આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીને પોતાના મનની વાત ટ્વિટ કરવી ભારે પડી છે. કારણકે પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમ લઈને વિવાદસ્પદ ટ્વિટ કરતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ. જોકે ઈશુદાન ગઢવીએ ટ્વિટ કરીને ડીલીટ કરી દીધું હતું. આ મામલે સાયબર ક્રાઇમ બ્રાંચે પુરાવા એકત્રિત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વિવાદસ્પદ ટ્વિટને લઈ આપ નેતા ઈસુદાન ગઢવી મુશ્કેલી વધી છે. સાયબર ક્રાઇમમાં પ્રધાનમંત્રીની બદનક્ષી અને આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં 28 એપ્રિલના રોજ સવારે 11.00 વાગ્યે ઈસુદાન ગઢવીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાતના 100 એપીસોડ લઈ વિવાદસ્પદ ટ્વિટ કર્યું કે જેમાં ઉલ્લેખ કર્યો હતો કે એક એપિસોડ પાછળ 8.30 કરોડ રુપિયાનો ખર્ચ થાય છે, જ્યારે 100 એપિસોડ પાછળ 830 કરોડ ખર્ચ કરી દીધો છે. જે પ્રજાના ટેક્સના પૈસા ફૂંકી માર્યા છે જે હવે તો હદ થાય છે.
આવું વિવાદસ્પદ ટ્વિટ ઈસુદાન ગઢવીએ કરીને થોડીક જ મિનિટોમાં આ ટ્વિટ ડીલીટ કરી નાખ્યું હતું, પરંતુ સાયબર ક્રાઇમ બ્રાંચના ધ્યાન પર આવતા જ સુલેહ શાંતિનો ભંગ થાય અને આઇટી એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
વિવાદાસ્પદ ટ્વિટ ઈસુદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું. જે માહિતી પાયાવિહોણી હોવાની અને તેના કોઈ પુરાવા ન હોવા છતાં પણ ટ્વિટ કર્યું હતું જેને લઈ સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બદનામ કરવા ટ્વિટ કર્યું હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. ત્યારે ટ્વિટને લઈ સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ શરૂ કરી છે કે આપ નેતા ઈસુદાન ગઢવી દ્વારા જ આ ટ્વિટ કરવામાં આવ્યું છે કે તેના કોઈ ટ્વિટર હેન્ડલર દ્વારા આ ટ્વિટ કર્યું છે.
હાલ તો સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા ટેક્નિકલ પુરાવા એકત્રિત કર્યા બાદ ઈસુદાન ગઢવી વિરુદ્ધ કાર્યવાહી કરશે, પરતું હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે આગામી સમયમાં ઈસુદાન ગઢવીની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. જે ઈસુદાન ની મુશ્કેલીમાં વધારો કરી શકે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…