Ahmedabad : Amcના અધિકારીઓએ Tea stall ચલાવતી દિવ્યાંગ સાથે કર્યુ ગેરવર્તન, કહ્યું ‘આને ઉઠાવીને નાખો ગાડીમાં’, જુઓ Video માં અધિકારીઓ સામેની દિવ્યાંગ નેહા ભટ્ટની વ્યથા

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં નેહા ભટ્ટ પોતાના ટી-સ્ટોલ આગળ ઊભી છે અને રડતા રડતા મહિલા પોલીસકર્મીને પોતાની આપવીતી જણાવી રહી છે કે વિકલાંગ દીકરીને હેરાન કરો છો. પ્રેમથી કીધુ હોત તો હુ જતી રહી હોત.

Ahmedabad : Amcના અધિકારીઓએ Tea stall ચલાવતી દિવ્યાંગ  સાથે કર્યુ ગેરવર્તન, કહ્યું આને ઉઠાવીને નાખો ગાડીમાં, જુઓ Video માં અધિકારીઓ સામેની દિવ્યાંગ નેહા ભટ્ટની વ્યથા
| Edited By: | Updated on: Mar 29, 2023 | 12:45 PM

અમદાવાદ બાપુનગર વિસ્તારની નેહા ભટ્ટે અકસ્માતમાં એક પગ ગુમાવ્યા બાદ હાલમાં જ સાબરમતી રીવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર સામે ફૂટપાથ પર ચા નો સ્ટોલ શરૂ કર્યો છે. દિવ્યાંગનો અર્થ એ થાય કે જેનું અંગ દિવ્ય છે, તેમનું આ પગલુ પ્રેરણારુપ છે. પરંતુ અત્યારે નેહા ભટ્ટનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ AMCના દબાણ શાખાના કર્મચારીઓ પર હેરાનગતિ અને હપ્તાખોરી કરવાનો આક્ષેપ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Gujarati Video : અમદાવાદના સરખેજમાં પતિના વ્યસનથી કંટાળી પરિણીતાએ કર્યો આપઘાત, દુષ્પ્રેરણાનો ગુનો નોંધી પોલીસે હાથ ધરી કાર્યવાહી

AMCના અધિકારીઓ હેરાન કરે છે

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં નેહા ભટ્ટ પોતાના ટી-સ્ટોલ આગળ ઊભી છે અને રડતા રડતા મહિલા પોલીસકર્મીને પોતાની આપવીતી જણાવી રહી છે કે વિકલાંગ દીકરીને હેરાન કરો છો, જો તમે પ્રેમથી કહ્યું હોત કે બેન આજે સીએમ સાહેબ આવે છે, તો હુ જતી રહેત ને. હું પણ માણસ છું, હુ પણ લોકોની રિસ્પેક્ટ કરું છું, હું કોઈ ખાટુ કામ નથી કરતી તો મને કેમ હેરાન કરે છે. અમદાવાદમાં આટલી બધી લારીઓ ચાલે છે, એ કોઈને નથી હટાવતા, પરંતુ રોજ મને હેરાન કરો છો. પ્રેમથી કહ્યુ હોત તો હું જતી રહી હોત.

 

 

પોલીસ સામે રડીને ઠાલવી વ્યથા

નેહા ભટ્ટે રડતા રડતા પોતાની વ્યથા પોલીસ સમક્ષ રજૂ કરી હતી. મારા સ્ટોલની આજુબાજુ દરરોજ ધણી લારીઓ ઉભી રહે છે. પરંતુ તે દિવસે કોઈ લારી આવી ન હતી. સાથે જ નેહાએ કહ્યુ કે તમે બીજા દિવસ આવશો તો અહી તમને અન્ય ઘણી લારી જોવા મળશે. દેશભરમાં બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન ચાલે છે પરંતુ અહી દિવ્યગ દિરકીને હેરાન કરે છે. આખા ગુજરાતની જનતા મને સપોર્ટ છે. અમદાવાદના લોકો પરીવાર સાથે ચા પીવા અહીં આવે છે. નેહા ભટ્ટે જણાવ્યું કે ” હું આપઘાત ન કરું, ડિપ્રેશનમાંથી બાહર નીકળું એટલે અહીં આવી છું…”

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 2:29 pm, Tue, 28 March 23