Ahmedabad : DRM એ રેલ્વે સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું, જરૂરી સૂચનો આપ્યા

|

May 21, 2022 | 9:27 PM

અમદાવાદ મંડળના ડીઆરએમ(DRM)તરુણ જૈને સ્ટેશન પર ચાલી રહેલા કામોની સમીક્ષા કરી હતી અને બાંધકામના કામોને ઝડપી બનાવવા પર ભાર મૂક્યો. આ દરમિયાન તેમણે મુસાફરો સાથે વાતચીત કરી અને તેમની સમસ્યાઓ જાણી.આ સાથે કાર્યકારી નિરીક્ષકો સાથે મીટીંગ કરી

Ahmedabad :  DRM એ રેલ્વે સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું, જરૂરી સૂચનો આપ્યા
Ahmedabad Railway Station DRM Visit

Follow us on

પશ્ચિમ રેલવેના(Western Railway)અમદાવાદ મંડળના ડીઆરએમ(DRM)તરુણ જૈને 21 મેના રોજ અમદાવાદ (Ahmedabad) રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે અમદાવાદ સ્ટેશન પર સર્ક્યુલેટિંગ એરિયા, પ્લેટફોર્મ 1 થી 9 મુસાફરોની સુવિધાઓ જેવી કે વોટર પોઈન્ટ, જનરલ વેઈટીંગ રૂમ, એસી વેઈટીંગ રૂમ, જન આહાર, કેટરીંગ સ્ટોલ, એસ્કેલેટર, સ્ટેશન સ્ટેશનની સ્વછતા, ડિસ્પ્લે  બોર્ડ, ફુટ ઓવર બ્રિજ, સરસપુર સાઈડમાં ચાલી રહેલા બાંધકામ અને સ્ટેશન પર ચાલી રહેલા અન્ય વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું હતું.

ઓવર બ્રિજ અને એસ્કેલેટરનું કામ વહેલી તકે પૂર્ણ કરવા નિર્દેશ

તેમણે અમદાવાદ સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓના વિવિધ મુખ્ય સુવિધાઓનું નિરીક્ષણ કર્યું. જેમાં કેટરિંગ સ્ટોલ, એસ્કેલેટર, સ્ટેશનની સ્વચ્છતા અને સ્ટેશન પર ચાલી રહેલા વિકાસ કામોની સમીક્ષા કરવામાં આવી હતી. સ્ટેશન પરિસરનું સ્વચ્છતાના દૃષ્ટિકોણથી સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ઓવર બ્રિજ અને એસ્કેલેટરનું કામ વહેલી તકે પૂર્ણ કરવા પર ભાર મુકતા તેમણે મુસાફરોને વધુ સારી સુવિધા મળી રહે તે માટે પ્લેટફોર્મ પર યોગ્ય આયોજન અને મુસાફરોની સુવિધાની પૂરતી વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો હતો.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

બાંધકામના કામોને ઝડપી બનાવવા પર ભાર મૂક્યો

તેમણે સ્ટેશન પર ચાલી રહેલા કામોની સમીક્ષા કરી હતી અને બાંધકામના કામોને ઝડપી બનાવવા પર ભાર મૂક્યો. આ દરમિયાન તેમણે મુસાફરો સાથે વાતચીત કરી અને તેમની સમસ્યાઓ જાણી.આ સાથે કાર્યકારી નિરીક્ષકો સાથે મીટીંગ કરી તેમની કામગીરી કરવામાં પડતી તકલીફો અંગે જાણકારી મેળવી હતી અને તે જલ્દી પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. આ પ્રસંગે બોર્ડના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Published On - 9:24 pm, Sat, 21 May 22

Next Article