Ahmedabad: ઓઢવમા આંગડીયા પેઢીમા થયેલી 53 લાખની લૂંટનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી કાઢ્યો, ફિલ્મી ઢબે લૂંટારાઓની કરી ધરપકડ

|

Jun 26, 2022 | 4:30 PM

આરોપીઓએ ઓઢવમા પીએમ આંગડીયા પેઢીમા 17 જૂન રોજ બધુંકની અણીએ દિલધડક લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. પરંતુ ક્રાઈમ બ્રાંચે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને આરોપીઓને ઝડપી લીધા હતા. ક્રાઈમ બ્રાંચના 3 ઓફીસર અને 6 લૂંટારાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.

Ahmedabad: ઓઢવમા આંગડીયા પેઢીમા થયેલી 53 લાખની લૂંટનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી કાઢ્યો, ફિલ્મી ઢબે લૂંટારાઓની કરી ધરપકડ
ફોટો - આરોપી

Follow us on

Ahmedabad: પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી કેસરસિંહ ભાયલ, તેજસિંગ ભાયલ, ઈશ્વરસિંહ ચૌહાણ અને પ્રવિણસિંહ પરમાર છે. આ આરોપીઓએ ઓઢવમા પીએમ આંગડીયા પેઢીમા 17 જૂન રોજ બધુંકની અણીએ દિલધડક લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. પરંતુ ક્રાઈમ બ્રાંચે (Crime Branch) ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને આરોપીઓને ઝડપી લીધા હતા. ક્રાઈમ બ્રાંચના 3 ઓફીસર અને 6 લૂંટારાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પરંતુ જાંબાજ પોલીસે ચાર આરોપીને ઝડપી લીધા જયારે બે આરોપી ફરાર થઈ ગયા હતા. આરોપીઓ પાસેથી 19 લાખની રોકડ, મોબાઈલ, પિસ્ટલ અને જીવતા કારતુસ સહિત 20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

53 લાખની લૂંટનો માસ્ટર માઈન્ડ મૂળ રાજસ્થાનનો કેશરસિંહ ભાયલ છે. કેશરસિંહ અગાઉ 2017મા ઓઢવમા રહેતો હતો. અને વેપારી મહામંડળમા પુઠાના કારખાનામા કામ કરતો હતો. જેથી તેને પી એમ આંગડીયા પેઢીમા લાખોના હવાલાની જાણકારી હતી. અને તેણે હથિયાર સાથે લૂંટનુ ષડયંત્ર રચ્યુ. પોતાના મિત્ર નિતેષસિંહ ચૌહાણ સાથે મળીને એક મહિના પહેલા કેશરસિંહ આગંડીયા પેઢીની રેકી કરી હતી. અને ત્યાર બાદ અન્ય સાગરીતો સુરેન્દ્રસિંહ ચૌહાણને લૂંટના ષડયંત્રમા સામેલ કર્યો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ ત્રિપુટીએ અન્ય લોકોને લૂંટમા સામીલ કરવા માટે દારૂની મહેફીલ રાખી હતી. જયાં નિકુસિંહ ઉદાવત, તંજસિંહ ભાયલ અને પ્રવિણસિંહ પરમારને પણ લૂંટના ષડયંત્રમા સામેલ કર્યા હતા. આ આરોપીઓ રાજસ્થનાથી ટ્રેનમા આવ્યા હતા અને બાઈક ચોરી કરીને ભાડે રિક્ષા કરીને આગંડીયા પેઢીમા લૂંટ કરવા પહોચ્યા હતા. પરંતુ ભીડના કારણે તેઓએ લૂંટ કરી શકયા નહતા. ત્યાર બાદ બીજા દિવેસ વધુ એક બાઈકની ચોરી કરીને આ ટોળકી આગંડીયા પેઢીમા પહોચી હતી અને પિસ્ટલની અણીએ લૂંટને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા. પરંતુ ક્રાઈમ બ્રાંચે સીસીટીવી ફુટેજના આધારે આરોપીને ઝડપી લીધા. લૂંટને અંજામ આપીને આરોપીઓ ચોરીના મોબાઈલ અને બાઈક બિનવારસી મુકી દીધા. અને બાવળાથી ગાડી ભાડે કરીને રાજેસ્થાન પહોચીને લૂંટના પૈસાના ભાગ પાડયા હતા. આ લૂંટ કેસમા હજુ ત્રણ આરોપી સુરેન્દ્ર સિંહ ચૌહાણ, નિતેષસિંહ અને નિકુસિહ ફરાર હોવાથી તેઓની ધરપકડને લઈને કાર્યવાહી હાથ ધરી છે.

Next Article