Ahmedabad :અટલ ફૂટ ઓવર બ્રિજની મુલાકાત માટે શહેરીજનો ઉમટ્યા, બ્રિજની ડિઝાઈન લોકોને પસંદ પડી

|

Aug 28, 2022 | 4:38 PM

સાબરમતી રીવરફ્રન્ટના અટલ ફૂટ ઓવર બ્રિજને(Atal Foot Over Bridge) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લો મુક્યો હતો.. રાત્રે વડાપ્રધાને બ્રિજે ખુલ્લો મુક્યો અને બીજા દિવસ સવારથી જ શહેરીજનો બ્રિજને જોવા ઉમટી પડ્યા હતા

Ahmedabad :અટલ ફૂટ ઓવર બ્રિજની મુલાકાત માટે શહેરીજનો ઉમટ્યા, બ્રિજની ડિઝાઈન લોકોને પસંદ પડી
Ahmedabad Atal Bridge

Follow us on

અમદાવાદના(Ahmedabad)સાબરમતી રિવરફ્રન્ટ પર ખુલ્લો મુકવામાં આવેલ આઇકોનિક અટલ ફૂટ ઓવર બ્રીજે(Atal Foot Over Bridge) અમદાવાદીઓને ઘેલું લગાડ્યું છે. જેમાં ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi)ફૂટ ઓવરબ્રિજને ખુલ્લો મુક્યા બાદ આજે પ્રથમ દિવસ સવારથી જ મોટા પ્રમાણમાં સહેલાણીઓ ફૂટ ઓવર બ્રિજની મુલાકાતે પહોંચી ચુક્યા હતા. ઘણા સમયથી અમદાવાદીઓ જેની રાહ જોઈ રહ્યા હતા એ સાબરમતી રીવરફ્રન્ટના અટલ ફૂટ ઓવર બ્રિજને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લો મુક્યો હતો.. રાત્રે વડાપ્રધાને બ્રિજે ખુલ્લો મુક્યો અને બીજા દિવસ સવારથી જ શહેરીજનો બ્રિજને જોવા ઉમટી પડ્યા હતા. આ બ્રિજની વિશેષ ડિઝાઇન કે જેમા ઉપરના તરફ પતંગ દ્રશ્યમાન થાય છે.

બ્રિજની પતંગ જેવી ડિઝાઇન ગુજરાતીઓને વધારે આકર્ષિત કરે છે

જેમાં રાત્રે કલર બદલાઈ શકે એવી ડાઈનેમિક એલઇડી લાઈટ અને બ્રિજ પરથી જોવા મળતો સાબરમતી નદી અને રિવરફ્રન્ટ ના નયનરમ્ય નજારાના કારણે શહેરીજનો માટે પ્રથમ દિવસથી ફૂટ ઓવરબ્રિજ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પહેલા દિવસે ફૂટ ઓવર બ્રિજ પર આવનાર તેની ડિઝાઇન અને નજારાને જોઈ આવરી ગયા અને ફોટોગ્રાફી કરવાનું ચુક્યા ના હતા. પરિવાર સાથે બ્રિજ જોવા આવનાર પ્રિયદર્શીની નાડીક કહે છે કે હું ભારતભરમાં ફરી છું, પરંતુ આ પ્રકારનો બ્રિજ મેં નથી જોયો.બાળકો, પરિવારજનો કે એકલા ફરવા, આઉટીંગ માટે આ એકદમ પરફેક્ટ જગ્યા છે.તો તનુશ્રી જણાવે છે કે બ્રિજની પતંગ જેવી ડિઝાઇન ગુજરાતીઓને વધારે આકર્ષિત કરે છે. જેમાં નદી ના છેડે ઉભો રહેવાનો આનંદ જ અલગ છે. જે લોકો ફિટનેસ પ્રિય છે તેમને અહીંયા વોક કરવાનો અને નજારો જોવાનો બંને નો આનંદ મળી શકશે.

ફૂટ ઓવરબ્રિજ 300 મીટર લાંબો અને 14 મીટર પહોળો છે

આ બ્રિજને શહેરીજનો માટે ખુલ્લો મુકાયા બાદ થોડા દિવસ સુધી નાગરિકો નિઃશુલ્ક બ્રિજની મુલાકાતે આવી શકે છે.. આગામી સમયે બ્રિજની મુલાકાત માટે શહેરીજનોએ બ્રિજ જોવા માટે ખર્ચ પણ કરવો પડી શકે છે. જો બ્રિજની વાત કરવામાં આવે તો માર્ચ 2018 માં જ્યારે બ્રિજ ની ડિઝાઇન તૈયાર થઈ ત્યારે પ્રસ્તાવિક ખર્ચ 74 કરોડ અંદાજવામાં આવ્યો હતો. જો કે બ્રિજ તૈયાર થયો ત્યારે 90 કરોડ સુધી ખર્ચ થઈ ચૂક્યો છે. આ આઇકોનીક ફૂટ ઓવરબ્રિજ 300 મીટર લાંબો અને 14 મીટર પહોળો છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

(Narendra Rathod, Ahmedabad) 

Published On - 4:36 pm, Sun, 28 August 22

Next Article