અમદાવાદને સ્માર્ટ સિટી અને હેરિટેજ સિટી જાહેર કર્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક એવોર્ડ હાંસલ કરવામાં આવ્યા છે. જેમાં સ્વચ્છતા બાબતે તેમજ ટ્રાન્સપોર્ટ સેવા બાબતે પણ અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે.
તાજેતરમાં ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ (MoHUA) વિભાગ તરફથી India Smart Cities Award Contest (ISAC) 2022 વોર્ડ અંતર્ગત Built Environment, Culture, Economy, Governance, ICCC: Business Model, Mobility, Sanitation, Social Aspect, Water, Innovative Idea, Covid Innovation વગેરે કેટેગરી અંગે જાહેરાત કરવામાં આવી હતી.
તા. 25 ઓગસ્ટ 2023 ના રોજ સ્માર્ટ સીટી એવોર્ડ ના વિજેતાઓની જાહેરાત વર્ચ્યુઅલ માધ્યમ થી કરવમાં આવેલ હતી. જે અનુસંધાને તા. 26-27 સપ્ટેમ્બર ના રોજ ઇન્ડિયા સ્માર્ટ સીટી કોન્ફ્લેવ કાર્યક્રમ માં બ્રીલીયન્સ કન્વેશન સેન્ટર, ઇન્દોર, મધ્યપ્રદેશ ખાતે દેશની 100 સ્માર્ટ સિટીના એવોર્ડ ભારતના રાષ્ટ્રપતિશ્રી દ્રોપદી મુર્મુ, ભારત સરકાર ના કેન્દ્રીય શહેરી ગૃહ નિર્માણ અને શહેરી કાર્ય મંત્રાલયના મંત્રી હરદીપ સિંહ પુરી તથા મધ્યપ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ ની ઉપસ્થિતિમા એવોર્ડ ના વિજેતાઓ ને વિતરણ સમારંભનુ આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : PM મોદી સાયન્સ સિટીમાં રોબોટ્સ સાથે થયા રૂબરૂ, જુઓ PHOTOS
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે ઉપરોક્ત એવોર્ડ ડેપ્યુટી મેયરશ્રી જતીનકુમાર પટેલ, સ્માર્ટ સીટી અમદાવાદ ડેવેલપમેન્ટ લિમિટેડ ના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર શ્રી મિહિર પટેલ, ચીફ ટેક્નિકલ ઓફિસર શ્રી રમ્ય ભટ્ટ, ચીફ ફાયનાન્સીયલ ઓફિસર શ્રી મહેન્દ્ર સોખાડિયા, જનરલ મેનેજરશ્રી પ્રયાગ લાંગળીયા દ્વારા એવોર્ડ સ્વીકારવામા આવેલ છે જેના ફોટોગ્રાફ્સ આ સાથે સામેલ કરેલ છે.