Ahmedabad : વિશ્વમાં દર મિનિટે ત્રણ જણાના પગ “ડાયાબીટીક ફૂટ”ના કારણે કાપવા પડે છે

|

Apr 24, 2022 | 10:30 PM

એક અંદાજ પ્રમાણે દર પાંચ પગ કાપવાના કિસ્સામાં 4 જેટલા લોકો આ diabetic footથી પીડાતા હોય છે અને મહિનાઓ સુધીની સારવારના કારણે દેશની આર્થિક વ્યવસ્થા ઉપર પણ ગંભીર અસર થાય છે. એકલા અમેરિકામાં જ બે કરોડ ડોલર જેટલો ખર્ચ ડાયાબીટીક ફૂટની સારવાર માટે થાય છે.

Ahmedabad : વિશ્વમાં દર મિનિટે ત્રણ જણાના પગ ડાયાબીટીક ફૂટના કારણે કાપવા પડે છે
Ahmedabad: Every minute, three people in the world have to have their legs amputated due to "diabetic foot"

Follow us on

Ahmedabad :  ભારતમાં બારેક કરોડ જેટલા લોકો ડાયાબીટીસથી(Diabetes)પીડાય છે. (દર સો વ્યક્તિ પૈકી નવ થી દસ લોકો) અને તેની સંખ્યા દિન પ્રતિદીન વધતી જ જાય છે. “ડાયાબીટીક ફૂટ’ એ (diabetic foot) ડાયાબીટીસના કારણે થતું ખૂબજ જાણીતું કોમ્પલીકેશન છે અને આશરે 3 કરોડ જેટલા લોકો ભારતભરમાં આ કોમ્પ્લીકેશનથી પીડાય છે. આ પૈકી 1.5 કરોડ જેટલા લોકોના પગમાં ચેપ, પરૂ ફેલાતા મહીનાઓ સુધી રીબાય છે અને તેના 25% જેટલા લોકોને પગ કાપવાની નોબત આવે છે. એક અંદાજ પ્રમાણે દર પાંચ પગ કાપવાના કિસ્સામાં 4 જેટલા લોકો આ ડાયાબીટીક ફૂટથી પીડાતા હોય છે અને મહિનાઓ સુધીની સારવારના કારણે દેશની આર્થિક વ્યવસ્થા ઉપર પણ ગંભીર અસર થાય છે. એકલા અમેરિકામાં જ બે કરોડ ડોલર જેટલો ખર્ચ ડાયાબીટીક ફૂટની સારવાર માટે થાય છે.

સામાન્ય રીતે ડાયાબીટીક ફૂટની આ પરિસ્થિતિ પગની પૂરતી કાળજી લેવાથી અટકાવી શકાય તેમ હોય છે. માણસ પોતાનો ચહેરો જેમ દિવસમાં બે-ત્રણ વાર ધોઈને સ્વચ્છ રાખી તેની કાળજી લે છે તે પ્રમાણે પગને પણ ધોઈને અને જરૂર લાગે તો મોશ્ચરાઈઝીંગ ક્રીમ લગાવી સાફ રાખી કાળજી લેવી જોઈએ. નખ કાપતી વખતે ઈજા ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. પગ ઉપર વાઢિયા, ઈજા, કાળા ડાઘ દેખાય તો તુરત જ ડૉકટરનો સંપર્ક કરવો જોઈએ. પગના મોજા, પગરખાની પસંદગી વખતે પણ પુરતુ ધ્યાન રાખવું જોઈએ. નિયમિત કસરત, ફળો અને શાકભાજીથી ભરપૂર યોગ્ય આહાર, વધુ પડતી ઠંડી કે ગરમીથી પગની સંભાળ લેવામાં આવેતો અને ડાયાબીટીસનો સપ્રમાણ કંટ્રોલ કરવામાં આવે તો પગ કાપવા જેવી બિહામણી પરિસ્થિતિથી બચી શકાય છે.

ફેડરેશન ઈન્ટરનેશનલ લૉ, મેડીસીન, એથીક્સ અને ઈનોવેશન અને સેટેલાઈટ મેડીકલ એસોસીએશનના સંયુક્ત ઉપક્રમે ડાયાબીટીક ફૂટ સમીટનું આયોજન જાહેર જનતાના લાભાર્થે પોલિયો ફાઉન્ડેશન ખાતે જાણીતા ડાયાબિટોલોજીસ્ટ ડૉ. મનીષ અગ્રવાલ દ્વારા ડાયાબીટીક ફૂટના દર્દીઓ માટે બ્લડ સુગર, એચબીએપ્સી, બી.પી., વી.પી.ટી, એબીઆઈની તપાસ વહેલા તે પહેલાના ધોરણે મફત કરી આપવામાં આવ્યા. ઈન્ડીયન સોસાયટી ઓફ વુન્ડ મેનેજમેન્ટના ભૂતપૂર્વ પ્રમુખ અને “દવા અને દાવા વિનાની દુનિયા’’ ના સ્વપ્ન દેખા ડૉ. રાજેશ શાહના મુખ્ય મહેમાન પદે તથા ડૉ. શિલ્પા અગ્રવાલ અને રાખી અરોરાના માનવતા મહેમાન પદે દીપપ્રાગટ્ય કરી જાગૃતિ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. આ અવેરનેસ કાર્યક્રમમાં ડૉ. પ્રૌદ મેનન, ડૉ. પવન ગુપ્તા, ડૉ. સુનિલ માહેશ્વરી, ડૉ, રઘુ સત્યનારાયણ, ડૉ. સૌમિલ મહેતા તથા ડૉ. અતિત પરીખ ડાયાબીટીક ફૂટના વિવિધ પાસાઓ વિશે ખાસ સમજ આપી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ખરેખર ડાયાબીટીસના દર્દીઓએ તેમના ચરણોને તેમના ચહેરાની જેમ જ ચાહવાની અને ધ્યાન રાખવાની જરૂર છે. વિશ્વમાં દર મિનિટે ત્રણ જણાના પગ ડાયાબીટીક ફૂટના કારણે કાપવામાં આવે છે જે સંપૂર્ણપણે પ્રજાની જાગૃતિ દ્વારા અટકાવી શકાય તેમ છે.

ફેડરેશન ઇન્ટરનેશલ લૉ, મેડીસીન, એથીક અને ઇન્નોવેશન અને સેટેલાઈટ મેડિકલ એસોસિયેશન ના સયુંકત ઉપક્રમે ડાયાબીટીક ફુટ સમિટ નું આયોજન ડૉ.મનીષ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું. ઇન્ડિયન સોસાયટી ઓફ વુંડ મેનેજમેન્ટ ના ભૂ. પુ.પ્રમુખ અને દવા અને દાવા વિનાની દુનિયાના સ્વપ્નદૃષટા ડૉ. પ્રોફે.ડૉ.રાજેશ શાહે સમિટનું ઉદ્ઘાટન કરતા જણાવેલ કે “જો તમને ડાયાબિટીસ થયો હોય તો તમારા ચરણોને તમારા ચહેરા જેટલો જ ચાહો”દુનિયામાં દર મિનિટે ત્રણ વ્યક્તિ પોતાનો પગ કે તેનો ભાગ ડાયાબિટીસ ફુટ ના કારણે ગુમાવે છે જેને 85 ટકા સુધી આપણે પગનું પૂરતું ધ્યાન આપીને ,જ્ઞાન આપીને અને જાગૃતિ દ્રારા અટકાવી શકીએ છીએ.રામાયણમાં પણ ભરતે શ્રીરામના પાદુકા પૂજન દ્વારા ચરણોનું ધ્યાન આપવાનો સંદેશ આપેલો છે.

ડૉ.પ્રમોદ મેનન,ડૉ.પવન અગ્રવાલ,ડૉ.સુનીલ મહેશ્વરી,ડૉ.રઘુ સત્યનારાયણ,ડૉ.અતીત પરીખે ડાયાબીટીક ફૂટના વિવિધ પાસા ઉપર પ્રવચનો આપ્યા હતા.

આ પણ વાંચો :Surat : ભાજપ યુવા મોરચા આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રાનું સોમવારે સમાપન થશે

Surat : સરથાણામાં રેસિડેન્સીયલ વિસ્તારમાં પોલીસ સ્ટેશન બનાવવાની કામગીરી સામે લોકોનો વિરોધ

Next Article