Ahmedabad : શાહીબાગ સકિઁટ હાઉસ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે બેઠક યોજી, કઠોળ અને ખાદ્યતેલના ભાવ અંકુશમાં રાખવા અંગે થઇ ચર્ચા

|

Jun 02, 2023 | 2:39 PM

અમદાવાદના શાહીબાગ સર્કિટ હાઉસ (Circuit House)  ખાતે કઠોળ અને ખાદ્યતેલના વેપારીઓ સાથે શહેરના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે (Food and Civil Supplies Department) બેઠક યોજી હતી.

Ahmedabad : શાહીબાગ સકિઁટ હાઉસ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે બેઠક યોજી, કઠોળ અને ખાદ્યતેલના ભાવ અંકુશમાં રાખવા અંગે થઇ ચર્ચા

Follow us on

Ahmedabad : અમદાવાદના શાહીબાગ સર્કિટ હાઉસ (Circuit House)  ખાતે કઠોળ અને ખાદ્યતેલના વેપારીઓ સાથે શહેરના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે (Food and Civil Supplies Department) બેઠક યોજી હતી. અમદાવાદ શહેરના એડીશનલ કલેક્ટર તેમજ અન્ન અને નાગરિક પુરવઠા નિયત્રંક જશવંત જેગોડા તેમજ નાયબ અન્ન નિયત્રંક મૃણાલદેવી ગોહિલ સાથે મદદનીશ પુરવઠા નિયામકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો-Ahmedabad: જળયાત્રા પહેલા CM ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથના કર્યા દર્શન, મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટીનું કરાયું સન્માન, જુઓ Video

અમદાવાદ શહેરના કઠોળ અને તેલીબિયાંના જથ્થાબંધ વેપારીઓની બેઠક યોજવામાં આવી હતી. જેમાં વેપારીઓની નોંધણી તથા નિયમિત જથ્થો જાહેર કરવામાં આવે તે બાબતે ચર્ચા વિચારણા કરી વિગતવાર સૂચનાઓ આપવામાં આવી. વર્તમાન સમયમાં ખુલ્લા બજારોમાં ભાવ કાબુમાં રહે અને સરળતાથી કઠોળ સહિત ખાદ્યતેલનો જથ્થો મળી રહે તે પમાણે સ્ટોક જાળવી રાખવાની તાકીદ પુરવઠા વિભાગે આ બેઠકમાં કરી હતી.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

અમદાવાદ શહેરના જથ્થાબંધ વેપાર સાથે સંકળાયેલા તેમજ ખાદ્યતેલના વેપાર સાથે જોડાયેલા વેપારીઓએ મોટી સંખ્યામાં હાજર રહીને આ વિભાગ સાથે ચર્ચા વિચારણા કરી હતી. સાથે નાગરિક પુરવઠા વિભાગ પાસેથી માર્ગદર્શન મેળવીને સાંપ્રત સમયમાં સરકારના પોર્ટલ પર તમામ સ્ટોક હોલ્ડરનું રજિસ્ટ્રેશન કરાવવા અંગેની પધ્ધતિઓનું માર્ગદર્શન મેળવીને નોંધણી કરાવવા અંગેની ખાતરી પુરવઠા વિભાગને આપવામા આવી હતી.

બેઠકમાં અમદાવાદના વેપારી મહામંડળના હોદ્દેદારો તેમજ કાલુપુર ચોખા બજાર અને અનાજ બજારના પ્રમુખ તેમજ હોદ્દેદારો અને પ્રતિનિધીઓએ હાજર રહ્યીને માર્ગદર્શન મેળવ્યું હતુ. જ્યારે નાયબ નિયત્રંક ડોકટર મૃણાલદેવી ગોહિલે વર્તમાન સમયમાં તુવેરદાળ અને અડદની દાળમાં જે પ્રમાણે ભાવ વધારો જોવા મળી રહ્યો છે તેને અકુંશમાં લેવાં પગલાં ભરવાની તાકીદ પણ કરી હતી.

ખાદ્યતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે તેની સામે વિભાગ ચાંપતી નજર રાખી રહ્યું છે. કેન્દ્ર સરકારની સીધી દેખરેખમાં આ ભાવો અકુંશમાં રાખીને ભાવ ઘટાડાનો લાભ સામાન્ય ગ્રાહકોને પણ મળતો રહેવો જોઈએ તેવી તાકીદ તેલીબીયા અને ખાદ્યતેલના પ્રમુખ અને અગ્રણી હોદ્દેદારોએ આપી હતી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article