Ahmedabad: કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓએ ઓનલાઈન શોપિંગના વોલેટ હેક કરી આચરી છેતરપિંડી

|

Jun 10, 2023 | 8:00 PM

કોમ્પ્યુટર સાયન્સ નો અભ્યાસ કરનાર આ વિદ્યાર્થીએ ઓનલાઈન ખરીદી કરીને ઠગાઈ આચરી હોવાની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ મિત્રો જે કોમ્પ્યુટરના માસ્ટર છે. તેમણે અનય ઈસમોના ઓનલાઈન ખરીદી માટેના વોલેટને હેક કરીને ખરીદી કરી અને છેતરપીંડી આચરી છે.

Ahmedabad: કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓએ ઓનલાઈન શોપિંગના વોલેટ હેક કરી આચરી છેતરપિંડી

Follow us on

Ahmedabad: પબ્જી ગેમની મિત્રતાએ વિદ્યાર્થીઓને ઠગાઈના રવાડે ચઢાવ્યા હોવાની ઘટના સામે આવી છે. આરોપી ઓનલાઈન ખરીદીની એપ્લિકેશન વોલેટને (App Wallet) હેક કરીને ઓનલાઈન  ખરીદી (Online shopping) કરતા હતા. કોમ્પ્યુટર સાયન્સના આ વિદ્યાર્થીઓએ ટેક્નિકલ માસ્ટરીનો દૂર ઉપયોગ કરીને ઠગાઈ આચરતા પોલીસે ધરપકડ કરી છે.

કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરનાર આ વિદ્યાર્થીઓ ગૌરાંગ પટેલ અને નિલ હરસોલા તેમજ સગીરે ઓનલાઈન ખરીદી કરીને ઠગાઈ આચરી. ત્રણ મિત્રો કોમ્પ્યુટરના માસ્ટર છે. જેમણે ઓનલાઈન ખરીદી માટેના વોલેટને હેક કરીને ખરીદી કરી અને છેતરપિંડી આચરી. નવરંગપુરા વિસ્તારમાં રહેતી એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે પોતે છેલ્લા 5 વર્ષથી મિન્ત્રા નામની શોપિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. જેમાં વોલેટ ચેક કરતા ખબર પડી હતી કે 3300 રૂપિયાની ઓનલાઈન ખરીદી થઈ હતી. જેથી મહિલાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ટેક્નિકલ એનાલિસી અને ઓનલાઈન પાર્સલની માહિતી મેળવીને 3 વિદ્યાર્થીઓની ધરપકડ કરી.

પકડાયેલ વિદ્યાર્થીઓમાં ગૌરાંગ પટેલ વડોદરાનો રહેવાસી છે અને પારુલ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. જ્યારે નિલ હરસોલા અમદાવાદની એલ જે કોલેજમાં કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરે છે. જ્યારે અન્ય સગીર વિદ્યાર્થી રાજકોટની કોલેજમાં અભ્યાસ કરે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ ત્રણેય વિદ્યાર્થીઓ પબ્જી ગેમમાં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને મિત્ર બન્યા હતા. આ વિદ્યાર્થીઓ ટેલિગ્રામ પર ફ્રી કોમ્બો મેઈલ ઍક્સેસ વેબસાઈટ પર લોકોના ડેટા મેળવીને ઓનલાઈન ખરીદીની મિન્ત્રા વેબસાઈટ પર બગ (એરર) દ્વારા ગ્રાહકની જાણ બહાર મોબાઈલ તથા ઈમેઈલ આઈડી ચેન્જ કરીને વોલેટ હેક કરીને ઓનલાઈન ખરીદી કરીને ઠગાઈ કરતા હતા. જેમાં હેક કરેલા મિન્ત્રાના વોલેટમાંથી ગૌરાંગ ઓનલાઈન ખરીદી કરીને અમદાવાદમાં નિલ ના એડ્રેસ પર પાર્સલ ડિલિવરી કરાવતો હતો. નિલ આ વસ્તુઓ વેચીને 20 ટકા કમિશન મેળવીને રાજકોટના સગીરાને પૈસા આપતો હતો. આ સગીર પણ 20 ટકા કમિશન લઈને 60 ટકા રૂપિયા ગૌરાંગને મોકલતો હતો.

આ પણ વાંચો : વાવાઝોડાની શક્યતાને લઈ દરિયા કાંઠે તંત્ર એલર્ટ, ત્રણ દિવસ સુધી દરિયાકિનારે જવા પર પ્રતિબંધ, જુઓ Video

તપાસમાં સામે આવ્યું કે વિદ્યાર્થીઓ હોસ્ટેલની ફી ભરવા અને મોજશોખ માટે પૈસાની જરૂર હોવાથી ઠગાઈ કરી હતી. જેમાં ગૌરાંગે અગાઉ મિન્ત્રા વેબસાઈટ પર ઇમેઇલ દ્વારા બે વખત બગ (એરર)ની જાણ કરી હતી. પરંતુ મિન્ત્રા દ્વારા સુરક્ષા નહીં વધારતા આ યુવકોએ ઠગાઈ કરી અને દોઢ મહિનામાં 20 જેટલી ઓનલાઈન ખરીદી કરીને ઠગાઈ આચરી હતી. હાલમાં આ વિદ્યાર્થીઓની પૂછપરછ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article