રામકથાકાર મોરારી બાપુ દેશમાં કે વિદેશમાં ઘટતી કુદરતી આપદા જેવી કે ભૂકંપ, પૂર જેવી ઘટનામાં પીડિતોને મદદરૂપ થવા માટે નાની મોટી સહાય અચૂક મોકલે છે. જ્યારે રાજ્યમાં ગઈકાલે શનિવારે (06.05.23) ઘટેલી બે ગોજારા અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોને પણ મદદ માટે હાથ લંબાવ્યો છે. ગઈકાલે સુરત અને બારડોલી વચ્ચે કાર અને ડમ્પર વચ્ચે ગોજારા અકસ્માતમાં એક જ પરિવારના 6 લોકોના મોત થયા હતા. ત્યારે આ મૃતકોના પરિજનો પ્રત્યે મોરારી બાપુએ સંવેદના વ્યક્ત કરી પ્રત્યેક મૃતકના પરિવારને 11 હજાર લેખે કુલ મળીને 66 હજારની સહાય અર્પણ કરી છે.
આ તરફ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક એક છકડો રિક્ષા પુલ પરથી નીચે ખાબક્તા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ મૃતકોના પરિજનોને પણ મોરારીબાપુ દ્વારા 33 હજારની સહાય રાશિ અર્પણ કરવામાં આવી છે.
આ અગાઉ સર્બિયાની શાળામાં એક વિદ્યાર્થીએ આડેધડ અને અંધાધૂંધ ગોળીબાર કરી શિક્ષકો સહિત નવ લોકોના મોત થયા હતા. રામકથાના વિદેશ સ્થિત શ્રોતાએ દ્વારા આ ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારજોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને તેની વિગતો મળતા જ મોરારીબાપુ દ્વારા સહાય રાશિ પહોંચતી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યુ છે.
આ પણ વાંચો: PM Modi ના માતા હીરા-બા ના નિધન પર મોરારી બાપુએ કહ્યું પરિવારને મારા ‘જય શ્રી રામ’, સાંભળો VIDEO
આ ઉપરાંત આફ્રિકાના રવાન્ડામાં ભયાનક પુર આવવાથી 130 જેટલા લોકોના મોત નિપજયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા વર્ષો પહેલા પૂજ્ય બાપુએ રવાન્ડા ખાતે રામકથા કરી હતી. રવાંડાની કુદરતી આપદાની ઘટનાની વિગતો પણ મેળવવામાં આવી છે અને નાઈરોબી – કેન્યા સ્થિત રામકથાના શ્રોતા દ્વારા રવાંડાના પુરગ્રસ્ત લોકોને પણ સ્થાનિક ચલણમાં સહાય અર્પણ કરવામાં આવી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…