Ahmedabad: સાયબર ક્રાઇમે મોબાઇલના IMEI નંબર બદલવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો ,એક આરોપીની ધરપકડ કરી

અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા મોબાઈલના IMEI નંબર બદલવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં સાયબર ક્રાઇમે આ કૌભાંડમાં સંડોવાયેલા એક આરોપીની ધરપકડ કરી છે. રૂપિયા 3 હજારથી 5 હજારમાં IMEI બદલીને મોબાઈલ બદલી દેતા હતા

Ahmedabad: સાયબર ક્રાઇમે મોબાઇલના IMEI નંબર બદલવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો ,એક આરોપીની ધરપકડ કરી
Cyber Crime Arrest Mobile IMEI Change Accused
| Edited By: | Updated on: Feb 15, 2023 | 7:23 PM

અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા મોબાઈલના IMEI નંબર બદલવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં સાયબર ક્રાઇમે આ કૌભાંડમાં સંડોવાયેલા એક આરોપીની ધરપકડ કરી છે. રૂપિયા 3 હજારથી 5 હજારમાં IMEI બદલીને મોબાઈલ બદલી દેતા હતા.જેમાં સામાન્ય રીતે સ્માર્ટ ફોનના સમયમાં ગુનેગારો પણ સ્માર્ટ થઈ ગયા છે. માત્ર રૂપિયા 3 હજારથી 4 હજારમાં મોબાઈલ ફોનના આઈએમઈઆઈ નંબર બદલવાનું કૌભાંડ ઝડપીને સાયબર ક્રાઇમે અબ્દુલ ખાલિદ શેખ નામના આરોપીની ધરપકડ કરી છે.

પોલીસ ટ્રેસ ન કરે તે માટે આઈએમઈઆઈ નંબર બદલી દેતો હતો

જેમાં નહેરુબ્રિજ નજીક જનપથ કોમ્પ્લેક્ષમાં મોબાઈલ રીપેરિંગની દુકાન ધરાવતો ધોરણ 10 પાસ અબ્દુલ ખાલિદ કોમ્પ્યુટરમાં યુએમટી સોફટવેર(ટુલ) ની મદદથી ચોરી કરેલા કે ગુનામાં વપરાયેલા મોબાઈલ ફોન પોલીસ ટ્રેસ ન કરે તે માટે આઈએમઈઆઈ નંબર બદલી દેતો હતો.

મોબાઇલની ઓળખ તેના IMEI નંબરથી થતી હોય છે

જેમાં છેલ્લા એક વર્ષથી આરોપી ગુમ થયેલા અથવા તો ચોરી થયેલા મોબાઈલના IMEI નંબર બદલી આપતો હોવાનું ખુલ્યું છે.સાયબર ક્રાઇમને બાતમી મળતા ખાનગી વ્યક્તિ દ્વારા છટકું ગોઠવીને આરોપીને રંગે હાથે ઝડપ્યો હતો.મહત્વનું છે કે કોઈપણ મોબાઇલ ની ઓળખ તેના IMEI નંબરથી થતી હોય છે પરંતુ જો તેનો સાચો IMEI નંબર જ કાઢી તેની જગ્યાએ અન્ય નંબર આપી દેવામાં આવે તો તે મોબાઈલની ભાળ થવી અશક્ય બને છે.

ફેક IMEI જનરેટ કરવાનું સોફ્ટવેર પણ મળી આવ્યું

આ આરોપી અબ્દુલખાલીદ મોહમ્મદ વસીમ શેખ નહેરુ બ્રિજ પાસે જનપથ કોમ્પ્લેક્સ માં મન્નત મોબાઇલ સ્ટોર ચલાવે છે. આરોપી પાસેથી ફેક IMEI જનરેટ કરવાનું સોફ્ટવેર પણ મળી આવ્યું છે.

બદલેલા IMEI નબર વાળો મોબાઈલની શોધવો એ શક્ય નથી હોતો

આની સાથે સાથે કેટલાક ડેટા પણ મળી આવ્યા છે. જેને પોલીસે જપ્ત કર્યાં છે. આરોપી આ નંબર બદલવા માટે રૂપિયા ત્રણથી ચાર હજાર રૂપિયાની રકમ પણ વસૂલતો હતો. મોબાઈલના IMEI નંબર બદલવાથી કોઈપણ વ્યક્તિ બદલેલા નંબરનો કોઈપણ પ્રકારના ગુનામાં ઉપયોગ લઈ શકે છે. કેમકે બદલેલા IMEI નબર વાળો મોબાઈલની શોધવો એ શક્ય નથી હોતો જેથી કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં મોબાઈલનો ઉપયોગ થયો હોય તો તેની તપાસ કરવી પોલીસ માટે પણ અઘરી બની જાય છે.

અત્યાર સુધી આરોપીએ 200 થી વધારે જેટલા મોબાઇલના IMEIનંબર બદલ્યા હતા. જેની સાયબર પોલીસે માહિતી મેળવીને આગળની તપાસ શરૂ કરી છે.આરોપીએ IMEI નંબર બદલવા માટે લાવેલ સોફ્ટવેર ક્યાંથી લાવ્યો હતો. અને આ કૌભાંડ માં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચો : Ahmedabad: ક્રાઇમ બ્રાન્ચે 22.29 લાખ રૂપિયાના MD ડ્રગ્સ સાથે એક યુવકની ધરપકડ કરી