્તા સાથે બનવાથી નાગરિકોને યાતાયાત માટે વધુ સુગમતા રહેશે. સાથે જ નજીકના ભવિષ્યમાં ગ્રામજનોને કૃષિ, ઔદ્યોગિક, શૈક્ષણિક તથા રોજગારી અર્થે ભવિષ્યમાં સોનેરી તકો ઉપલબ્ધ થશે.

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

આ પણ વાંચો : PM Modi એ વડનગરની જે શાળામાં અભ્યાસ કર્યો હતો તેનો હેરિટેજમાં સમાવેશ, બનશે પ્રેરણા કેન્દ્ર 

આ પણ વાંચો : અમદાવાદ: એલિસબ્રિજ પર પીક અવર્સમાં એક કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

 

 

Published On - 6:14 pm, Fri, 4 March 22

Next Article