અમદાવાદ ડુંગરપુર બ્રોડગેજ નવા વર્ષના પ્રારંભે શરુ થવાની સંભાવના, નવા રેલ ટ્રેકનું નિરીક્ષણ શરુ કરાયુ

અમદાવાદ ઉદયપુર રેલ્વે લાઈન શરુ થવાની આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી છે. જે આતુરતાનો અંત હવે ટુંક સમયમાં જ આવી શકે છે. અમદાવાદ-ઉદયપુર રેલ્વે બ્રોડગેજ લાઈનનું રુપાંતરણ કાર્ય હાલમાં અંતિમ તબક્કામાં છે.

અમદાવાદ ડુંગરપુર બ્રોડગેજ નવા વર્ષના પ્રારંભે શરુ થવાની સંભાવના, નવા રેલ ટ્રેકનું નિરીક્ષણ શરુ કરાયુ

અમદાવાદ ઉદયપુર રેલ્વે લાઈન શરુ થવાની આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી છે. જે આતુરતાનો અંત હવે ટુંક સમયમાં જ આવી શકે છે. અમદાવાદ-ઉદયપુર રેલ્વે બ્રોડગેજ લાઈનનું રુપાંતરણ કાર્ય હાલમાં અંતિમ તબક્કામાં છે. ડુંગરપુરથી અમદાવાદ સુધીનો રેલ્વે ટ્ર્ક આ માટે તૈયાર પણ થઈ ચૂક્યો છે. જેને લઈને હવે ડુંગરપુરથી રાયગઢ વચ્ચે ફાઈનલ ટ્રેક નિરીક્ષણ કરવાની કાર્યવાહી શરુ કરાઈ છે.

 

 

રેલ્વે લાઈન મીટર ગેજમાંથી બ્રોડગેજમાં પરિવર્તન કરવામાં આવ્યુ છે. જેનુ મહંદઅંશે કાર્ય પુરુ કરી લેવામાં આવ્યુ છે. લોકડાઉન પહેલા જ અમદાવાદથી હિંમતનગર સુધીની બ્રોડગેજ રેલ્વે નિયમિત શરુ કરવામાં આવી હતી. જે હવે આવનારા દિવસોમાં ઉદયપુર સુધી લંબાઈ જશે. બ્રોડગેજ રેલ્વે લાઈનનું અગાઉ અમદાવાદથી રાયગઢ સુધીનું સીઆરએસ નિરીક્ષણ કોરોના પહેલા કરવામાં આવ્યુ હતુ. હિંમતનગરના રાયગઢથી ડુંગરપુર સુધીના 91 કિલોમીટર સુધીના ટ્રેકનું નિરીક્ષણ એટલે કે સીઆરએસ પ્રક્રિયા શરુ કરાઈ છે. જે આગામી ત્રણ દિવસ સુધી ચાલશે. લુસડિયા, શામળાજી, બીછીવાડા અને ડુંગરપુર રેલ્વે સ્ટેશનના પણ નિરિક્ષણ આ દરમ્યાન કરવામાં આવશે.

 

 

રેલ્વે સ્ટેશનની ઉપલબ્ધતા અને તેમાં ઉભી કરાયેલી સુવિધાઓનું પણ આ પ્રક્રિયા દરમ્યાન નિરિક્ષણ કરવામાં આવે છે. આ માટે અજમેર રેલ્વે ડિવિઝનના ડીઆરએમસહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો રાયગઢ રેલ્વે સ્ટેશન પહોંચ્યો હતો. જ્યાંથી તેઓ ઓપન રેલ કારમાં સવાર થઈને શામળાજી સુધીનું આજે પ્રથમ તબક્કાનું નિરિક્ષણ કર્યુ હતુ. આ ઉપરાંત રેલ્વે ટ્રેન પણ ટ્રેક પર દોડાવીને તેના દ્રારા ત્રણ દિવસની પ્રક્રિયા બાદ સીઆરએસ રીપોર્ટ રેલ્વે બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. જેમાં કોઈ ક્ષતિઓ સામે આવશે તો તેને સુધારવા માટે પણ સુચનો કરવામાં આવશે.

આ પણ વાંચો:  ઇન્ટર્ન તબીબોનું સ્ટાઇપેન્ડ રૂપિયા 12,800થી વધારી 18,000 કરાયું : નાયબ મુખ્યપ્રધાન

 

 

ટ્રેક અને સ્ટેશનો યોગ્ય હશે તો મુસાફર ટ્રેન શરુ કરવા માટે સુચવવામાં આવશે. આમ હવે આગામી વર્ષના પ્રારંભમાં ડુંગરપુરથી અમદાવાદ ઝડપી રેલ્વે સુવિધા શરુ થઈ શકશે. સાથે જ આગામી વર્ષ 2021 સુધીમાં ઉદયપુર અમદાવાદ રેલ્વે સેવા શરુ થઈ જશે. ડુંગરપર-ઉદયપુર રેલ્વે ટ્રેક પર એક વિશાળ રેલ બોગદાના નિર્માણ અને કોરોનાને લઈને આ સમય પાછો ઠેલાયો હતો.

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati