Ahmedabad : બહેનપણી સાથે સગાઈ તૂટવાનો બદલો લેવું યુવતીને ભારે પડ્યું, પોલીસે ગણતરીના સમયમાં ધરપકડ કરી

|

Jul 23, 2022 | 10:53 PM

અમદાવાદ સાયબર ક્રાઇમમાં(Cyber Crime) ઇન્સ્ટાગ્રામ ધારક વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ હતી. જેમાં પોલીસે ટેકનીકલ એનાલીસ કરી આરોપી જ્યોતી ઉર્ફે શીવાની ડો/ઓ સંજયભાઇ શાહની ધરપકડ કરી હતી. પોલીસે સમગ્ર મામલે જ્યોતિબેન ની પૂછપરછ કરતા ચોકાવનારી હકીકતો સામે આવી હતી

Ahmedabad : બહેનપણી સાથે સગાઈ તૂટવાનો બદલો લેવું યુવતીને ભારે પડ્યું, પોલીસે ગણતરીના સમયમાં  ધરપકડ કરી
Ahmedabad Police Arrest Woman For Crime

Follow us on

આમ, તો સાઇબર ક્રાઇમનો  (Cyber Crime) અનેક કિસ્સાઓ આપે સાંભળ્યા હશે પણ એક અનોખો કિસ્સો  અમદાવાદમાં (Ahmedabad)   સામે આવ્યો છે. જેમાં એક ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ “My love vishu Life line mom”છે. જે ફક્ત પ્રેમસંબંધ તોડવા માટે બનાવવામાં આવી હતી. જેમાં ઘટનાની વિગત મુજબ કે My love vishu Life line mom નામની આઇડી ફરિયાદીના ખોટા નામની બનાવવામાં આવી હતી જેના ડી.પી. મા ફરીયાદીનો ફોટો મુકી ગંદીગાળો પણ લખવામાં આવી હતી અને તેને વાઇરલ કરવામાં આવ્યું હતું. આ પ્રોફાઈલ વાયરલ કરતા મેસેજો ઇન્સ્ટાગ્રામ ઉપર ફરતા મુકી પ્રતિષ્ઠાને લાછન લાગે તેવા બિભસ્ત શબ્દોનો ઉપયોગ કરી સમાજમા છોકરીની માનમર્યાદાને શરમાવે તેવા મેસેજો મુકી આજાણ્યો વ્યક્તિ વાયરલ કરતો હતો.

આ ઇન્સ્ટાગ્રામ ધારક વિરૂધ્ધ સાયબર ક્રાઇમ માં ફરિયાદ નોંધાઇ હતી. જેમાં પોલીસે ટેકનીકલ એનાલીસ કરી આરોપી જ્યોતી ઉર્ફે શીવાની ડો/ઓ સંજયભાઇ શાહની ધરપકડ કરી હતી. પોલીસે સમગ્ર મામલે જ્યોતિબેન ની પૂછપરછ કરતા ચોકાવનારી હકીકતો સામે આવી હતી. જ્યોતિબેન પોલીસને જણાવ્યા મુજબ આજથી આશરે ત્રણેક મહીનાની આસપાસ લગ્ન સબંધે ઘરમા વાતચીત ચાલતી હતી. આ દરમ્યાન તે છોકરો મળવા માટે આવતા તેની મુલાકાત મારી ફ્રેન્ડ સાથે કરાવેલ હતી. ત્યારબાદ આ લોકો એકબીજાને મોબાઇલ ફોન મારફતે વાતચીત કરતા હતા ત્યારે મારી સહેલીએ સામેવાળા છોકરાને મારા  ચારિત્ર્ય અંગે ખોટી ચઢામણી કરી સગાઇ તોડી નાખવી હતી.

જેથી મારી સહેલી ઉપર મને ખુબજ ગુસ્સો આવતા તેનો પ્રેમસબંધ તોડવા માટે ફેક ઇન્સ્ટાગ્રામ આઇ.ડી.બનાવી અજાણ્યો વ્યક્તિ બની ગંદાશબ્દો મારફ્તે બદનામ કરવાના હેતુથી બિભસ્ત શબ્દોનો ઉપયોગ કરી ઇન્સ્ટ્રાગ્રામ આઇ.ડી.મા મુકી વાયરલ કરતી હતી. આ ફેક ઇન્સ્ટ્રાગ્રામ આઇ.ડી.આશરે બે મહીના પહેલા પ્રેમસબંધ તોડાવવા માટે બનાવી હોવાની વાત જ્યોતિબેન પોલીસને જણાવી હતી.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

મહત્વનું છે કે જે રીતે સોશિયલ મીડિયાને ઉપયોગ વધી રહ્યો છે સાથે તેનો દુરુપયોગ પણ સહેલાય થી થઈ રહ્યો છે. લોકો સોશિયલ મીડિયા થકી અન્યને પોતાની ઓળખ છૂપાવી કે અન્ય વ્યક્તિના નામથી બદનામ કરવાના બહાને પણ અલગ અલગ સોશિયલ મીડિયાની એપ થકી સરળતાથી ફાયદો ઉઠાવી શકાય છે ત્યારે અમદાવાદમાં બનેલા આ કિસ્સામાં પણ સરળતાથી બદનામ કરવાનો મામલો સામે આવ્યો છે.

Published On - 10:28 pm, Sat, 23 July 22

Next Article