Ahmedabad: લોકો માટે જીવલેણ બની રહેલા રખડતા ઢોરને ન પકડવા માટે ઉઘરાવાતા હતા હપ્તા? જાણો શું છે સમગ્ર કૌભાંડ

|

Aug 25, 2022 | 11:40 PM

અમદાવાદ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો  (Anti Corruption Bureau ) દ્વારા ગાંધીનગરમાં ઢોર પકડ પાર્ટીના બે કર્મચારીઓને લાંચ લેતા પકડી પાડવામાં આવ્યા છે. ગાંધીનગર મનપામાં ઢોર પાર્ટીમાં ડ્રાઈવર અને એનિમલ કેરમાં કામ કરતા બે આરોપીઓને રૂપિયા 15 હજારની લાંચ લેતા ઝડપી લીધા છે.

Ahmedabad: લોકો માટે જીવલેણ બની રહેલા રખડતા ઢોરને ન પકડવા માટે ઉઘરાવાતા હતા હપ્તા? જાણો શું છે સમગ્ર કૌભાંડ

Follow us on

રસ્તે રખડતા ઢોરને (Stray cattle) નહીં પકડવાના એક પશુપાલક પાસેથી મહિને ત્રણ હજાર રૂપિયાનો હપ્તો લેવામાં આવે છે, ભલે પછી આ રખડતી રંજાડ કોઈ વ્યક્તિ માટે યમદૂત સાબિત થઈ જાય, પરંતુ ભ્રષ્ટ (corrupt) થઈ ગયેલા લોકો પૈસા લઈને  મોતને  રસ્તે ભમવા દે  છે. આ જાણીને નવાઈ લાગીને, કેટલાય લોકોના જીવ લેતા રખડતા ઢોરને પકડવાને બદલે ઢોરવાડાના કર્મચારીઓ જ ઢોરને રખડાતા રાખવા માટે પૈસા ઉઘરવાતા હોવાની સ્ફોટક વિગતો બહાર આવી છે. જો તમે આ લોકોને હપ્તો આપે તો પશુઓને તેઓ નહીં પકડે અથવા અગાઉથી જ ઢોર માલિકને  Cattle breeder જાણ કરે છે.

રખડતા ઢોર ન પકડવા માટે ચાલી રહી છે હપ્તાખોરી

એક તરફ રખડતા ઢોરને કારણે લોકોએ પોતાનો જીવ પણ ગુમાવવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, સાથે જ રસ્તે રખડતા ઢોરને કારણે અનેક અકસ્માતો પણ થઈ રહ્યા છે. રખડતા ઢોર મુદ્દે હાલમાં જ હાઈકોર્ટ દ્વારા પણ સરકારને રખડતા ઢોર અંગે ગંભીરતા દાખવવા સૂચનો કરી રહીં છે. મનપા પણ દોષનો ટોપલો સરકાર પર ઢોળી રહી છે ત્યારે નીચલા કર્મચારીઓ ઢોર નહીં પકડવાના અને અગાઉથી જાણ કરવામાં રૂપિયા પડાવતા હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે.

લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોએ ઝડપ્યા બે લાંચિયા કર્મચારી

અમદાવાદ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો  (Anti Corruption Bureau ) દ્વારા ગાંધીનગરમાં ઢોર પકડ પાર્ટીના બે કર્મચારીઓને લાંચ લેતા પકડી પાડવામાં આવ્યા છે. ગાંધીનગર મનપામાં ઢોર પાર્ટીમાં ડ્રાઈવર અને એનિમલ કેરમાં કામ કરતા બે આરોપીઓને રૂપિયા 15 હજારની લાંચ લેતા ઝડપી લીધા છે. એ.સી.બી એ ગાંધીનગર મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટીમાં એનિમલ કેચર તરીકે કરાર આધારિત કર્મચારી તરીકે કામ કરતા મનોજ ઠાકોર અને ડ્રાઈવર બંટી વાઘેલાની લાંચ લેવામાં કિસ્સામાં ધરપકડ કરી છે.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

શું હતી ઘટના?

ફરીયાદી અને અન્ય પશુપાલકો ગાંધીનગર જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર તેની ગાયો ચરાવવા આવે છે અને તેમની પાસે 15 જેટલી ગાયો છે. ગાંધીનગર મનપામાં ઢોર પકડ પાર્ટીના લોકો રસ્તા પર ગાયો રોકીને પરેશાન કરે અને ગેરકાયદેસર હપ્તાની માંગણી કરતા હતા. જો હપ્તા આપો નહિ તો ગાયોને પકડી મોટા પ્રમાણમાં દંડની વસૂલી કરતા હતા. આ દરમ્યાન ફરિયાદી પશુપાલાઈન મનપામાં નાઈટ શિફ્ટમાં કામ કરતા ઢોર પકડ પાર્ટીના ડ્રાઈવર બંટી વાઘેલા અને કરાર આધારિત કામ કરતા મનોજ ઠાકોર સાથે પરિચય થયો હતો.

જેણે આ પશુપાલકો પાસે તેની ગાયો નહિ પકડવા માટે એક પશુપાલક દીઠ 3,000 રૂપિયા અને પાંચ પશુપાલકો દીઠ 15000 રૂપિયાની માંગણી કરી હતી. જોકે પશુપાલકોએ આ લાંચની રકમ મનપાના કર્મચારીઓને આપવા માંગતા ન હતા, જેથી આ માલધારીઓએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે લાંચના છટકુ ગોઠવી બન્ને આરોપીઓએ માલધારી સાથે પૈસાની લેતી દેતીની વાતચીત કરી લાંચ માંગી હતી. આરોપી મનોજકુમાર ઠાકોરે લાંચના રૂપિયા 15 હજાર સ્વીકારી બન્ને આરોપીઓ સ્થળ ઉપર પકડાઈ જતા એસીબી એ સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે.

મહત્વનું છે કે જે રીતે રસ્તે રખડતા ઢોરને લઈને સમગ્ર રાજ્યમાં મુદ્દો ચર્ચાઈ રહ્યો છે અને આવા પશુઓને કારણે લોકોને પણ મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે આવા સમયે મનપાના જ કર્મચારીઓ પશુપાલકો પાસે લાંચ માંગી રખડતા પશુઓને પકડી નથી રહ્યાં જેને લઈને હવે મનપાની કામગીરીઓ પર પણ સવાલ થઈ રહ્યા છે. આ ઉપરાંત ફક્ત નાના કર્મચારીઓ જ હપ્તા લઈ રહ્યા છે કે પછી કોઈના આદેશથી આ પ્રમાણે હપ્તો લેવામાં આવી રહ્યો છે, તેની પણ જો ઊંડાણપૂર્વક તપાસ થાય તો પણ હકીકતનો ખ્યાલ આવી શકે છે.

Next Article