Ahmedabad: મહાઠગ કિરણ પટેલની પત્નીએ કર્યા આ ખુલાસા, ક્લિનિક બંધ કરી પતિ સાથે ઠગાઇમાં જોડાઇ હતી

અમદાવાદમાં કરોડો રૂપિયાનો બંગલો પચાવી પાડનાર મહાઠગ દંપતી મામલે ફરિયાદ નોંધાયા બાદ ક્રાઇમ બ્રાંચે માલિની પટેલની ધરપકડ  કરી છે. જેમાં ઠગ પતિ સાથે પત્નીએ પણ અનેક કૌભાંડ આચર્યા છે. જેમાં જમ્મુ કશ્મીરમાં ઝેડ પલ્સ સિક્યુરિટી અને ફાઈવસ્ટાર હોટલમાં પત્ની પણ રોકાઈ હતી.પરંતુ પતિનું જમ્મુ કશ્મીરમાં કારસ્તાન પર્દાફાશ થતાં પત્ની ઘર છોડી ગાયબ થઈ ગઈ હતી.

Ahmedabad: મહાઠગ કિરણ પટેલની પત્નીએ કર્યા આ ખુલાસા, ક્લિનિક બંધ કરી પતિ સાથે ઠગાઇમાં જોડાઇ હતી
Conman Kiran Patel Wife
| Edited By: | Updated on: Mar 28, 2023 | 6:45 PM

અમદાવાદમાં કરોડો રૂપિયાનો બંગલો પચાવી પાડનાર મહાઠગ દંપતી મામલે ફરિયાદ નોંધાયા બાદ ક્રાઇમ બ્રાંચે માલિની પટેલની ધરપકડ  કરી છે. જેમાં ઠગ પતિ સાથે પત્નીએ પણ અનેક કૌભાંડ આચર્યા છે. જેમાં જમ્મુ કશ્મીરમાં ઝેડ પલ્સ સિક્યુરિટી અને ફાઈવસ્ટાર હોટલમાં પત્ની પણ રોકાઈ હતી.પરંતુ પતિનું જમ્મુ કશ્મીરમાં કારસ્તાન પર્દાફાશ થતાં પત્ની ઘર છોડી ગાયબ થઈ ગઈ હતી.પણ પત્ની આગોતરા જામીન મેળવે તે પૂર્વે ક્રાઇમ બ્રાંચે તેને ઝડપી પાડી છે.

જગદીશ ચાવડાએ કરોડોનો બંગલો પચાવવાના પ્રયાસમાં આ ઠગ દંપતી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી

મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલે પતિના કારસ્તાન સાથે ઠગાઇમાં સાથ આપી અનેક ગુનાઓ આચર્યા છે. જેમાં ખાસ વાત કર્યે તો માલિની પટેલ જમ્મુમાં પતિ કિરણ પટેલના નકલી પીએમઓ અધિકારી અને ઝેડ પલ્સ સિક્યુરિટી વિવાદ વચ્ચે પત્ની માલિની પોતાનું ઘર બંધ કરી ગાયબ થઈ ગઈ હતી.આ દરમિયાન ક્રાઇમ બ્રાંચમાં જગદીશ ચાવડાએ કરોડો નો બંગલો પચાવવાના પ્રયાસમાં આ ઠગ દંપતી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં કિરણ પટેલ પીએમઓ તરીકેના અધિકારીની ઓળખ આપી હતી અને પોતાને મકાન રીનોવેશન કે બિલ્ડીંગ કન્સ્ટ્રકશન કામ કરતો હોવાનું કહીને 35 લાખ રૂપિયા મેળવ્યા હતા.

ઠગ દંપતીએ  મળીને બંગલો પચાવવાનું કાવતરું રચ્યું હોવાનું તપાસમાં ખુલ્યું

જોકે કામ પૂર્ણ કરી દીધું હતું અને પોતે બંગલા પૂજા હવન કરી બંગલાની બહાર ઠગ પોતાના નામનું બોર્ડ લગાવીને કોર્ટમાં ખોટો દાવો ઉભો કર્યો હતો.જે મામલે ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધી જમ્બુસરથી માલિની પટેલની ધરપકડ કરી છે.ઠગ દંપતીએ  મળીને બંગલો પચાવવાનું કાવતરું રચ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે.

પકડાયેલ માલિની પટેલની પૂછપરછ માં સામે આવ્યું કે પોતે BAMS ડોકટર છે અને અગાઉ ગાયકનેક હોસ્પિટલમાં નોકરી કરતી હતી અને પોતાનું ક્લિનિક શરૂ કર્યું હતું.પરતું દીકરીઓની જવાબદારી કારણે કિલીનીક બંધ કર્યું અને પતિના ઠગાઇના ધંધામાં પ્રવેશ કર્યો. આ અગાઉ તેનો પતિ કિરણ પટેલ અને જેઠ મનીષ ટ્રાવેલ્સ ટાર્ગેટ્સ નામની કન્સલ્ટન્સી ,એર ટીકીટ બુકીંગ કામ કરતા હતા તે વખતે દેવું થઈ જતા બંને ભાઈઓ વિરુદ્ધ જુદા જુદા પોલીસ સ્ટેશન છેતરપીંડી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

પીએમઓના અધિકારી ઓળખ આપીને પ્રોટેક્શન અને રહેવા માટે ફાઈવસ્ટાર લલિત હોટલમાં રોકાયો હતો

માલિની પટેલ વિરુદ્ધ નરોડામાં ફોર વ્હિલર ગાડીઓ ભાડે રાખવાનું કહી બારોબાર વેચી દેવાના કૌભાંડમાં ઠગ દંપતીની ધરપકડ થઈ ચૂકી છે.ઓક્ટોમ્બર 2022માં દિવાળીના તહેવારમાં માલિની પોતાના પતિ કિરણ અને બે દીકરીઓ સાથે જમ્મુ કશ્મીર અને શ્રીનગર સિટીમાં ફરવા માટે ગઈ હતીત્યારે પતિ કિરણ પટેલ પીએમઓના અધિકારી ઓળખ આપીને ફરવા માટે પ્રોટેક્શન અને રહેવા માટે ફાઈવસ્ટાર લલિત હોટલમાં રોકાયો હતો.

માલિની પટેલ પતિના ઝેડ પલ્સ સિક્યુરિટીની લઈને અજાણ હોવાનો  દાવો

એટલું જ નહીં કિરણ પટેલ પોતાને હેવમોર કંપનીની ફ્રેન્ચાઇઝ અને એપલ જ્યુસના મેન્યુફેક્ચરના પ્રોજેકટના કામથી આવ્યો હોવાથી પ્રોટેક્શન મળ્યું હોવાનું પત્ની માલિની કહેવું છે.ક્રાઇમ બ્રાંચની તપાસમાં આરોપી માલિની પટેલ પતિના ઝેડ પલ્સ સિક્યુરિટીની લઈને અજાણ હોવાનો  દાવો કરી રહી છે.

પતિ કિરણના ગુનામાં સાથ આપનાર માલિની પોલીસ સકંજામાં

અમદાવાદના આ ઠગ દંપતીના કારસ્તને દેશભરમાં ચકચાર મચાવી છે..પતિ કિરણના ગુનામાં સાથ આપનાર માલિની પોલીસ સકંજામાં આવતા પોતે અને પોતાનો પતિ નિર્દોષ હોવાનું રટણ કરી રહી છે પરતું ક્રાઈમ બ્રાંચે ઠગાઇ કેસમાં માલિનીની ભૂમિકા લઈને મહત્વના પુરાવા મેળવા રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. આની સાથે જ કિરણ પટેલની ટ્રાન્સફર વોરંટ કસ્ટડી મેળવા 7 દિવસની નોટિસ પાઠવી છે અને 31 માર્ચના રોજ ક્રાઇમ બ્રાંચ શ્રીનગરથી ટ્રાન્સફર વોરંટથી કિરણની ધરપકડ કરશે.

આ પણ વાંચો : Gujarati Video: હાર્ટ એટેકના વધી રહેલા જોખમ મુદ્દે વિધાનસભામાં મહત્વનો નિર્ણય, ધારાસભ્યોના મત વિસ્તારમાં કરાશે CPR તાલીમ કાર્યક્રમની વ્યવસ્થા

Published On - 6:44 pm, Tue, 28 March 23