Ahmedabad: ખારીકટ કેનાલમાં ગંદકી, તિરાડો અને હવે પડ્યાં ગાબડાં, વધુ વરસાદ પડેે તો ઘરમાં પાણી ઘુસી જવાનો સ્થાનિકોને ભય

|

Jul 17, 2022 | 5:33 PM

22 કિલો મીટરમાં પથરાયેલ કેનાલમાં એક બે નહિ પણ ત્રણ જગ્યાએ ગાબડા પડ્યા. તેમજ કેનાલ પણ હવે જર્જરિત બની રહી છે. જે કેનાલ સમારકામ ઈચ્છી રહી છે.

Ahmedabad: ખારીકટ કેનાલમાં ગંદકી, તિરાડો અને હવે પડ્યાં ગાબડાં, વધુ વરસાદ પડેે તો ઘરમાં પાણી ઘુસી જવાનો સ્થાનિકોને ભય
Fear for residents living near Kharikat Canal

Follow us on

અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા શહેરમાં વિવિધ વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેના કારણે વિવિધ સ્થળોની કાયાપલટ થઈ રહી છે. ત્યારે હવે પૂર્વ વિસ્તારમાં અવાર નવાર વિવાદમાં રહેતી ખારીકટ કેનાલ (Kharikat canal) ની પણ કાયા પલટ થવા જઈ રહી છે. કેમ કે અમદાવાદ (Ahmedabad) મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખારીકટ કેનાલને નવીનીકરણ કરવાનું કામ હાથમાં લેવાયુ છે. ત્યારે જોઈએ હાલમાં આ ખારીકટ કેનાલની હાલત શું છે.

કેનાલમાં અત્યારે ગંદકી, ક્યાંક તિરાડ તો હવે પડ્યા ગાબડા. આ વાત છે શહેરના નરોડા વિસ્તારની. નરોડા વિસ્તારમાં શાલીન સ્કૂલ પાસેની કેનાલ કે જ્યાં તાજેતરમાં એક બ્રિજ નીચે ગાબડું પડ્યું છે. જે ગાબડું પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. કેમ કે સ્થાનિકોનો આક્ષેપ છે કે પહેલા નાનું ગાબડું હતું જે ગાબડું વરસાદ પડતાં પાણીથી ધોવાઈ જતા મોટું ગાબડું પડ્યું. જેનાથી સ્થાનિકોને ભય છે કે વધુ વરસાદમાં કેનાલ તૂટી શકે છે અને લોકોના ઘરોમાં પાણી ઘુસી શકે છે. જેથી જલ્દી તેનું નિરાકરણ લાવવા સ્થાનિકોએ માંગ કરી છે. સાથે જ સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં હોવા અને કેનાસમાં ખુબ જ ગંદકી હોવાની પણ ફરિયાદો કરી છે.

આ સિવાય ખારીકટ કેનાલમાં ઠક્કરનગર વિસ્તારમાં શિવાજી ચોક કેનાલ પાસે રાજીવ પાર્ક સોસાયટી પાસે કેનાલમાં મોટી ગાબડું પડ્યું છે. અને તે પણ એક નહિ બે ગાબડા પડ્યા છે. જે ગાબડું પડતા રેતી ભરેલી થેલીઓ અંદર મુકવી પડી છે. તેમજ કેનાલ ઉપર નો રસ્તો પણ બંધ કરવાની ફરજ પડી છે. જેનાથી રાહદારી અને વાહન ચાલકોને ફરીને જવું પડે છે. તેમજ વધુ વરસાદ કે કેનાલમાં પાણી આવતા ગાબડા મારફતે પાણી સોસાયટીઓમાં પ્રવેશવાનો સ્થાનિકોને ભય સતાવી રહ્યો છે.

આ પણ વાંચો

22 કિલો મીટરમાં પથરાયેલ કેનાલમાં એક બે નહિ પણ ત્રણ જગ્યાએ ગાબડા પડ્યા. તેમજ કેનાલ પણ હવે જર્જરિત બની રહી છે. જે કેનાલ સમારકામ ઈચ્છી રહી છે. અને જો તેનું સમારકામ ન થયું તો કેનાલ મોટી હોનારત પણ સર્જી શકે છે. તેથી સ્થાનિકો માગ કરી રહ્યા છે કે વહેલી તકે આ કેનાલનું સમારકામ શરૂ કરી દેવામાં આવે.

Next Article