Ahmedabad: દાણીલીમડાના ધારાસભ્‍ય શૈલેષ પરમારે પોતાની ગ્રાન્ટમાંથી એમ્‍બ્‍યુલન્‍સ વાન તથા જરૂરી મેડીકલ સાધનો ખરીદવા માટે રૂપિયા 60 લાખ ફાળવ્યા

|

May 28, 2021 | 8:30 PM

દાણીલીમડા વિધાનસભા મતવિસ્‍તારના ધારાસભ્‍ય શૈલેષભાઈ પરમારે (MLA Shailesh Parmar) સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રો તથા ટ્રસ્‍ટ સંચાલિત હોસ્‍પિટલમાં એમ્‍બ્‍યુલન્‍સ વાન તથા જરૂરી મેડીકલ સાધનો ખરીદવા માટે તેમની વર્ષ 2021-22ની ધારાસભ્‍ય ગ્રાન્‍ટમાંથી રૂ. 60 લાખની રકમની ફાળવણી કરી હતી.

Ahmedabad: દાણીલીમડાના ધારાસભ્‍ય શૈલેષ પરમારે પોતાની ગ્રાન્ટમાંથી એમ્‍બ્‍યુલન્‍સ વાન તથા જરૂરી મેડીકલ સાધનો ખરીદવા માટે રૂપિયા 60 લાખ ફાળવ્યા

Follow us on

અમદાવાદ (Ahmedabad)શહેરમાં કોરોના મહામારી મોટા પ્રમાણમાં ફેલાઈ છે, ત્‍યારે અમદાવાદ શહેરના પ્રજાજનોને કોરોના વાયરસની મહામારીમાં મદદરૂપ થવા માટે વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા અને દાણીલીમડા વિધાનસભા મતવિસ્‍તારના ધારાસભ્‍ય શૈલેષભાઈ પરમારે (MLA Shailesh Parmar) સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રો તથા ટ્રસ્‍ટ સંચાલિત હોસ્‍પિટલમાં એમ્‍બ્‍યુલન્‍સ વાન તથા જરૂરી મેડીકલ સાધનો ખરીદવા માટે તેમની વર્ષ 2021-22ની ધારાસભ્‍ય ગ્રાન્‍ટમાંથી રૂ. 60 લાખની રકમની ફાળવણી કરી હતી.

 

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

શૈલેષ પરમારે જણાવ્‍યું હતું કે રાજ્‍યમાં કોરોનાના કારણે કોરોનાની સ્‍થિતિ બેકાબુ બની ગઈ છે અને તમામ જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ અતિશય વધી ગયું છે. રાજયના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મોટા શહેરો સહિત નાના શહેરો અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં પણ કોરોનાએ વિકરાળ સ્‍વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં પરિસ્‍થિતિ ગંભીરથી અતિ ગંભીર બની છે.

 

અમદાવાદ શહેરમાં હોસ્‍પિટલોમાં બેડ, કોરોનાની સારવાર માટે અસરકારક એવા રેમડેસીવીર ઈન્‍જેકશન, ફેબી ફલુ જેવી દવાઓ અને ઓક્‍સીજનની અછત સર્જાઈ છે. કોરોનાના કેસો અતિશય પ્રમાણમાં વધ્‍યા હોવાથી અમદાવાદ જેવા શહેરમાં કોરોનાના ગંભીર દર્દીઓને 108 એમ્‍બ્‍યુલન્‍સ સમયસર મળતી નથી કે મેળવવા માટે ઘણી બધી મુશ્‍કેલીઓ વેઠવી પડે છે.

 

 

અમદાવાદ શહેરના પ્રજાજનોને કોરોના વાયરસની મહામારીમાં મદદરૂપ થવા માટે દાણીલીમડા વિધાનસભા મતવિસ્‍તારના સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રો તથા ટ્રસ્‍ટ સંચાલિત હોસ્‍પિટલમાં એમ્‍બ્‍યુલન્‍સ વાન તથા જરૂરી મેડીકલ સાધનો ખરીદવા માટે વર્ષ 2021-22ની ધારાસભ્‍ય ગ્રાન્‍ટમાંથી કુલ રૂ.60 લાખની ગ્રાન્‍ટ ફાળવી હતી.

જેમાં (1) સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર, દાણીલીમડા ખાતે એમ્‍બ્‍યુલન્‍સ વાન તથા જરૂરી મેડીકલ સાધનોની ખરીદી માટે – રૂ.15 લાખ

(2) સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર, બહેરામપુરા ખાતે એમ્‍બ્‍યુલન્‍સ વાન તથા જરૂરી મેડીકલ સાધનોની ખરીદી માટે રૂ. 15 લાખ

(3) સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર, ગોમતીપુર ખાતે એમ્‍બ્‍યુલન્‍સ વાન તથા જરૂરી મેડીકલ સાધનોની ખરીદી માટે રૂ.15 લાખ

(4) ગોમતીપુર ખાતે આવેલ અલ-અમીન ટ્રસ્‍ટ સંચાલિત હોસ્‍પિટલમાં મેડીકલ સાધનોની ખરીદી માટે રૂ.15 લાખ એમ કુલ રૂ. 60 લાખની ફાળવણી કરી હતી અને જરૂર જણાયે વધુ રકમની ગ્રાન્‍ટ ફાળવવાની બાંહેધરી પણ આપી હતી.

 

આ પણ વાંચો: Monsoon 2021 : કેરળમાં 31મી મે એ ચોમાસુ બેસવાની આગાહી, ગુજરાતના કેટલાક વિસ્તારમાં બે દિવસમાં પડશે વરસાદ

Next Article