અયોધ્યા રામ મંદિર માટે અમદાવાદના ડબગર સમાજે તૈયાર કર્યુ 500 કિલોનું નગારું

અયોધ્યા રામ મંદિર માટે અમદાવાદના ડબગર સમાજે તૈયાર કર્યુ 500 કિલોનું નગારું

| Edited By: | Updated on: Dec 29, 2023 | 7:33 PM

અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તૈયારીઓ તડામાર ચાલી રહી છે. ગુજરાતથી ધ્વજા દંડને તૈયાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન હવે અમદાવાદના ડબગર સમાજે અયોધ્યા મંદિર માટે ખાસ નગારું તૈયાર કરવામાં આવ્યુ છે. આ વિશેષ નગારુ 56 ઊંચું તૈયાર કર્યુ છે. જ્યારે તેનું વજન 25 મણ છે. આ નગારાને અયોધ્યા રામ મંદિર મહોત્સવ માટે મોકલવામા આવનાર છે.

22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. વર્ષોથી જે ઘડીની રાહ ભક્તો જોઈ રહ્યા હતા તે રામ મંદિર બનીને તૈયાર છે. ત્યારે રામ મંદિર પ્રાંગણમાં રાખવા માટે અમદાવાદમાં વિશાળકાય નગારુ તૈયાર કરાયું છે. ડબગર સમાજે તૈયાર કરેલ નગારાને 14 જાન્યુઆરીએ અયોધ્યા લઇ જવામાં આવશે.

માતાજીને નગારુ ભેટમાં આપવી એ ડબગર સમાજની પરંપરા રહી છે. અયોધ્યામાં મંદિર બનીને તૈયાર છે ત્યારે ભગવાન શ્રીરામના મંદિરમાં ડબગર સમાજ દ્વારા તૈયાર કરેલ નગારુ શોભા દે એ વિચાર સાથે અમદાવાદમાં ડબગર સમાજે મહાકાય નગારુ તૈયાર કર્યું.

અમદાવાદના ડબગર સમાજે તૈયાર કર્યુ

500 કિલોનું આ નગારુ 56 ઇંચ ઊંચું છે. જેને 20 કારીગરોએ ત્રણ મહિનાની મહેનતથી આઠ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કર્યું છે. દરેક સમાજ રામ મંદિરમાં પોતાના વતી કંઈ ને કંઈ ભેટ આપી રહ્યા છે ત્યારે ડબગર સમાજના પ્રતીક સમાન નગારું પણ રામ મંદિરમાં શોભા દે એવી સમાજની ઈચ્છા છે. વર્ષો સુધી નગારા ને કંઈપણ ના થાય એવી એની બનાવટ હોવાનો દાવો ડબગર સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

આગામી 14 જાન્યુઆરીએ મહાકાય નગારાને શાસ્ત્રોચ્ચાર કરી અમદાવાદથી અયોધ્યા માટે લઈ જવામાં આવશે. રસ્તામાં આવતા ડબ્ગર સમાજના ગામોમાં પણ નગારાને રાખવામાં આવશે. મહત્વ નું છે કે અયોધ્યા શ્રીરામ મંદિરનો મુખ્ય ધ્વજ સ્તંભ પણ અમદાવાદમાં જ તૈયાર થયો છે. ત્યારે હવે અમદાવાદનું નગારુ પણ હવે અયોધ્યામાં શોભા વધારતું જોવા મળશે.

અજયબાણ તૈયાર કરાયું

અમદાવાદના જય ભોલે ગૃપ દ્વારા અંબાજીમાં અજયબાણ તૈયાર કરવામાં આવ્યુ હતુ. પાંચ ફૂટ લાંબા અને પંચ ધાતુમાંથી તૈયાર કરવામાં આવેલ અજય બાણને શક્તિપીઠ અંબાજી લવાયું હતુ. જ્યાં બાણને ગબ્બર પર્વત પર લઈ જવામાં આવ્યુ હતુ. અજય બાણની પૂજા અર્ચના કરીને તેની આરતી અંબાજીમાં ઉતારવામાં આવી હતી.

શ્રીરામનો અંબાજી સાથે જૂનો સંબંધ છે. વનવાસના સમયગાળા દરમિયાન ભગવાન શ્રીરામને શ્રીંગી ઋષિએ માતા જગદંબાની આરાધના કરવા કહ્યુ હતુ. માતાજીએ પ્રસન્ન થઈને રાવણ વધ માટે અજય બાણ આપ્યુ હતુ. જેની પ્રતિકૃતિ તૈયાર કરી તેની પૂજા અર્ચના અંબાજીમાં કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ થર્ટી ફર્સ્ટને લઈ દારુની હેરાફેરી પર પોલીસની બાજ નજર, શામળાજી નજીકથી ઝડપાયો જથ્થો

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Dec 29, 2023 06:51 PM