ગુજરાતમાં અકસ્માતની સંખ્યા વધતા જ રાજ્યભરમાં ટ્રાફિક નિયમોના(Traffic Rule)અમલીકરણ માટે વિશેષ ડ્રાઇવ યોજવામાં આવી હતી.જેમાં અમદાવાદ(Ahmedabad) શહેર ટ્રાફિક પોલીસે માત્ર ગણતરીના દિવસો પૂરતી ડ્રાઇવ રાખી અને લોકોને દંડ(Fine)ભરાવ્યો છે. જો કે કાયમી કામગીરીની સામે આ કાર્યવાહીના દંડની રકમ ઘણી ઓછી છે. તેમ છતાં પણ સીટ બેલ્ટ અને હેલ્મેટ વગરના વાહન ચાલકો પાસે પોલીસે 23.50 લાખ જેટલો જંગી દંડ વસુલ્યો છે. જેમાં સુરક્ષા માટે હેલમેટ અને સીટ બેલ્ટ જરૂરી હોવા છતાં સંખ્યાબંધ વાહન ચાલકો હજુ પણ તેને અવગણી રહ્યા છે.જેની રોડ સેફ્ટી કાઉન્સિલની સમીક્ષા મુજબ ટુ-વ્હીલર પર હેલમેટ અને કારમાં સીટ બેલ્ટથી જીવલેણ અકસ્માત ટાળી શકાય છે..જેને લઈ અમદાવાદ સહિત રાજ્યના તમામ શહેરમાં 6 માર્ચ થી 15 માર્ચ સુધી વિશેષ ડ્રાઇવ આયોજન કરાયું છે..જેમાં અમદાવાદ માં આ ડ્રાઇવ દરમિયાન 4688 વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી 23.50 લાખનો દંડ વસુલવામાં આવ્યો છે..જો કે ટ્રાફિક ભંગ કરનારા સામે દરરોજ કરાતી કાર્યવાહીની સામે વિશેષ ડ્રાઇવમાં કાર્યવાહી ખૂબ ઓછી જોવા મળી છે.
આમ તો ટુ-વ્હીલર પર હેલમેટ નહીં પહેરીને અને કારમાં સીટ બેલ્ટ નહીં બાંધીને અમદાવાદીઓ દર વર્ષે 40 કરોડ દંડ ભરતા હોય છે.સીટ બેલ્ટ પહેર્યા વગર કાર ચલાવવાના કારણે અને હેલમેટ પહેર્યા વગર ટુ વ્હીલર ચલાવવાના કારણે ગુજરાતમાં દર વર્ષે 4 હજાર લોકો મૃત્યુ પામતા હોવાનું પોલીસનું કહેવું છે.એટલું જ નહિ ટ્રાફિકના નિયમના ઉલ્લંઘન બદલ અમદાવાદ ટ્રાફિક પોલીસ રોજનો રૂ.10 લાખનો દંડ વસૂલ કરે છે. જેમાંથી 6 લાખ દંડ તો સીટ બેલ્ટ અને હેલમેટ પહેર્યા વગર ફરતા વાહનચાલકો જ ભરી રહ્યા છે.આમ અમદાવાદ ટ્રાફિક પોલીસની આવકનો 60 થી 70 ટકા હિસ્સો સીટ બેલ્ટ, હેલમેટની આવકનો છે.પરતું આ વિશેષ ડ્રાઇવ કામગીરી જોઇને ટ્રાફિક પોલીસ કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
આ પણ વાંચો : નરેશ પટેલના દિલ્લી પ્રવાસ બાદ રાજકારણમાં જોડાવાની અટકળો થઇ હતી તેજ, નરેશ પટેલે આ સ્પષ્ટતા કરી
Published On - 4:46 pm, Tue, 15 March 22