અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરી એક વખત હત્યાનો બનાવ સામે આવ્યો હતો. ગત 12 તારીખના શહેરના બાપુનગરમાં હત્યાનો બનાવ બન્યો હતો. જોકે પોલીસે સમગ્ર મામલે પિતા પુત્ર અને અન્ય એક સગીર સહિત ચાર આરોપીની ધરપકડ કરી છે. પોલીસે જમાલ અહેમદ શેખ, છોટુ જમાલ અને અલતમસ જમાલની ધરપકડ કરી છે. આ પિતા પુત્રએ ઝઘડાની અદાવતમાં બાપુનગરમાં રહેતા મોહમદ શાહિદ ઉર્ફે ટીટોડીની હત્યા કરી હતી. જેમાં પિતા અને ત્રણ પુત્રોએ ભેગા મળી યુવકને છરી અને લાકડીના ફટકા મારી હત્યા કરી.
સમગ્ર ઘટનાની હકીકત અનુસાર તો મૃતક શાહિદ ઉર્ફે ટીટોડી અને આરોપીઓ બાપુનગરની મણિલાલ મધુરદાસની ચાલીમાં રહે છે. મૃતક મોહમદ શાહિદે આરોપી જમાલ એહમદના પુત્ર છોટુ અહેમદને સામાન્ય બોલાચાલી થઈ હતી. જેમાં શાહિદએ છોટુને લાફો માર્યો હતો. જેની અદાવત રાખીને આરોપી પિતા જમાલ અહેમદ અને ત્રણ પુત્રોએ ભેગા મળીને મોહમદ શાહિદને રોડ પર તેની સાથે ઝઘડો કરી છરીથી હુમલો કરીને હત્યા કરી દીધી.
આરોપી જમાલ અહેમદ શેખ અને તેના ત્રણ પુત્રો છોટુ જમાલ અને અલ્તમસ જમાલએ તેમજ સગીર દીકરાની પોલીસે ધરપકડ કરી છે. જેમાં આરોપી અલતમસ વિરુદ્ધ એક ગુનો નોંધાયો છે. જ્યારે મૃતક શાહિદ પણ હિસ્ટ્રીશીટર હોવાનું સામે આવ્યું છે. તેની વિરુદ્ધ મારામારી, ચોરી નાર્કોટિક્સ સહિતના અલગ અલગ 16 જેટલા ગુના નોંધાયા છે. આ કેસના ફરિયાદી પણ ગુનાહિત ઇતિહાસ ઘરાવે છે અને તેની વિરુદ્ધ પણ 9 જેટલા ગુનાઓ નોંધાયા છે.
તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ બાપુનગર રોડ પર મોહમદ શાહિદની હત્યા કરવા રાહ જોઇને બેઠા હતા. તેવામાં જ મૃતક શાહિદ ઘર પાસેથી પસાર થયો અને આરોપી પિતા પુત્રોએ બીભત્સ ગાળો બોલી ઝપાઝપી કરવાની શરૂ કરી હતી. જે બાદ આરોપી પિતા જમાલ અહેમદ તેનો પુત્ર છોટુ જમાલ પોતાની પાસેના લાકડાના દંડાથી મોહમદ શાહિદ માથામાં એક એક ફટકો મારી નીચે પાડી દઈ આરોપી અલ્તમસ જમાલ અને સગીર બન્ને જણાએ પેન્ટના ખિસ્સામાંથી છરી કાઢી મોહમદ સાહિદ ઉપરા છાપરી છરીના ધા ઝીકી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. બાપુનગર પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી. ગુનાહિત ઇતિહાસ ધરાવતા મૃતક શાહિદની હત્યા પાછળ સામાન્ય ઝઘડાની અદાવત છે કે અન્ય કોઈ કારણ છે જે મુદ્દે તપાસ માટે આરોપીના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ શરૂ કરી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 10:27 pm, Mon, 15 May 23