Ahmedabad : ઓરીનો રોગચાળો વકરતાં આરોગ્ય તંત્ર હરકતમાં, રસીકરણની સાથે ટેસ્ટિંગ શરૂ કરાયુ

|

Nov 29, 2022 | 10:40 AM

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અને યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ થોડા દિવસ પહેલા કહ્યું કે ઓરી વિશ્વ માટે એક મોટો ખતરો છે. ડબ્લ્યુએચઓ અને સીડીએસએ કહ્યું કે કોરોના રોગચાળા પછી ઓરીના રસીકરણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

Ahmedabad : ઓરીનો રોગચાળો વકરતાં આરોગ્ય તંત્ર હરકતમાં, રસીકરણની સાથે ટેસ્ટિંગ શરૂ કરાયુ
ઓરીના કેસોને લઇને આરોગ્ય તંત્ર એક્શનમાં
Image Credit source: ફાઇલ તસવીર

Follow us on

કોરોના, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયાના કેસ વચ્ચે ઓરી એક સમસ્યા બની રહી છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ઓરીનો રોગચાળો વકરતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. ઓરીના કેસ વધતા કોર્પોરેશને રસીકરણ અને ટેસ્ટિંગ શરૂ કરી દીધુ છે. અત્યાર સુધી ઓરીના 420 કેસ નોંધાયા છે. છેલ્લા ચાર મહિનામાં ઓરીના સૌથી વધુ કેસ દાણીલીમડા, બહેરામપુરા અને સરસપુર વિસ્તારમાં જોવા મળ્યા છે. ઓરીને ફેલાવતો અટકાવવા 15 દિવસ બાળકને આઇસોલેટ રાખવા જરૂરી છે. ઓરીના કેસ છે તેવા વિસ્તારોમાં લોકો બાળકોને રમવા મોકલવાનું ટાળી રહ્યાં છે. કોરોના વખતે ઓરીનું રસીકરણ બંધ રહેતાં પૂર્વના કેટલાક વિસ્તારોમાં ઓરીના કેસ જોવા મળી રહ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

અમદાવાદ શહેરમાં ઓરીના કેસ વધતાં ગત શુક્રવારથી કેન્દ્રના આરોગ્ય વિભાગના 3 સભ્યની ટીમ અમદાવાદ આવી છે. આરોગ્યની ટીમે ઓરીના સૌથી વધુ કેસ નોંધ્યા છે. તેવા સંકલિતનગર સહિતના વિસ્તારોની મુલાકાત લીધી છે. કેન્દ્રની ટીમે ઓરીને કંટ્રોલ કરવા માટે શાળામાં પણ ઓરીનું રસીકરણ અને ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવાનું સૂચન કર્યું છે.

મહત્વનું છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અને યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ થોડા દિવસ પહેલા કહ્યું કે ઓરી વિશ્વ માટે એક મોટો ખતરો છે. ડબ્લ્યુએચઓ અને સીડીએસએ કહ્યું કે કોરોના રોગચાળા પછી ઓરીના રસીકરણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેના કારણે ગયા વર્ષે ચાર કરોડ બાળકો ઓરીની રસી લેવાનું ચૂકી ગયા હતા. બંને સંસ્થાઓએ કહ્યું કે તેની સાથે આ રોગનું મોનિટરિંગ પણ ઘટી ગયું છે. ડબ્લ્યુએચઓ અને સીડીસીએ સંયુક્ત અહેવાલમાં જણાવ્યું હતું કે, “કોરોનાવાયરસને કારણે રસીકરણ કવરેજ અને રોગની દેખરેખમાં સતત ઘટાડો થવાને કારણે ઓરી હવે વિશ્વભરના વિવિધ પ્રદેશોમાં ફેલાવાના જોખમમાં છે.” ઓરી સૌથી ચેપી માનવ વાયરસ પૈકી એક છે. તેને રસીકરણ દ્વારા લગભગ સંપૂર્ણપણે અટકાવી શકાય છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઓરીની રસી મૃત્યુને રોકવામાં 97 ટકા અસરકારક છે

WHO અને CDC જણાવે છે કે 95 ટકાથી વધુ ઓરીથી થતા મૃત્યુ વિકાસશીલ દેશોમાં થાય છે. આફ્રિકા અને એશિયામાં આ રોગથી મૃત્યુઆંક વધુ છે. ઓરી માટે કોઈ ચોક્કસ સારવાર નથી, પરંતુ રસીના બે ડોઝ રોગને રોકવા માટે સક્ષમ છે. આ રસી મૃત્યુને રોકવામાં લગભગ 97 ટકા અસરકારક છે.

Published On - 9:44 am, Tue, 29 November 22

Next Article