Ahmedabad: શક્તિસિંહ ગોહિલ પ્રમુખ બન્યા બાદ કોંગ્રેસની પ્રથમ કો-ઓર્ડીનેશનની બેઠક મળી, 20 ઓગસ્ટે પદયાત્રા યોજાશે

|

Aug 17, 2023 | 9:40 AM

પદભાર સંભાળ્યા બાદ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં કો-ઓર્ડીનેશનની પ્રથમ બેઠક મળી હતી. પ્રથમ બેઠકમાં રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિતે અમદાવાદમાં પદયાત્રા અને તમામ 33 જિલ્લાઓમાં કાર્યક્રમો આપવાનો નિર્ણય લેવાયો.

Ahmedabad: શક્તિસિંહ ગોહિલ પ્રમુખ બન્યા બાદ કોંગ્રેસની પ્રથમ કો-ઓર્ડીનેશનની બેઠક મળી, 20 ઓગસ્ટે પદયાત્રા યોજાશે

Follow us on

Ahmedabad : થોડા સમય પહેલા જ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) ગુજરાત કોંગ્રેસના (Congress) પ્રદેશ અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી છે. ત્યારે પદભાર સંભાળ્યા બાદ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં કો-ઓર્ડીનેશનની પ્રથમ બેઠક મળી હતી. પ્રથમ બેઠકમાં રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિતે અમદાવાદમાં પદયાત્રા અને તમામ 33 જિલ્લાઓમાં કાર્યક્રમો આપવાનો નિર્ણય લેવાયો.

આ પણ વાંચો-Gujarati Video : વડોદરાના ગોત્રીમાં પાન પાર્લર પર SOGના દરોડા, નશાકારક આયુર્વેદિક સિરપ અને વિદેશી સિગારેટનો જથ્થો ઝડપાયો

20 ઓગસ્ટે રાજીવ ગાંધીની જન્મજયંતીએ પદયાત્રા

શક્તિસિંહ ગોહિલ પ્રમુખ બન્યા બાદ કો-ઓર્ડીનેશન કમિટીની પ્રથમ બેઠક ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે મળી હતી. લગભગ પાંચ કલાક જેટલી લાંબી ચાલેલી બેઠકમાં પૂર્વ પ્રમુખો, પૂર્વ વિપક્ષ નેતાઓ અને કોંગ્રેસના સિનિયર નેતાઓએ લોકસભા ચૂંટણી, નવા સંગઠન, કોંગ્રેસની ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની રણનીતિ અંગે ચર્ચા કરી. આગામી 20 ઓગસ્ટે રાજીવ ગાંધીની જન્મજયંતી એ પદયાત્રા થકી જન સમર્થન મેળવવા માટે અમદાવાદમાં પદયાત્રા તેમજ રાજ્યના અન્ય 33 જિલ્લાઓમાં કાર્યક્રમો આપવાનું નક્કી કરાયું.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ સિવાય જનસંપર્ક વધારવા માટે પ્રદેશ પ્રમુખ સહિત પ્રદેશ કક્ષાના નેતાઓએ જિલ્લા દીઠ અને લોકસભા બેઠક નક્કી કર્યા મુજબ જવા સૂચના અપાઈ. જે હોદ્દેદારોને જવાબદારી અપાય એની જવાબદેહી નક્કી કરવામાં આવશે. જો કોઈ હોદ્દેદારો યોગ્ય રીતે જવાબદારી નહીં નિભાવે તો મૂલ્યાંકન બાદ તેમના પદ અંગે નિર્ણય લેવા બેઠકમાં ચર્ચા કરાઈ.

વર્કિંગ ગ્રૂપ બનાવી કામગીરી કરાશે

જનસંપર્ક વધારવા અને ભાજપ સરકાર સામે લોકોને જાગૃત કરી જનસમર્થન મેળવવા માટે ખેડૂત, વેપારી, ટૂંકા-લાંબા સમયની રણનીતિ અને સંગઠાત્મક કામ માટે અલગ અલગ વર્કિંગ ગ્રૂપ બનાવશે. જે ગ્રુપના નેતાઓ જે તે વિષય સંદર્ભે કોંગ્રેસની રણનીતિ અને એનું ફોલોઅપ લેવાનું કામ કરશે. આ સિવાય કોંગ્રેસને વધારે મજબૂત બનાવવા સામાજિક-સહકારી આગેવાનોને કોંગ્રેસ પક્ષ સાથે જોડવા પ્રદેશ અધ્યક્ષે આહવાન કર્યું છે. જે કાર્યકરો કે નેતાઓ પહેલા પાર્ટી છોડીને ગયા હોય અને પુનઃ આવવા માગતા હોય એમને પક્ષ સાથે ફરીવાર જોડવા માટે પણ પ્રયત્નો કરવા પ્રદેશ અધ્યક્ષે સૂચના આપી છે.

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article