ICSE ધોરણ 10 નું પરિણામ (result) જાહેર થયું છે જેમાં દેશભરમાં ગુજરાત (Gujarat) નાં વિદ્યાર્થીઓ (students) એ નામ રોશન કર્યું છે. ગુજરાતમાંથી દર્શન તલાટી અને દિશિતા કોમરે દેશભરમાં નામ રોશન કર્યું છે. દર્શન તલાટી અને દિશિતાએ ઓલ ઇન્ડિયાના મેરીટમાં 39મો ક્રમ પ્રાપ્ત કરી રાજ્ય અને પરિવારનું નામ રોશન કર્યું છે. કહેવાય છે ને કે અથાક પરિશ્રમ એ સફળતાની ચાવી છે. અને આ કહેવતને અમદાવાદના દર્શન તલાટી અને દિશિતા કોમરે સાર્થક કરી બતાવી છે. તાજેતરમાં જ ICSE ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. જેમાં દેશમાં ત્રીજા સ્થાને તેમજ ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર અમદાવાદના બે વિદ્યાર્થીઓ છે.
વિદ્યાર્થીઓમાં રાજ્યમાં પ્રથમ ક્રમે દર્શન તલાટીએ સ્થાન મેળવ્યું છે. દર્શન બાળપણથી જ અથાગ મહેનત કરતો હતો. કિંબોર્ડ અને વાંચન જેવા શોખ સાથે દર્શન ભણવામાં પૂરતો સમય આપતો હતો. દર્શને કોરોના કાળ દરમ્યાન ટ્રાવેલિંગ સમય બચ્યો તે દરમ્યાન વધુ વાંચનમાં મહેનત કરી હતી. દર્શનના પરિણામથી પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને દર્શન ને આગળ એન્જીનીયર બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. દર્શનના પરિવાર પણ તેના ગોલને સાર્થક કરવા મહેનત કરી રહ્યો છે.
ગુજરાતમાં આઇપીએસ કેડરના અધિકારી નરસિંમ્હા કોમરના પુત્રી દિશિતા કોમર પણ દેશમાં ત્રીજો અને રાજ્યમાં પ્રથમ નંબરે ઉતીર્ણ થયા છે. પહેલે થી જ ટ્યુશન વગર અભ્યાસ કરી રહેલી દિશિતા એમબીબીએસ તબીબ બનવા માંગે છે. દીક્ષિતા પણ ભણતરની સાથે તેના અન્ય શોખમાં સમયે ફાળવતી હતી આ ઉપરાંત સ્કૂલમાં જે અભ્યાસ કરવામાં આવે તેમાં મુદ્દાસર અભ્યાસ કરતી હતી. દિશિતા તેના શિક્ષકોઓ અને પરિવારને તેમની આ સિદ્ધિનો શ્રેય આપે છે.
દર્શન અને દિશિતાએ અથાગ મહેનત અને પરિશ્રમ થકી આજે પોતાના પરિવાર અને સ્કૂલ તેમજ ગુજરાતનું નામ રોશન કર્યું છે. ભલે કોરોના કાળ હોય કે અન્ય કોઈ મુસીબત પણ યોગ્ય રીતે મહેનત અને સ્માર્ટ વર્ક દ્વારા સપના અને સિદ્ધિઓ કઈ રીતે સાકાર કરી શકાય તે આ બંને વિદ્યાર્થીઓએ બતાવી દીધું છે. ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર અમદાવાદના બે વિદ્યાર્થીઓ છે તેથી તેમણે ગુજરાતની સાથે સાથે અમદાવાદનું નામ પણ રોશન કર્યું છે.