Ahmedabad Crime: મેટ્રીમોનીયલ સાઇટ પર જીવનસાથી શોધવો યુવતીને પડ્યો ભારે, દુષ્કર્મ આચરી પડાવ્યા પૈસા, જાણો સમગ્ર મોડસ ઓપરેન્ડી

|

Sep 04, 2023 | 6:29 PM

અમદાવાદમાં એક યુવકે મેટ્રીમોનીયલ સાઇટ પર લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ કરીને પૈસા પડાવ્યા હોવાન ઘટના સામે આવી છે. યુવતીએ ઠગ પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીએ યુવતી સાથે દુષ્કર્મ કરીને પૈસા પડાવ્યા હોવાની પણ વાત સામે આવી છે. જે બાદ પોલીસે ધરપકડ કરી છે. આ ઘટનાને અંજામ આપનાર આરોપીની મોડસ ઓપરેન્ડી વિષે જાણો આ અહેવાલમાં

Ahmedabad Crime: મેટ્રીમોનીયલ સાઇટ પર જીવનસાથી શોધવો યુવતીને પડ્યો ભારે, દુષ્કર્મ આચરી પડાવ્યા પૈસા, જાણો સમગ્ર મોડસ ઓપરેન્ડી

Follow us on

Ahmedabad Crime: મણીનગરમાં એક યુવતીને મેટ્રીમોનીયલ સાઇટ પર પોતાના જીવન સાથીની શોધમાં ઠગાઈનો ભોગ બની,જેમાં એક યુવકે લગ્નના સપના બતાવ્યા અને તેની સાથે દુષ્કર્મ આચર્યુ અને તેના જીવનની કમાણી પડાવી લીધી, ઘટના કંઈક એવી છે કે મણીનગરમાં રહેતી 32 વર્ષીય યુવતી આકાશ પટેલના સંપર્કમાં આવી. જે બાદ બન્ને એકબીજાના પરિચયમાં આવ્યા અને યુવક આકાશ પટેલ યુવતીનો વિશ્વાસ કેળવી તેને લગ્ન પહેલા હોટલમાં લઈ જઈ સિંદૂર અને મંગળસૂત્ર પહેરાવા દબાણ કર્યું.

યુવકે મંગળસૂત્ર અને સિંદૂર પહેરાવ્યા બાદ બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા. જે બાદ લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યો હતો. એટલું જ નહીં યુવક આકાશ પટેલ યુવતી પાસે ગિફ્ટ અને પૈસાની જરૂર હોવાનું કહીને ટુકડે ટુકડે 5.50 લાખ રૂપિયા પડાવ્યા.

આરોપી આકાશ પટેલ છેલ્લા એક વર્ષથી યુવતીને વિશ્વાસમાં રાખીને ઠગાઇ કરી છે. યુવતીને આરોપી આકાશ પટેલએ પોતાની ખોટી ઓળખ અને ખોટુ ઘરનું એડ્રેસ આપ્યું હતું. જે તપાસ કરતા સમગ્ર હકીકત સામે આવી કે આરોપી આકાશ પટેલ સુરેન્દ્રનગરનો રહેવાસી છે અને છેલ્લા 10 વર્ષથી તેના માતા-પિતાએ તેને કાઢી મુક્યો છે. આરોપી આકાશ પટેલ રાણીપમાં એક યુવતી સાથે લીવઇન રિલેશન સિપમાં રહેતો હતો.

Carrot Juice : વિટામીન A થી છે ભરપૂર, ગાજરનું જ્યૂસ તમારી વધારશે સ્ટેમિના
Vastu Tips : બાથરુમનો દરવાજો ખુલ્લો રાખવો જોઈએ કે નહીં ?
આજનું રાશિફળ તારીખ : 04-12-2024
લગ્નના 3 વર્ષ બાદ અભિનેત્રીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો , જુઓ ફોટો
Coconut Water benifits : શિયાળામાં નારિયેળ પાણી પીવાના છે અઢળક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 03-12-2024

આરોપી આકાશ પટેલ ઇવેન્ટ મેનેજમેન્ટ અને ફૂડ શોપની ફ્રેંચાઇઝી હોવાનું કહેતો હતો પરંતુ તપાસ કરતા આરોપી બેકાર હતો અને યુવતીને વિશ્વાસમાં લઈ પહેલા આઈફોન ગિફ્ટમાં માગ્યો જે બાદ ફોન વેચીને પૈસા લીધા, આમ કરી પૈસાની જરૂરિયાત હોવાનું કહી 5.50 લાખ લઈ લીધા. જે બાદ પૈસા પરત આપતો ન હતો અને લગ્ન પણ કરતો ના હોવાથી યુવતી પોલીસ ફરિયાદ દાખલ કરી અને પોલીસે આરોપીની ધરપકડ કરી.

આ પણ વાંચો : Ahmedabad: વસ્ત્રાપુરના ન્યુયોર્ક ટાવરમાં ચાલતા જુગારના અડ્ડા પર PCBની રેડ, 19 જુગારી ઝડપાયા, જુઓ Video

ભોગ બનાર યુવતીએ લગ્નની લાલચમાં પોતે પર્સનલ લોન મેળવી આરોપી આકાશ પટેલને પૈસા આપ્યા હતા. પરતું આરોપી આકાશ યુવતીના પૈસા લઈ મોજશોખ કરી રહ્યો હતો. ત્યારે આરોપી આકાશ અનેક યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે પૈસા પડાવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેથી પોલીસે આરોપી આકાશના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article