Rain Breaking: ગુજરાતમાં 5 દિવસ કમોસમી વરસાદની આગાહી, ત્રણ દિવસ બાદ ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થશે

Rain Breaking: ગુજરાતમાં 5 દિવસ કમોસમી વરસાદની આગાહી, ત્રણ દિવસ બાદ ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થશે

TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2023 | 4:21 PM

weather News : સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે થી ત્રણ દિવસ વરસાદ ઓછો પડવાની આગાહી કરવામાં આવી છે. જે પછી 4થી 5 મેના રોજ વધુ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

ખેડૂતો માટે ફરી માઠા સમાચાર છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બેથી ત્રણ દિવસ વરસાદ ઓછો પડવાની આગાહી કરવામાં આવી છે. જે પછી 4થી 5 મેના રોજ વધુ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠામાં વરસાદી માહોલ રહેશે. જામનગર, દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો-Gujarati Video: તાલાલા ગીરના જંગલમાં ભાજપના ભગા બારડે કર્યું ધમાલ નૃત્ય, જુઓ Viral Video

દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સ સક્રિય થતાં કમોસમી વરસાદ વરસશે. આગામી ત્રણ દિવસ બાદ ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. છેલ્લા બે મહિનામાં સાત વખત માવઠાનો માર ખેડૂતોએ સહન કરવો પડ્યો છે. ત્યારે વધુ એક વખત ધોધમાર વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

બીજી તરફ આગાહી અનુસાર રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. કચ્છ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં આજે પણ વરસાદી માહોલ જોવા મળ્યો. કચ્છ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ખાસ કરીને કચ્છમાં માંડવીના જામથડા, દશરડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે અલગ અલગ સ્થળોએ પાણી ભરાઇ ગયા છે. ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે.

અમરેલી જિલ્લામા સતત છઠ્ઠા દિવસે કમોસમી વરસાદ વરસ્યો છે. અમરેલીના ધારી શહેર તેમજ ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ધારી, ગોપાલગ્રામ, ચલાલા, મીઠાપુર ખીચા, સરસીયા સહીતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા ફેલાઇ છે. ધારી, ચલાલા અને સાવરકુંડલા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">