VIDEO: સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના મોતને લઈને હાઇકોર્ટે વ્યક્ત કરી નારાજગી, જાહેર હિતની અરજીમાં ગુજરાત હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી

|

May 24, 2020 | 4:36 AM

કોરોનાના સંક્રમણને લઇને થયેલી જાહેર હિતની અરજીમાં ગુજરાત હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના મોતને લઇને હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. અને સિવિલમાં યોગ્ય સારવાર ન મળતી હોવાથી દર્દીઓના મૃત્યુ થતા હોવાનું અવલોકન કર્યું છે. સિવિલમાં સ્વચ્છતા અને આરોગ્ય માટેનું કોઇ ધ્યાન રાખવામાં નથી આવતું તેવી પણ હાઇકોર્ટે ટકોર કરી હતી. આ ઉપરાંત […]

VIDEO: સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના મોતને લઈને હાઇકોર્ટે વ્યક્ત કરી નારાજગી, જાહેર હિતની અરજીમાં ગુજરાત હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી

Follow us on

કોરોનાના સંક્રમણને લઇને થયેલી જાહેર હિતની અરજીમાં ગુજરાત હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના મોતને લઇને હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. અને સિવિલમાં યોગ્ય સારવાર ન મળતી હોવાથી દર્દીઓના મૃત્યુ થતા હોવાનું અવલોકન કર્યું છે. સિવિલમાં સ્વચ્છતા અને આરોગ્ય માટેનું કોઇ ધ્યાન રાખવામાં નથી આવતું તેવી પણ હાઇકોર્ટે ટકોર કરી હતી. આ ઉપરાંત નીતિન પટેલ અને જયંતી રવિએ સિવિલની કેટલી વખત મુલાકાત લીધી અને ત્યાંની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો છે કે નહીં? વેન્ટિલેટરના અભાવે મોતની સ્થિતિનું તારણ મેળવ્યું છે? તેવા અનેક સવાલો હાઈકોર્ટે કર્યા હતા.

આ પણ વાંચો:  VIDEO: દેશમાં કોરોનાના 6,663 નવા કેસ નોંધાયા, એક જ દિવસમાં આટલા વધુ કેસ નોંધાયાની પહેલી ઘટના

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

હાઇકોર્ટે અમદાવાદ શહેરની અદ્યતન હોસ્પિટલને કેમ કોરોના સારવારમાં લીધી નથી તે મામલે રાજ્ય સરકાર પાસે ખુલાસો માંગ્યો હતો. શહેરની 8 હોસ્પિટલમાં સારવાર માટે રાજ્ય સરકાર અદ્યતન સુવિધા ધરાવતી હોસ્પિટલ સાથે MoU કરે તે માટે હાઈકોર્ટે આદેશ આપ્યો હતો. આ 8 હોસ્પિટલોમાં એપોલો હોસ્પિટલ, કે.ડી હોસ્પિટલ, ઝાયડસ, એશિયા કોલમ્બિયા, ગ્લોબલ હોસ્પિટલ, આનંદ સર્જીકલ હોસ્પિટલ, યુ.એન.મહેતા આ તમામ હોસ્પિટલોનો હાઈકોર્ટે ઉલ્લેખ કર્યો હતો. ઝ।યડસ હોસ્પિટલના 12 માળમાંથી 2 માળ કોરોનાના દર્દીઓ માટે અનામત રાખવા હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો છે. અને એમ પણ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં જો આ હોસ્પિટલો તૈયારી નહી દર્શાવે તો ડિઝાસ્ટર એકટ પ્રમાણે હોસ્પિટલ સામે આકરા પગલાં લેવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article