Ahmedabad : વસ્ત્રાપુર લેકમાં ચોકીદાર યુવકની પાવડાના ઘા ઝીંકી ક્રુર હત્યા, હત્યાનું કારણ અકબંધ, જુઓ CCTV દ્રશ્યો

|

Feb 08, 2023 | 12:32 PM

Ahmedabad : આ સીસીટીવી હત્યાના લાઈવ દ્રશ્યો છે. જેમાં ખાટલા પર બેઠેલા એક ચોકીદારને પાછળથી અજાણ્યા યુવકએ પાવડા વડે ઉપરા છાપરી 10 જેટલા ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધો છે.

Ahmedabad : વસ્ત્રાપુર લેકમાં ચોકીદાર યુવકની પાવડાના ઘા ઝીંકી ક્રુર હત્યા, હત્યાનું કારણ અકબંધ, જુઓ CCTV દ્રશ્યો
હત્યાના CCTV દ્રશ્યો

Follow us on

Ahmedabad : શહેરમાં હત્યાનો સિલસિલો હજી યથાવત છે. જેમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. વસ્ત્રાપુર લેકમાં ચોકીદાર યુવકને પાવડા વડે ઉપરા છાપરી ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો છે. હત્યા કરવા પાછળનું કારણ હજી અંકબધ છે. જોકે આ ઘટનાના 12 કલાક બાદ પણ હત્યારો પોલીસ પકડથી દુર છે.દ્રશ્યોમાં દેખાતા સીસીટીવી હત્યાના લાઈવ દ્રશ્યો છે. જેમાં ખાટલા પર બેઠેલા એક ચોકીદારને પાછળથી અજાણ્યા યુવકએ પાવડા વડે ઉપરા છાપરી 10 જેટલા ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધો છે.

આ ઘટના છે વસ્ત્રાપુર લેકની છે. જ્યાં લેકમાં રિટીનિંગ વોલમાં કામ ચાલી રહ્યું હતું. ત્યાં ચોકીદાર તરીકે કામ કરતા લાલા સંગાડાની હત્યા કરાઈ હતી. ગત રાત્રીના 9 વાગ્યે સમયે લાલાભાઈ ખાટલા પર આરામ કરી રહ્યા હતા. તે સમયે અજાણ્યા યુવકે પાવડા વડે માથા અને મોઢાના ભાગે મારમારી ઘાતકી હત્યા કરી હતી. હત્યા કરી ચાલતા આરામથી ફરાર થઈ ગયો હતો. હત્યા કરવા પાછળ હજી કોઇ ચોક્કસ કારણ જણવા મળ્યું નથી. પરંતુ મૃતક લાલા સંગાડા મૂળ દાહોદનો છે, અને છેલ્લા 15 દિવસથી અમદાવાદ આવ્યો હતો. અને ચોકીદારી તરીકે કામે લાગ્યો હતો. જેને લઈ પોલીસે મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારના નિવેદન લઈ વધુ તપાસ શરૂ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જુઓ હત્યાની સીસીટીવી દ્રશ્યો

 

પોલીસને પ્રાથમિક તપાસમાં હત્યા કરવા પાછળ કોઈ પરિવારની આંતરિક બબાલમાં હત્યા થઈ હોવાની આંશકા છે. જેને લઈ પોલીસે મૃતકના ઘર દાહોદમાં આવેલ જાલોરમાં પોલીસની એક ટીમ મોકલી છે. જ્યારે મૃતકના પરિવાજનો નિવેદન લેવામાં આવ્યું છે. હત્યાની ઘટનાને 12 કલાક પછી પણ પોલીસને હત્યારાની એક પણ કડી મળી નથી, ત્યારે હત્યાના લાઈવ સીસીટીવી હોવા છતાં પોલીસ તપાસ દિશા વિહીન જોવા મળી રહી છે. ત્યારે જોવાનું રહેશે પોલીસ આરોપી કેટલા સમયમાં પકડી શકે છે.

શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે, કારણકે શહેરમાં દરરોજ ખુલ્લેઆમ હત્યા,મારમારી જેવા ગંભીર ગુનાઓ બની રહ્યા છે, અને પોલીસ એક પણ આરોપી સુધી પહોંચી શકતી નથી જેને લઈ પોલીસની કામગીરી પર પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. નોંધનીય છે કે કાલુપુર જાહેરમાં થયેલી હત્યામાં પણ આરોપી પકડાયા નથી. એટલે 3 દિવસમાં 3 હત્યા એક પણ આરોપીને પોલીસ પકડી શકી નથી.

Published On - 12:30 pm, Wed, 8 February 23

Next Article