Ahmedabad: બેફામ વાહનચાલકોના કારણે શહેરમાં વધ્યા જીવલેણ અકસ્માત, બે જ દિવસમાં ચાર લોકોએ ગુમાવ્યા જીવ

|

May 30, 2023 | 11:50 PM

Ahmedabad: શહેરમાં જીવલેણ અકસ્માતોનુ પ્રમાણ ઘટવાને બદલી વધી રહ્યુ છે. બેફામ વાહનચાલકો અને તંત્રની બેદરકારીને કારણે છેલ્લા બે દિવસમાં જ 4 લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. જેમા ચાર પૈકી ત્રણ લોકોએ તો રસ્તો ક્રોસ કરતી વખતે જ જીવ ગુમાવ્યો છે.

Ahmedabad: બેફામ વાહનચાલકોના કારણે શહેરમાં વધ્યા જીવલેણ અકસ્માત, બે જ દિવસમાં ચાર લોકોએ ગુમાવ્યા જીવ

Follow us on

Ahmedabad: શહેર ટ્રાફિક પોલીસ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય તે માટે અનેક પ્રયત્નો કરી રહી છે, પરંતુ શહેરમાં અકસ્માતોની સંખ્યા ઘટવાના બદલે સતત વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં માત્ર બે જ દિવસમાં અકસ્માતના ત્રણ બનાવો સામે આવ્યા છે, જેમાં ચાર વ્યક્તિઓએ જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. ચારમાંથી ત્રણ લોકો રસ્તો ક્રોસ કરવામાં જીવ ગુમાવ્યો છે. જેના જવાબદાર અમદાવાદ મહાનગર પાલિકા તંત્રની સાથે લોકોની પણ બેદરકારી સામે આવી છે.

બે દિવસમાં 4 લોકોએ અકસ્માતમાં ગુમાવ્યો જીવ

અમદાવાદમાં બે દિવસમાં અકસ્માતમાં ચાર વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે. જેમાં એસજી હાઇવે સરખેજ નજીક રોડ ક્રોસ કરી રહેલ માતા પુત્રી ને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ બંનેનો ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું છે. આ હિટ એન્ડ રન કેસમાં અજાણીયા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જેમાં મૃતક માતા કાળી બેન વઢવાળ-પુત્રી કોકીબેન સોલંકી હાઇવે પર તૂટેલી જાળી વચ્ચેથી રોડ ક્રોસ કર્યો જેના લીધે વાહન ચાલક સ્પીડમાં હોવાથી અકસ્માત સર્જાયો.

હાઈવે પર તૂટેલી જાળી રીપેર કરવામાં મનપાના આંખ આડા કાન

અગાઉ અનેક વખત એસ.જી હાઇવે પર આવેલ વાય.એમ.ઇ કલબ પાસે લોકો પોતાનો જીવ જોખમમાં મૂકી રસ્તો ક્રોસ કરી રહ્યા છે. હાઇવે પરની તૂટેલી જાળી રીપેર કરવા ટ્રાફિક વિભાગ દ્વારા અવારનવાર પત્ર લખી જાણ કરી છે પરંતુ અમદાવાદ મહાનગરપાલિકા આંખ આડા કાન કરી રહ્યું છે જેમાં રોડ ક્રોસ કરતા લોકોની જિંદગી ગુમાવી પડે છે. આ જગ્યા પર દર વર્ષે અકસ્માતમાં અનેક લોકો મોતને ભેટે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

દૂધેશ્વર રોડ પર  સ્પીડબ્રેકર લગાવવામાં મનપાની બેદરકારી

બીજા અકસ્માતની વાત કર્યે તો મંદિરે દર્શન કરવા જતાં 48 વર્ષીય કેતન પંચાલ સવારે દૂધેશ્વર બ્રિજ પાસે ડિવાઇડર પર ઉભેલા અને કાબુ ગુમાવી બેઠેલા રીક્ષા ચાલકે ટક્કર મારતા તેનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું છે. જ્યારે અમરાઈવાડી માં પણ બી.આર.ટી.એસ ટ્રેકમાં જઈ રહેલ મહિલા ચાલકને અજાણ્યા વાહનચાલક એ ટક્કર મારતા તેનું મૃત્યુ નિપજ્યું છે. જો કે અકસ્માતોને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દૂધેશ્વર પાસે થયેલ અકસ્માતમાં સ્થાનિકોનું  કહેવું છે કે આ રોડ પર સ્પીડ બ્રેકર લગાવવા માટે અનેક વખત મ્યુનિસિપલ કોર્પોરેશન અને રજૂઆત કરી છે છતાં પણ તેમના દ્વારા આ બાબત ધ્યાનમાં લેવાતી નથી. પરિણામે અહીં અવારનવાર અકસ્માતો થઈ રહ્યા છે.

આ પણ વાંચો : Ahmedabad : વરસાદે ખોલી AMC તંત્રની પોલ, ગુલબાઈ ટેકરા ખાતે ભૂવામાં ખાબકી કાર, જુઓ Video

બેફામ ડ્રાઈવિંગ, તૂટેલા રોડ, તૂટેલા ડિવાઈડર અકસ્માત વધવા પાછળ જવાબદાર

જો કે બીજી તરફ ટ્રાફિક પોલીસ નું માનવું છે કે ક્યાંક રોડની ડિઝાઇન, તૂટેલા ડીવાઈડર અથવા તો લોકોનું બેફામ ડ્રાઇવિંગ પણ અકસ્માત માટે જવાબદાર હોય છે. અકસ્માત બાદ જ્યાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ધ્યાન દોરવાની જરૂરિયાત જણાય ત્યાં પોલીસ દ્વારા પત્ર લખીને તેઓને જાણ પણ કરવામાં આવે છે. જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ બાબતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક રીતે અસરકારક કામગીરી કરે તો પણ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે. પરતું તંત્ર દ્વારા કોઈ રસ ન હોય તેમ કોઈ ધ્યાન દેતું ના હોય તેવું અધિકારી કહેવું છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article