Ahmedabad: બોગસ ડ્રાઈવિંગ લાયસન્સ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી, પાકિસ્તાન ક્નેક્શનની શંકા!

|

Jul 08, 2023 | 7:20 PM

Ahmedabad Crime branch: આર્મી કેન્ટોનમેન્ટના સરનામા આધારે બોગસ ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવાના મામલે વધુ ચાર આરોપીઓ ઝડપાયા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે.

Ahmedabad: બોગસ ડ્રાઈવિંગ લાયસન્સ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી, પાકિસ્તાન ક્નેક્શનની શંકા!
ક્રાઈમ બ્રાંચે 4 આરોપીઓની ધરપકડ કરી

Follow us on

આર્મી કેન્ટોનમેન્ટના સરનામા આધારે બોગસ ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવાના મામલે વધુ ચાર આરોપીઓ ઝડપાયા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા લાયસન્સ રેકેટને લઈ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. આ દરમિયાન હવે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ દ્વારા કાશ્મીરથી ઝડપાયેલા આરોપીનુ પાકિસ્તાન કનેક્શન હોવાની આશંકાએ તપાસ શરુ કરી છે. કાશ્મીરી આરોપી તરફ અન્ય એજન્સીઓની પણ નજર મંડરાયેલી છે અને રેકેટમાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ એજન્સી દ્વારા હવે લાયસન્સના ડેટા એકઠા કરીને અન્ય વધુ પૂછપરછ શરુ કરી છે.

મામલામાં શરુઆતથી જ કાશ્મીર થઈને પાકિસ્તાન કનેક્શન હોવાની આશંકા જોવામાં આવી રહી છે. આ અંગે શરુઆત થી મામલાની તપાસ ખૂબ જ બારીકાઈ પૂર્વક કરવામાં આવી રહી છે. આ દરમિયાન જ હવે ક્રાઈમ બ્રાંચે વધુ 4 શખ્શોની ધરપકડ કરી છે. આમ આ દરમિયાન વધુ વિગતો પોલીસને તપાસ દરમિયાન હાથ લાગશે.

નાસર પર પાકિસ્તાની ક્નેક્શનની શંકા!

જમ્મુ-કાશ્મીરથી નાસર અહેમદ ઉર્ફે નઝીર મીર અને ગાંધીનગર RTO ના 3 વચેટિયા હિતેષ, દિવ્યાંગ અને રામસિંગની ધરપકડ કરી પોલીસે કરી છે. આરોપી નાસર અહેમદ કાશ્મીરના બારમુલા જિલ્લાના ઉરી ખાતે રહે છે. નાસર જ્યાં મોટર ડ્રાઇવિંગ સ્કૂલ ચલાવે છે. જે છેલ્લા દોઢ વર્ષથી જમ્મુના લોકોના ખોટા ડોક્યુમેન્ટ પર ગાંધીનગરના એજન્ટ ધવલ રાવત સાથે મળીને લાયસન્સ નિકાળતો હતો. પ્રતિ લાયસન્સ દીઠ નાસર મોટી રકમ પણ વસુલ કરતો હતો.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

પ્રાથમિક રીતે પૂછપરછમાં નાસર એક વ્યક્તિ દીઠ 13 થી 20 હજાર રુપિયાની રકમ વસુલી લેતો હતો. ક્રાઇમ બ્રાંચે આરોપી નાસર અહેમદની હિસ્ટ્રીની તપાસ શરુ કરી હતી. આ માટે તેની ટેકનિકલ રીતે હિસ્ટ્રી ચેક કરતા તેના ફોનના લોકેશન જમ્મુ કાશ્મીર બોર્ડર તરફ વધુ જોવામાં આવ્યા હતા. જેને લઈ તેના તરફે પાકિસ્તાની ક્નેક્શનની શંકા વ્યક્ત થઈ રહી છે. નોંધનીય છે કે ગાંધીનગરના RTO એજન્ટ સંતોષ ચૌહાણ અને ધવલ રાવતની ધરપકડ બાદ સમગ્ર નેટવર્ક સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ Ambati Rayudu MLC: અંબાતી રાયડૂને અમેરિકાની લીગમાંથી નામ પરત ખેંચી લેશે, BCCI નો આ નિર્ણય બન્યો કારણ?

2000 થી વધારે બોગસ લાયસન્સ બનાવ્યા!

અત્યાર સુધીમાં 2 હજારથી વધારે લોકોના બોગસ ડ્રાયવિંગ લાયસન્સ નિકાળ્યા છે. જેમાં જમ્મુ કાશ્મીરના સંવેદનશીલ વિસ્તાર ઉરી, પુલવામાં, અનંતનાગ અને બારામુલા જેવા વિસ્તારમાં નિકાળ્યા હોવાનુ સામે આવ્યુ છે. લાયસન્સ મુખ્ય ફરાર આરોપી વસીમ કુરેશી અને અશ્ફાક ધરપકડ કરાયેલા આરોપી નાસર સાથે મળીને લાયસન્સ નિકાળતો હતો. જે બોગસ દસ્તાવેજો વડે જ લાયસન્સ નિકાળતો હતો. આ માટે ખોટા ફોટા અને પૂરાવાઓ રજૂ કરીને લાયસન્સ નિકાળવામાં આવતા હતા. આ ડોક્યુમેન્ટ નાસર એજન્સ ધવલ રાવતને મોકલતો હતો. જ્યાં ગાંધીનગર આર્મી કેન્ટોન્ટમેન્ચટના સરનામાને લઈ લાયસન્સ બનાવવામાં આવતા હતા. બાદમાં કાશ્મીરમાં આરટીઓ કચેરીમાં તેને ટ્રાન્સફર અરજી દ્વારા જમ્મુ કાશ્મીરના કેન્ટોન્ટમેન્ટના સરનામે ટ્રાન્સફર કરવામાં આવતા હતા. અત્યાર સુધીમાં 150 લાયસન્સ મળી આવ્યા છે.

ક્રાઈમ બ્રાન્ચને હજુ બે આરોપીઓની શોધખોળ છે. ટીમ દ્વારા આ બંને શખ્શોને શોધી નિકાળવા માટે પ્રયાસ શરુ કરવામાં આવ્યા છે. આરોપીઓ આતંકી સંગઠનોના સંપર્કમાં હોવાની આશંકાને લઈ તે દિશામાં પણ તપાસ શરુ કરવામાં આવી છે.

 

આ પણ વાંચોઃ  Monsoon 2023: સાબરમતી અને દાંતીવાડામાં સતત પાણીની નવી આવક, ધરોઈ ડેમની સપાટી 611 ફુટ પહોંચી

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:18 pm, Sat, 8 July 23

Next Article