Tomato Prices: ગુજરાતી અને તેમાં પણ અમદાવાદી એટલે ખાવાના શોખીન. જેવો વિવિધ વાનગી માણવામાં માહેર છે, અને તેમાં પણ સલાડ અને શુપ મળે તો ચાર ચાંદ લાગી જાય. પણ આ જ અમદાવાદીઓની વાનગી માંથી ટામેટા શુપ, સલાડ અને અય ટામેટાની વાનગીઓ ફીકી પડી છે.
કેમ કે ટામેટાના ભાવે ઐતિહાસિક સદી વટાવી છે. એટલે કે ટામેટા હાલ 200 થી લઈ 250 રૂપિયે કિલો મળી રહ્યા છે. જેના કારણે ટામેટા લેવા કે નહીં તે લોકો માટે પ્રશ્ન સર્જાયો છે. કેમ કે શાકભાજીમાં હાલ ટામેટા સૌથી વધુ મોંઘા મળી રહ્યા છે.
જમાલપુર એપીએમસી માર્કેટમાં ટામેટા હાલ 160 રૂપિયે કિલો મળી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે હોલસેલમાં જો 160 રૂપિયા ભાવ હોય તો રિટેલમાં તેનાથી વધુ ભાવ હોય. જમાલપુર એપીએમસીમાં 160 રૂપિયા કિલો મળતા ટામેટા એપીએમસીની બહારના બજારમાં 200 રૂપિયા કિલો મળી રહ્યા છે. અને તે ટામેટા સેટેલાઈટ, આંબાવાડી, નવરંગપુરા, મણીનગર, નારણપુરા જેવા વિસ્તારમાં પહોંચી ને 250 રૂપિયા કિલો વહેંચાઈ રહ્યા છે. જેના કારણે લોકો તેમના વિસ્તાર છોડીને જમાલપુર, કાલુપુર જેવા વિસ્તારો માં ટામેટા લેવાની પસંદગી કરી રહ્યા છે.
આ તો ભાવ મોટા બજારોના થયા, પરંતુ અલગ અલગ વિસ્તારમાં અને તેમાં પણ પોસ વિસ્તારમાં આ ભાવ કરતાં વધુ ભાવે ટામેટા વહેંચાઈ રહ્યા છે, અને જો જમાલપુર એપીએમસીના વેપારીઓનું માનીએ તો તેમના 30થી 40 વર્ષના કારકિર્દીમાં આટલો ભાવ વધારો તેઓએ પહેલી વખત જોયો છે, વેપારી અને APMC ના સેક્રેટરીનું કહેવું છે કે અગાઉ ટામેટા 80 થી 90 રૂપિયે કિલો ત્રણ વર્ષ પહેલા પહોંચ્યા હતા.
પરંતુ આટલો ભાવ વધારો તેમણે તેમની કારકિર્દીમાં ક્યારેય જોયો નથી. પરંતુ આ વર્ષે ટામેટાના ભાવે જ તેના રેકોર્ડ વટાવી દીધા છે અને ડબલ સદી કરતા પણ વધારે ભાવે ટમેટા વહેંચાઈ રહ્યા છે. વેપારીનું કહેવું છે કે બેંગ્લોરથી આવતા ટમેટા બેંગ્લોરમાં પડેલા વરસાદ અને પાકને થયેલા નુકસાનના કારણે આવક ઘટી છે જેના કારણે ટમેટાના ભાવ સતત ઉચકાયા છે, અને ટામેટાના ભાવ ઐતિહાસિક ભાવ પર પહોંચ્યા છે.
વેપારીઓનું એ પણ કહેવું છે કે બજારમાં 20 ટ્રકોની જરૂરિયાત છે પરંતુ તેની સામે માત્ર ચાર ટ્રકો જ આવી રહી છે. જેથી ડિમાન્ડ સામે આવક ઓછી અને નુકસાન વધુ આ તમામ પરિબળોના કારણે હાલ ટમેટા જમાલપુર બજારમાં 160 રૂપિયા કિલો જમાલપુર APMC બહાર આવતા 200 ના કિલો અને અન્ય વિસ્તારોમાં પહોંચતા 250 રૂપિયા કિલો મળી રહ્યા છે. જે ભાવમાં ઘટાડો આવતા હજુ પણ 15 થી 20 દિવસ જેટલો સમય લાગશે તેવું હોલસેલના વેપારીઓ તેમજ એપીએમસીના સેક્રેટરીનું પણ જણાવવું હતું.
વેપારીઓ અને એપીએમસીના સેક્રેટરીએ એવું પણ જણાવ્યુ કે 15 થી 20 દિવસ બાદ ટામેટાની આવકમાં વધારો થતા હાલમાં 200 રૂપિયા વેચાતા ટમેટા 100 રૂપિયાથી નીચેના ભાવે પહોંચશે. જોકે ત્યાં સુધી લોકોએ રાહ જોવી પડશે. તેમજ અન્ય શાકભાજીની આવકમાં પણ 20 ટકા ઘટાડો છે. જે આવક આવતા તેમાં પણ 15 દિવસ બાદ ભાવ ઘટાડો જોવા મળશે.
સ્વાભાવિક છે કે જ્યારે આ પ્રકારે ભાવ વધતો હોય ત્યારે વચેટીયા તેનો લાભ લેતા હોય તેવી ચર્ચાઓ વહેતી થતી હોય છે. પરંતુ હાલના ટમેટાના ભાવ વધારામાં એક અંદાજ પ્રમાણે વરસાદના કારણે પાકને થયેલા નુકસાન ના કારણે 80 ટકા પાકને નુકસાન થયું છે. જ્યારે 20 ટકા જ પાક રહ્યો છે. જેથી ખેડૂતો અંદાજે તે ટામેટા 100 રૂપિયા કિલો આપી રહ્યા છે અને તે બાદ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ મળીને તે ટામેટા એપીએમસી સુધી 160 કિલો મળી રહ્યા છે, અને તે બાદ અન્ય વેપારીઓ સુધી પહોંચતા લીધેલા માલમાં થયેલું નુકસાન અને અન્ય ખર્ચ મળીને 40 થી 50 રૂપિયા અન્ય ભાવ વધારો કરવામાં આવે છે.
આ પણ વાંચો : Ahmedabad: ટ્રાફિકના નિયમો તોડ્યા તો ઘરે આવ્યો મેમો, હવે RTOમાં દંડ ભરવા લાગી કતારો
જેથી બજારમાં 100 રૂપિયે ખેડૂત પાસેથી નીકળેલા ટામેટા 200 થી 250 રૂપિયા મળી રહ્યા છે. જે ભાવ નિયંત્રણ લાવવા પણ લોકો માગ કરી રહ્યા છે. ત્યારે લોકો એ પણ આશ રાખી રહ્યા છે કે ટામેટાના ભાવ જલ્દીથી ઓછા થાય અને તેઓ ટમેટાના સ્વાદની મજા મળી શકે.