દિવાળી પૂર્વે વતન જવા અમદાવાદ એસ. ટી. સ્ટેન્ડ પર મુસાફરોની ભારે ભીડ

|

Nov 01, 2021 | 7:26 PM

રાજયના અનેક વિસ્તારોમાં જવા માટે એસ. ટી. સ્ટેન્ડ પર મુસાફરોની લાઇન લાગી રહી છે. તેમજ તેમ પણ પંચમહાલ, ગોધરા અને સૌરાષ્ટ્ર તરફ જતી બસોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે.

ગુજરાતના દિવાળીના તહેવારો શરૂ થતાંની સાથે જ હવે લોકો પોતાના વતન અને ફરવા જવા માટે ઉપડ્યા છે. જેના પગલે અમદાવાદના એસ. ટી . સ્ટેન્ડ સહિતના અનેક પિક આપ પોઇન્ટ પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેમાં રાજયના અનેક વિસ્તારોમાં જવા માટે એસ. ટી. સ્ટેન્ડ પર મુસાફરોની લાઇન લાગી રહી છે. તેમજ તેમ પણ પંચમહાલ, ગોધરા અને સૌરાષ્ટ્ર તરફ જતી બસોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે.

દિવાળી પર્વ પર લોકો વતન જઈને ઉજવણી કરતા હોવાથી ભારે ભીડ જોવા મળી છે. તેમજ મોંઘવારીના કારણે ખાનગી ટ્રાવેલ્સમાં બમણી અને તેનાથી વધુ ટીકીટ દરના ભાવ વધતા લોકો એસ ટી ની પસંદ કરતાં દર વર્ષ કરતા આ વર્ષે એસ ટી સ્ટેન્ડ પર વધુ ભીડ જોવા મળી રહી છે. તેમાં પણ સૌથી વધુ ભીડ દાહોદ, પંચમહાલ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બસમાં જોવા મળી રહી છે.

આ ઉપરાંત એસ ટી નિગમ દ્વારા મુસાફરોને વતન જવામાં હાલાકી ન પડે માટે 1200 એક્સ્ટ્રા બસની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં એક્સ્ટ્રા બસમાં લોકોએ સવા ગણું ભાડું જ ચૂકવવું પડે છે. એસ. ટી. તંત્રએ કોરોનાને કારણે બમણું ભાડા લેવાની જગ્યા પર સવા ગનું જ ભાડું નક્કી કર્યું હતું.તેમજ આ સુવિધા મુસાફરોને તહેવારને લઈને એસ ટી નિગમે ઉભી કરી છે.

આ પણ વાંચો :  AHMEDABAD : બાવળાના રાસમ ગામે ઈંટના ભઠ્ઠાની આડમાં ખેતરોમાં ઠલવાયું હજારો લીટર કેમિકલ

આ પણ વાંચો : રાજકોટ : દિવાળી પર્વ પર મુસાફરોનું કોરોના ટેસ્ટિંગ, આરોગ્ય વિભાગ બન્યું સતર્ક

Published On - 7:18 pm, Mon, 1 November 21

Next Video