Ahmedabad: વાહનચાલકોને મળશે મોટી રાહત, CM રૂપાણીએ પૂર્વ અમદાવાદના સૌથી મહત્વના 2 ઓવરબ્રિજનું કર્યુ ઈ-લોકાર્પણ

|

May 28, 2021 | 5:42 PM

છેલ્લા કેટલાય સમયથી વિરાટનગર (Viratnagar Overbridge) ચાર રસ્તા પર બનાવવામાં આવેલ ઓવરબ્રિજ બનીને તૈયાર હતો, પરંતુ તેનું લોકાર્પણ ન થતા અનેકવાર સ્થાનિકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ પૂર્વ કોર્પોરેટર દ્વારા આ બ્રિજના લોકાર્પણ માટે રજુઆત અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Ahmedabad: વાહનચાલકોને મળશે મોટી રાહત, CM રૂપાણીએ પૂર્વ અમદાવાદના સૌથી મહત્વના 2 ઓવરબ્રિજનું કર્યુ ઈ-લોકાર્પણ

Follow us on

અમદાવાદ (Ahmedabad) શહેરના શહેરીજનોને ઉત્તમ સુવિધાઓ મળી રહે તે ઉદ્દેશથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Vijay Rupani) દ્વારા આજે 585 કરોડના પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતર્મુહત કરવામાં આવ્યું, જેમાં પૂર્વ અમદાવાદના સૌથી મહત્વના એવા 2 ઓવરબ્રિજને શહેરીજનો માટે ખુલ્લા મુકવામાં આવ્યા.

છેલ્લા કેટલાય સમયથી વિરાટનગર (Viratnagar Overbridge) ચાર રસ્તા પર બનાવવામાં આવેલ ઓવરબ્રિજ બનીને તૈયાર હતો, પરંતુ તેનું લોકાર્પણ ન થતા અનેકવાર સ્થાનિકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ પૂર્વ કોર્પોરેટર દ્વારા આ બ્રિજના લોકાર્પણ માટે રજુઆત અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

પરંતુ બ્રિજનું લોકાર્પણ થયું ન હતું. આખરે પૂર્વ અમદાવાદના શહેરીજનોની આતુરતાનો અંત આવ્યો અને આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા પૂર્વ અમદાવાદના વિરાટનગર ઓવરબ્રિજ તેમજ રાજેન્દ્ર પાર્ક ઓવરબ્રિજ (Rajendra Park Overbridge)નું ઈ-લોકાર્પણ કર્યું.

રાજેન્દ્ર પાર્ક તેમજ વિરાટ નગર ચાર રસ્તા પર થતો ટ્રાફિક ઓછો કરવા માટે AMC દ્વારા બન્ને ઓવરબ્રિજ બનાવવા માટે બજેટ ફાળવીને મંજૂરી આપવામાં આવી હતી. જો કે કોરોનાકાળમાં આ બ્રિજ બનાવવામાં અનેક મુશ્કેલીઓ અને વિલંબ આવ્યો હતો, જેને કારણે ઓવરબ્રિજ બનવામાં ઘણો વિલંબ થયો હતો.

વિરાટનગર ઓવરબ્રિજને બનતા 5 વર્ષથી વધુ સમય લાગ્યો છે, જેને કારણે સ્થાનિકોએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા આ બન્ને ઓવરબ્રિજનું લોકાર્પણ કરીને વાહનચાલકો માટે ખુલ્લો મૂકી દેતા વાહનચાલકોને મોટી રાહત મળી છે.

આ પણ વાંચો: Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટના ફેઈઝ-2ના વિકાસ કામનું મુખ્યપ્રધાન રૂપાણીએ કર્યુ લોકાર્પણ, જાણો તેની મુખ્ય વિશેષતાઓ

Next Article