Ahmedabad : ઈસ્કોનથી સાણંદ સુધી એલિવેટેડ કોરિડોર બનાવાશે, નીતિન ગડકરીએ ટ્વિટ કરીને આપી માહિતી

|

Mar 28, 2023 | 2:30 PM

કેન્દ્રીય માર્ગ પરિવહનના મંત્રી નિતિન ગડકરીએ ટ્વિટ કરી અમદાવાદના ઈસ્કોનથી સાણંદ સુધી એલિવેટેડ કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે. ઈસ્કોનથી સાણંદ સુધી એલિવેટેડ કોરિડોર માટે 530 કરોડ રુપિયા મંજૂર કરવામાં આવ્યા છે.

Ahmedabad : ઈસ્કોનથી સાણંદ સુધી એલિવેટેડ કોરિડોર બનાવાશે, નીતિન ગડકરીએ ટ્વિટ કરીને આપી માહિતી

Follow us on

અમદાવાદના વાહન ચાલકો માટે સારા સમાચાર છે. કેન્દ્રીય માર્ગ પરિવહનના મંત્રી નીતિન ગડકરીએ ટ્વિટ કરી અમદાવાદના ઈસ્કોનથી સાણંદ સુધી એલિવેટેડ કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે. ઈસ્કોનથી સાણંદ સુધી એલિવેટેડ કોરિડોર માટે 530 કરોડ રુપિયા મંજૂર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Gujarati Video : અમદાવાદના સરખેજમાં પતિના વ્યસનથી કંટાળી પરિણીતાએ કર્યો આપઘાત, દુષ્પ્રેરણાનો ગુનો નોંધી પોલીસે હાથ ધરી કાર્યવાહી

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

નીતિન ગડકરીએ ટ્વિટ કરી આપી માહિતી

અમદાવાદના ઈસ્કોન બ્રિજથી સાણંદ ચોકડી સુધીના 4 કિલોમીટરમાં કર્ણાવતી ક્લબ તેમજ પ્રહલાદનગર ચાર રસ્તા અને વાયએમસીએ નજીકના ચાર રસ્તા પાસે 3 ફ્લાયઓવર બનાવવામાં આવશે. જે રીતે ગોતાથી થલતેજ એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવ્યો છે તે જ રીતે ઈસ્કોનથી સાણંદ સુધી કોરિડોર બનાવામાં આવશે. અમદાવાદના કર્ણાવતી જંકશન પર 800 મીટર, પ્રહલાદનગરથી વાયએમસીએ ચાર રસ્તા સુધી 1200 મીટરનો ફ્લાયઓવર બનાવવામાં આવશે. જેથી એકપણ ચારરસ્તા પર ટ્રાફિક સિગ્નલ નડશે નહીં અને વાહનચાલકોના સમયનો બચાવ થશે.

ઈસ્કોનથી સાણંદ સુધી એલિવેટેડ કોરિડોરને મળી મંજૂરી

અમદાવાદના સરખેજથી ચિલોડા સુધી અગાઉ 800 કરોડના ખર્ચે એલિવેટેડ કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં કર્ણાવતી, પ્રહલાદનગર અને વાયએમસીએ જંકશનને બાકાત રાખવામાં આવ્યો હતો. આ સ્થળોએ અગાઉ કોર્પોરેશન બ્રિજ બનાવશે તેવું નક્કી કરાવામાં આવ્યુ હતુ માટે આ બ્રિજનું કામ બાકાત રાખવામાં આવ્યું હતુ.

 

મોઢેરા સૂર્યમંદિરની થીમ પર બનશે કાલુપુર રેલવે સ્ટેશન

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની બિલ્ડીંગની વાસ્તુકલા મોઢેરા સૂર્ય મંદિરથી પ્રેરિત છે. કાલુપુર તરફ એમએમટીએચ બિલ્ડિંગના પ્રતિષ્ઠિત ટાવર અમદાવાદ શહેર માટે એક નવું લેન્ડમાર્ક બનશે. આ ઉપરાંત ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા ઈંટ મિનારા અને ઝુલતા મિનારાના સંરક્ષિત સ્મારકોને સ્ટેશન પરિસરમાં સૌંદર્યલક્ષી રીતે સંકલિત કરવામાં આવશે, જેથી જેથી આ વારસાની મહત્વતા વધશે.

આ સ્ટેશનની ડિઝાઇનમાં આયોજિત એક નવો ખ્યાલ અડાલજ સ્ટેપવેલ દ્વારા પ્રેરિત એક ઓપન સ્પેસ એમ્ફીથિયેટર છે. આનાથી સ્ટેશનના સ્થાપત્ય મૂલ્યમાં વધારો તો થશે જ પરંતુ સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓ માટે મનોરંજન સ્થળ પણ પણ પ્રદાન કરશે.વધુમાં માહિતી આપી હતી કે આ પુનઃવિકાસ શહેરની બંને બાજુઓને એકીકૃત કરશે.

Next Article