Ahmedabad: બિલ્ડરો જૂથો પર ઇન્કમટેક્સ વિભાગનો સાપટો, શિલ્પ અને શિવાલિક જૂથના 25થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા

| Edited By: | Updated on: Feb 10, 2022 | 12:22 PM

ઇન્કમટેક્સ વિભાગે અમદાવાદમાં શિલ્પ અને શિવાલિક જૂથના 25થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે, ગુરુવારે વહેલી સવારે જ આઈટીની ટીમો બિલ્ડરના ઘર અને ઓફિસમાં કાર્યવાહી શરૂ કરી હતી, બિલ્ડરને ત્યાંથી મોટી સંખ્યામાં બેનામી હિસાબો મળવાની આશંકા છે

માર્ચ મહિનો નજીક આવતાં જ અમદાવાદ (Ahmedabad) શહેરમાં બિલ્ડરોને ત્યાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા (IT raid) પાડવાની પ્રક્રિયા તેજ થઈ ગઈ છે. ઇન્કમટેક્સ વિભાગે શિલ્પ અને શિવાલિક જૂથના 25થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. ગુરુવારે વહેલી સવારે જ આઈટીની ટીમો બિલ્ડરના ઘર અને ઓફિસમાં કાર્યવાહી શરૂ કરી હતી. બિલ્ડરને ત્યાંથી મોટી સંખ્યામાં બેનામી હિસાબો મળવાની આશંકા છે.

અમદાવાદમાં છેલ્લા બે દિવસથી અનેક આર્કિટેક્ચર અને બિલ્ડર (builder) જૂથોના ત્યાં આઈટી વિભાગ દ્વારા દરોડા પડવાનું શરૂ કરાયું છે. જેમાં ગુરુવારે શિલ્પ અને શિવાલિક જૂથના 25થી વધુ સ્થળો પર દરોડા પડાય હતા. આઈટી વિભાગે તેમજ શિવાલિક ગ્રુપના ડાયરેક્ટર ચિત્રક શાહ અને તરલ શાહ ઉપરાંત શિલ્પ ગ્રુપના ફાઉન્ડર યશ બ્રહ્મભટ્ટને ત્યાં સર્ચ હાથ ધર્યું છે. જ્યારે બ્રોકર દીપક નિમ્બાર્કના શારદા ગ્રુપ અને બ્રોકર કેતન શાહ પર પણ ITના દરોડા પાડવામાં આવ્યાં છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આવકવેરા વિભાગ ( Income Tax department) બિલ્ડરો દ્વારા ખરીદાતી જમીન બાબતે અનિયમિતતાઓની શક્તાને પગલે આ કાર્યવાહી કરી હોઈ શકે છે. મુખ્યત્વે જમીનની ખરીદીમાં બેનામી વ્યવહારો થયાની આશંકા છે, જોકે વધુ વિગત તપાસ પૂરી થયા પછી જ જાણી શકાશે, પણ મોટી સંખ્યામાં ગેરરીતિ બહાર આવવાની સંભાવના છે.

આ પણ વાંચોઃ Gujarat માં આજે જાહેર થઇ શકે છે કોરોનાની નવી ગાઈડલાઇન, મળી શકે આ છૂટછાટો

આ પણ વાંચોઃ Ahmedabad : ખોખરામાં હ્યુન્ડાઇના શૉ-રૂમ બહાર યુથ કોંગ્રેસે દેખાવો કર્યા