Ahmedabad : પોલીસના લેવાયા ક્લાસ, પોલીસે ફરિયાદી કે લોકો સાથે કેવો વ્યવહાર કરવો તેના પાઠ ભણાવાયા

|

Mar 22, 2022 | 5:37 PM

અમદાવાદ સેકટર-2 ના જોઈન્ટ પોલીસ કમિશનર ગૌતમ પરમાર દ્વારા શહેરના પૂર્વ વિસ્તારના કેટલાક પોલીસ સ્ટેશનમાં ડમી ફરિયાદી બનીને પોલીસ સ્ટેશનમાં ગયા હતા પરંતુ તે સમયે પોલીસ તરફથી ફરિયાદી સાથે ખરાબ રીતે વર્તન થતું હોવાનો અહેસાસ થયો હતો. જેના પગલે પોલીસકર્મીઓ માટે વર્તનમાં સુધાર માટે ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

Ahmedabad : પોલીસના લેવાયા ક્લાસ, પોલીસે ફરિયાદી કે લોકો સાથે કેવો વ્યવહાર કરવો તેના પાઠ ભણાવાયા
Ahmedabad Police Training For Behaviour Change

Follow us on

અમદાવાદ(Ahmedabad)શહેર પોલીસે(Police)પોતાનો અભિગમ બદલ્યો છે. પોલીસને ફરિયાદી સાથે કેવું વર્તન કરવું તેનો પાઠ ભણાવવામાં આવી રહ્યા છે. ફરિયાદી સાથે પોલીસના ખરાબ વર્તનને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓને વાણી અને વર્તનની ટ્રેનિંગ(Behaviour Training) અપાઈ રહી છે. જેમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા પોલીસકર્મીઓના વર્તનમાં બદલાવ આવે તેના માટે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપુનગર પોલીસ સ્ટેશનમાં એક ખાસ અભિગમ અપનાવામાં આવ્યો છે. જેમાં પોલીસ સ્ટેશનમાં આવનારા ફરિયાદી કે પછી અન્ય કોઈ પણ વ્યક્તિ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ તેને લઈને રોલકોલ યોજવામાં આવ્યો હતો.. આ નવીનીકરણ પાછળ તાજેતરમાં સેકટર-2 ના એડિશનલ પોલીસ કમિશનર દ્વારા કેટલાક પોલીસ સ્ટેશનનોની ડમી ફરિયાદી સાથે મુલાકાત લેવામાં આવી હતી જેમાં સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ તરફથી ફરિયાદી સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. જેના પગલે આ નવીનીકરણ કરવામા આવ્યું છે.

શહેરના પૂર્વ વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં રોલકોલ યોજવામાં આવ્યો હતો

જેમાં સેકટર-2 ના જોઈન્ટ પોલીસ કમિશનર ગૌતમ પરમાર દ્વારા શહેરના પૂર્વ વિસ્તારના કેટલાક પોલીસ સ્ટેશનમાં ડમી ફરિયાદી બનીને પોલીસ સ્ટેશનમાં ગયા હતા પરંતુ તે સમયે પોલીસ તરફથી ફરિયાદી સાથે ખરાબ રીતે વર્તન થતું હોવાનો અહેસાસ થયો હતો તેમજ અમુક પોલીસકર્મી એડિશનલ પોલીસ કમિશનર ગૌતમ પરમારને ઓળખી શક્યા નહિ જેને કારણે પોલીસ કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેની બાદ શહેરના પૂર્વ વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં રોલકોલ યોજવામાં આવ્યો હતો જેમાં પોલીસ સ્ટેશનમાં આવતા ફરિયાદી હોય કે અન્ય કોઈપણ વ્યક્તિ હોય તેમની સાથે કેવા પ્રકારનું વર્તન કરવું તેનું માર્ગદર્શન અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યું હતું.

કોઈપણ વ્યક્તિ સાથે માનવીય અભિગમ દાખવવો ખૂબ જરૂરી

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપુનગર પોલીસ સ્ટેશનમાં આજે પોલીસકર્મીઓને પોલીસ બીહીવેયરની ટ્રેનિંગ આપવામાં આવી હતી જેમાં ખાસ કરીને પોલીસ સ્ટેશનમાં આવતા કોઈપણ વ્યક્તિ સાથે માનવીય અભિગમ દાખવવો ખૂબ જરૂરી બની રહેતો હોય છે. આ સાથે જ ઉચ્ચ અધિકારીઓ દ્વારા એવુ સૂચન આપવામાં આવ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં હમેશા સમસ્યાથી પીડાતો વ્યક્તિ જ આવતો હોય છે, નહીં કે આનંદ હોય તેવા વ્યક્તિઓ કે પ્રજા આવતી હોય છે જેથી કરીને આવનારા કોઈપણ વ્યક્તિ હોય એ પછી ફરિયાદી હોય કે પછી કોઈ કેસના સાક્ષી હોય તેમની સાથે વિનમ્રતાથી વર્તન દાખવવું જોઈએ.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

આ પણ વાંચો : Rajkot : ભાજપે શરૂ કર્યો ચૂંટણી પ્રચાર, કાર્યાલય બહાર દોર્યું  કમળનું ચિત્ર, આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો

આ પણ વાંચો : Surat : ઉધના યાર્ડમાં ગર્ભવતી મહિલાનું ગળું દબાવી હત્યા, મૃતદેહ સૂકા ઘાસથી ઢાંકી ઉપર પથ્થરો મૂકી દેવામાં આવ્યા

 

 

Published On - 5:24 pm, Tue, 22 March 22

Next Article