Ahmedabad: અમેરિકન નાગરીકો સાથે છેતરપિંડી કરતા વધુ એક કોલસેન્ટરનો અમદાવાદ સાયબર ક્રાઈમે કર્યો પર્દાફાશ

|

Jun 24, 2022 | 4:57 PM

મેરિકન નાગરીકો સાથે છેતરપિંડી કરતા વધુ એક કોલસેન્ટરનો અમદાવાદ સાયબર ક્રાઈમે પર્દાફાશ કર્યો છે. પોતાના ઘરમા એકલા હાથે કોલ સેન્ટર ચલાવનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Ahmedabad: અમેરિકન નાગરીકો સાથે છેતરપિંડી કરતા વધુ એક કોલસેન્ટરનો અમદાવાદ સાયબર ક્રાઈમે કર્યો પર્દાફાશ
ફોટો - આરોપી

Follow us on

Ahmedabad: અમેરિકન નાગરીકો સાથે છેતરપિંડી કરતા વધુ એક કોલસેન્ટરનો (Call center) અમદાવાદ સાયબર ક્રાઈમે પર્દાફાશ કર્યો છે. પોતાના ઘરમા એકલા હાથે કોલ સેન્ટર ચલાવનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અમેરિકન નાગરીકોને લોન આપવાના બહાને તેમની પાસેથી રૂપિયા પડાવતો હતો. પોલીસે 19 લાખ રોકડા સહીત બે લેપટોપ અને અન્ય મુદ્દામાલ કબ્જે કર્યો છે. જોકે આ ગુનાનો અન્ય એક આરોપી ફરાર છે.

અમદાવાદ સાયબર ક્રાઈમની કસ્ટડીમાં રહેલા આરોપીનુ નામ કાર્તીગેયન ગૌવતમ પીલ્લઈ છે. જે ન્યુ મણીનગરના કર્ણાવતી રીવે નામના ફ્લેટમાં રહી ગેરકાયદે કોલસેન્ટર ચલાવતો હતો. કાર્તીગેયન છેલ્લા 9 મહિનાથી અમેરિકન નાગરીકો સાથે છેતરપિંડી કરતો હતો. જે અંગે સાયબર ક્રાઈમને માહિતી મળતા તપાસ કરવામાં આવી. આરોપી ટેક્ટ નાઉ નામની એપ્લિકેશન થકી લેન્ડિંગ ક્બલના નામે લોન આપવાના બહાને છેતરપીંડી કરતો હોવાનુ સામે આવ્યુ છે. જેથી પોલીસે 19 લાખ રોકડા સાથે આરોપીની ધરપકડ કરી છે.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

આરોપી ની પુછપરછ કરતા સામે આવ્યુ કે, તે પે ડે ના નામે લોન આપવાના બહાને ગીફ્ટ કાર્ડ, ક્યુઆર કોડ અને બિટકોઈન મારફતે નાણાં મેળવી છેતરપિંડી કરતો હતો. આરોપી છેતરપિંડીના રૂપિયા આંગડીયા પેઢી કે પછી ચાઈનાથી હવાલા રૂપે મેળવતો હતો. સાથે જ આરોપી પાસેથી મોટી માત્રામાં લીડ એટલે કે, માહિતી મળીઆવી છે. જે જોતા આ આરોપીએ કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનુ પોલીસ માની રહી છે. કોલસેન્ટર ચલાવનાર આરોપીના મોબાઈલની તપાસ કરતા અન્ય આરોપીના માત્ર વર્ચુયલ નંબર મળ્યા છે. જેથી આરોપી પાસે લીડ ક્યાંથી આવતી હતી. કોણ લાવતુ હતુ. સાથે જ આરોપીની સાથે કોલસેન્ટરના ગુનામાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે. તે અંગે તપાસ શરૂ કરી છે.

Next Article