Ahmedabad : કમલમ ફ્રૂટના ઉત્પાદનમાં ગુજરાત મોખરે, 1200 હેક્ટરમાં વાવેતર થયું

|

Sep 02, 2021 | 3:03 PM

રાજ્યના 25 જીલ્લાઓમાં 1200 જેટલા હેક્ટર વિસ્તારમાં કમલમ એટલે કે ડ્રેગન ફ્રુટનું વાવેતર કરવામાં આવી રહ્યું છે.

Ahmedabad : કમલમ ફ્રૂટના ઉત્પાદનમાં ગુજરાત મોખરે, 1200 હેક્ટરમાં વાવેતર થયું
Dragon fruit

Follow us on

રાજ્યના 25 જીલ્લાઓમાં 1200 જેટલા હેક્ટર વિસ્તારમાં કમલમ (ડ્રેગનફ્રુટ)નું ( Dragon fruit) વાવેતર કરવામાં આવી રહ્યું છે . ત્યારે કમલમની ખેતીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા પ્રતિ હેક્ટર દીઠ રૂ.1.25 લાખની સહાય આપવામાં આવે છે. કમલમના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અમદાવાદ (Ahmedabad) શહેરના કર્ણાવતી ક્લબમાં(Karnavati Club)  કમલમ અને ફળ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. કૃષિમંત્રી આર સી ફળદુએ (Agriculture Minister R. C. Faldu) કમલમ અને ફળ મહોત્સવને ખુલ્લો મુક્યો હતો. આ મહોત્સવ 6 સપ્ટેમ્બર સુધી કાર્યરત રહેશે.

કમલમ ફ્રુટ અનેક ઔષધિય ગુણોથી ભરપૂર છે. કોરોનાકાળમાં પણ તબીબો દ્વારા આ ફ્રુટના સેવન માટેની સલાહ આપવામાં આવતી હોય છે. ત્યારે રાજ્યના ખેડૂતો વધુને વધુ આ ફ્રુટના ઉત્પાદન ક્ષેત્રે આકર્ષાય તે માટે આજનો કમલમ ફ્રુટ મહોત્સવ પ્રેરણારૂપ બની રહેશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

ખેડૂતોને કમલમ ફ્રુટના વાવેતર વધારવા માટે રાજય સરકાર દ્વારા પ્રતિ હેક્ટર દીઠ 1.25 લાખ રૂપિયાની નાણાકીય સહાય બાગાયતી ખેતી માટે આપીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જેના પગલે રાજ્યના 25 જીલ્લાઓમાં 1200 જેટલા હેક્ટર વિસ્તારમાં આ ફ્રુટનું વાવેતર કરવામાં આવી રહ્યું છે.

કૃષિમંત્રી આર સી ફળદુએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ પોતાના મુખ્યમંત્રી પદના કાર્યકાળ દરમિયાન 2005 માં કૃષિ મહોત્સવની શરૂઆત કરીને રાજ્યના કૃષિ ક્ષેત્રે આમૂલ પરિવર્તન કર્યા હતા. રાજ્યના ખેડૂતો પરંપરાગત ખેતીની સાથે સાથે આજે આધુનિક ખેતી કરતો થયા છે. ખેડૂતોએ બાગાયતી ખેતપેદાશ ક્ષેત્રે પણ ઉત્તરોઉત્તર પ્રગતિ કરીને દેશને નવો માર્ગ બતાવ્યો છે. જેના પરિણામે રાજ્યામાં કમલમ ફ્રુટમાં પણ છેલ્લા 2 વર્ષમાં અસરકારક ઉત્પાદન જોવા મળ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022 સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવાનો નિર્ધાર કર્યો છે. જે સહિયારા પુરુષાર્થ થકી જ શક્ય બનશે. રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યના ખેડૂતોને અનેકવિધ ખેતપધ્ધતિઓથી માહિતગાર કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. રાજ્યના ખેડૂતોને પરંપરાગત ખેતી, પ્રાકૃતિક ખેતી, બાગાયતી ખેતી ક્ષેત્રે પણ વધુને વધુ ઉત્પાદન વધારવા સરકારે પ્રયત્નો હાથ ધર્યા છે.

રાજ્યના ખેડૂતોની ખેતપેદાશોને પણ યોગ્ય ભાવ મળે તે માટે રાજ્યમાં 250 થી વધુ એ.પી.એમ.સી. કાર્યરત કરવામાં આવી છે. આજે સરકારી એ.પી.એમ.સી.ની સાથે સાથે ખાનગી એ.પી.એમ.સી. પણ કાર્યરત કરીને રાજ્યના ખેડૂતોની ખેતપેદાશોને યોગ્ય ભાવ અપાવી રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધારને પૂર્ણ કરવાના આયોજનબધ્ધ પગલા લીધા છે.

રાજ્યમાં દર વર્ષે મેંગો ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. જેના પગલે રાજ્યના બાગાયત ક્ષેત્ર સાથે જોડાયેલા ખેડૂતોને આકર્ષવાનો અને નાગરિકોમાં પણ કેરીની ગુણવત્તા તેની ઉપયોગીતાને વધુ અસરકારક બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે. આ દિશામાં આગળ વધીને રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે કમલમ ફ્રુટ ફેસ્ટીવલનું આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કમલમ ફ્રુટના ઉત્પાદનમાં દેશમાં અગ્રેસર ગુજરાત દેશના ખેડૂતોને પણ આ ક્ષેત્રે પ્રોત્સાહિત કરે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી અને દેશના અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારના ફેસ્ટીવલની આગેવાની લેવા માટે ગુજરાતને આહવાન કર્યુ હતુ. જેના પગલે ટૂંક સમયમાં દિલ્હી ખાતે પણ આ પ્રકારના કમલમ ફાર્મ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવશે.

આ ફળ મહોત્સવમાં વિવિધ ફળોના વેચાણ માટે રાજ્યના 45 ખેડૂતો 23 સ્ટોલમાં પોતાની ઉત્તમ ઉત્પાદનો લઈને આવ્યા છે. જેમાં કમલમ ઉપરાંત જામફળ, પપૈયાં, એક્સપોર્ટ ક્વોલીટી કેળાં, એક્ઝોટીક શાકભાજી અને મશરૂમ તેમજ ડિહાઈડ્રેટેડ પ્રોડક્ટસ તથા પ્રાકૃતિક ખેતીની પેદાશોનું પણ વેચાણ કરવામાં આવશે. કમલમ અને ફળ ફેસ્ટિવલ નગરજનોમાં આરોગ્યપ્રદ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

આ પણ વાંચો : Cooking oil : જો તમે એક વખત વપરાયેલા કુકિંગ તેલનો વારંવાર ઉપયોગ કરો છો તો તેના જીવલેણ પરિણામો પણ જાણી લો

આ પણ વાંચો :Surat Corona Update: સુરતીઓએ આખરે કોરોનાને આપી માત, હવે એકપણ દર્દી વેન્ટિલેટર પર નહીં

Next Article